________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભા. સં વિદ્યામંદિર હસ્તકના મહારાજશ્રીના કળાસંગ્રહમાંની છે, અને ટાઈટલના પાછળના ભાગમાં આપવામાં આવેલ સરસ્વતીનું ચિત્ર, વડોદરા પાસે આર્કાટામાંથી મળેલ જૂની ધાતુપ્રતિમાઓના વડાદરાના મ્યુઝિયમમાં સચવાયેલા સંગ્રહમાંની ધાતુની મૂર્તિનું છે. આ મૂર્તિ ઈસ્વી સનના છઠ્ઠા સૈકા જેટલી જૂની છે. કળાની ષ્ટિએ તે ઉત્તમ કાટીની છે તેથી તથા પ્રાચીનતાના કારણે એ અતિમૂલ્યવાન ગણાય છે.
છમીએ—છબીએમાં મહારાજશ્રીના વડીલ સાધુભગવંતાની, જે સમારાહેામાં પૂજ્ય મહારાજશ્રીએ હાજરી આપી ઢાય એવા અગત્યના સમારેહાની, મહારાજશ્રી નિમિત્તે યાજવામાં આવેલ સમારભાની, મહારાજશ્રીનાં માતા-સાધ્વીજીની, તેના હસ્તાક્ષરેાની અને તેની પેાતાની નાની-મેાટી અનેક સ્વતંત્ર કે કાઈની સાથે લેવામાં આવેલી છબીઓ વગેરેનેા સમાવેશ થાય છે.
એક ખુલાસા—મા વિશેષાંકના ૨૦૦મા પાના પછી પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજના દેવનાગરી હસ્તાક્ષરના નમૂના આપ્યા છે. આ લખાણ મહારાજશ્રીએ લીટીવાળા કાગળ ઉપર લખેલુ છે, અને લેાક બનાવતી વખતે મહારાજશ્રીના અક્ષરે ઉપરાંતના લીટીને વધારાના ભાગ કાઢી નાખવાના અમને ખ્યાલ ન રહ્યો, તેથી એ બધું લખાણ સળંગ લીટી દોરીને લખાયું હોય એમ દેખાય છે, પણ મહારાજશ્રીએ તેા બધા શબ્દા છૂટા પડે એ રીતે જ દરેક શબ્દ ઉપર, જે તે શબ્દપૂરતી જ, લીટી દોરેલ છે.
મહારાજજીના સ્વર્ગવાસ નિમિત્તે સંખ્યાબંધ શહેર-ગામામાં અઠ્ઠાઈ મહેાત્સવ વગેરે ધાર્મિ ક પ્રસંગા ઊજવવામાં આવ્યા હતા. આ બધાની યાદી આ વિશેષાંકમાં આપવાના અમારા ખ્યાલ હતા; પણ એની બધી વિગતા અમે મેળવી શકયા નહી, તથી એ યાદી આમાં આપી શકાઈ નથી.
"C
ભાવનગરની શ્રી જૈન અ'માનદ સભાએ શ્રી આત્માનદ પ્રકાશ” માસિકના આ વિશેષાંક પ્રગટ કરવાના નિણૅય કર્યા તેથી મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે વર્તમાનપત્રા તથા સામિયકાએ જે અજિલ-નાંધે કે પરિચયેા લખ્યાં, જે જે ઠરાવેા થયા તથા જૈન-જૈનેતર વિશાળ વગે` જે પત્રા લખ્યા, તે બધી સામગ્રી એક સ્થાને, વ્યવસ્થિત રીતે, ગ્રંથસ્વરૂપે, સંગ્રહી લેવાનુ શકય બન્યુ છે; અન્યથા મહારાજશ્રીના જીવન અને કાના મહિમા દર્શાવતી આવી ઉપયાગી સામગ્રી વેરવિખેર રહીને સમય જતાં નામશેષ થઈ જાત. આ માટે શ્રી જૈન આત્માનંદ સભાના ભાવનાશીલ અને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ પ્રત્યે અનન્ય અનુરાગ ધરાવતા સંચાલકને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
આ વિશેષાંકને સાહિત્ય-સામગ્રી અને ચિત્ર-સામગ્રી એ બન્ને દૃષ્ટિએ સમૃદ્ધ બનાવવાના શકય પ્રયત્ન અમે કર્યા છે. આ માટે જે જેએએ અમને સહાય કરી છે, એ સૌને અમે આભાર માનીએ છીએ. આ વિશેષાંક તૈયાર કરવા નિમિત્તે મહારાજશ્રીના જીવન અને કાર્યનું પ્રેરણાદાયી `ન અને ચિંતન કરવાના અમને જે અવસર મળ્યા તે અમારે મન એક અવિસ્મરણીય લડાવે છે.
આ વિશેષાંકના પુષ્યનિમિત્તરૂપ, પરમપૂજ્ય પુણ્યવિજયજી મહારાજને ભાવભરી વંદના કરીને અમે અમારું આ નિવેદન પૂરુ કરીએ છીએ.
તા. ૨૫-૧૨-૧૯૭૩
For Private And Personal Use Only
—સપાસ હળ