________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪]
શ્રી આત્માનંદ પ્રકાશ તેમણે પોતે અનેક ઉચ્ચ કોટિના ગ્રંથો, જેવા કે વસુદેવહિન્ડિ, અંગવિજજા, બહ૯૫ આળુિં સંપાદન કર્યું છે અને તે એવા છે જે અન્ય દ્વારા સંપાદિત થવાનો સંભવ છે જ હતો. કેવળ વિવાને વરેલા જ એ ગ્રંથોનું સંશોધન કરી શકે, અન્ય નહિ. તેમણે જ્યારે દસૂત્રમાંને બહકલ્પનું સંપાદન શરૂ કર્યું ત્યારે ઘણું આગમોને વિરોધ હતોછતાં પણ ભારતીય વિદ્યાના એક અંગરૂપ એવા મહાન ગ્રન્થો પ્રકાશિત ન થાય તે તેમને ગમ્યું ન હતું અને વિરોધ છતાં તેમણે બહત્કલ્પનું સંપાદન કર્યું. અને તેમણે જે રૂપે એનું સંપાદન કર્યું છે તે રૂપને પહોંચવાની અન્યમાં તાકાત દુલર્ભ છે. તે તે ત્યાર પછી એવું સંપાદન હજી સુધી થઈ શકયું નથી તે જ બતાવી આપે છે.
છેલ્લાં પચાસ વર્ષથી તેમના મુખ્ય બે કામે રહ્યાં છે: આપણું જૂનાં હસ્તલિખિત પુસ્તકનું સંરક્ષણ અને આગમગ્રંથની વિશુદ્ધ વાચના તૈયાર કરવી છે. તેમણે લીબડી, પાટણ, ભાવનગર, જેસલમેર જેવા જાણીતા ભંડારોની હસ્તપ્રતોને ઉદ્ધાર કરી સૂચીઓ બનાવી આપી છે અને આવશ્યક એવી સંરક્ષણની વ્યવસ્થા પણ કરી આપી છે. અને તે ઉપરાંત જ્યાં પણ તે ગયા ત્યાંના ભંડારની સુવ્યવસ્થા થાય તેની ચિંતા હંમેશાં તેમણે સેવી છે. પરિણામ એ છે કે આજે જે પશ્ચિમના વિદ્વાને એમ કહેતા હતા કે જૈન ભંડારમાંથી પુસ્તક તો મળી જ ન શકે, તેઓ હવે કહેતા થયા છે કે જૈન ભંડારમાંથી પુસ્તક મેળવવું હોય તે શ્રી પુણ્યવિજયજી જ એકમાત્ર સહાયક છે. આજે જ્યારે તેમને સ્વર્ગવાસ થયો ત્યારે વિદ્વાનની એક જ ચિંતા છે કે હવે આ બધા ભંડારોમાંથી હસ્તપ્રત કોણ ઉપલબ્ધ કરી આપશે ? હા, એક ઉપાય તેઓ કરતા જ ગયા છે અને તે એ કે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના શ્રી કસ્તુરભાઈ લાલભાઈને પ્રેરણા આપીને કરાવી. અને તેમાં પૂ. મુનિ શ્રી પુણ્યવિજયેજીને પિતાને સંગ્રહ, જે દશ હજાર પ્રતાને છે, તે ઉપરાંત તેમણે બીજી જે ૨૭૦૦૦ હસ્તપ્રતો મેળવી આપી છે, તે દ્વારા વિદ્વાનને હસ્તપ્રત સુલભ કરી આપી છે. પરંતુ એ પણ પર્યાપ્ત નથી. અન્ય ભંડારના સંચાલકો જે વિદ્યામંદિરને સહકાર આપે, અને તેના દ્વારા વિદ્વાનોને હસ્તપ્રતો સુલભ કરી આપે, તે જ પૂ. મુનિશ્રીની આ પ્રવૃત્તિ ચાલુ રહી શકશે અને તેના યથાર્થ રૂપમાં ચાલુ રહી શકશે. ગ્રંથભંડારો માત્ર સાચવી રાખવા એ પર્યાપ્ત નથી. પણ તેનાં પુસ્તકોને વધારેમાં વધારે ઉપયોગ કેમ થાય એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. અન્યથા એ ભંડારને કશો જ ઉપયોગ નથી; માત્ર ઉધઈને ખોરાક બની જશે.
પૂ. મુનિશ્રી જ્યાં પણ જતા ત્યાં આગની કોઈ પણ પ્રાચીન હસ્તપ્રત જોતાં તે તેને આધારે પોતાની મુકિત આગમની આવૃત્તિમાં પાઠાંતર નોંધી લેતા. આમ છેલ્લાં પચાસ વર્ષથી તેમણે આગની વિશુદ્ધ આવૃત્તિ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેમના દ્વારા સંપાતિ વિશુદ્ધ આગમગ્રંથોના પ્રકાશનનું કાર્ય હાથ ધર્યું છે, અને ત્રણ આગમાં પ્રકાશિત પણ થઈ ગયા છે. શેલ આગમ તેમણે જે રીતે વિશુદ્ધ કરી રાખ્યા છે તેના સંપાદન-પ્રકાશનની જવાબદારી એ મોટી જવાબદારી છે. તે કેમ પાર પડશે તે આજે સૌની ચિંતાને વિષે થઈ પડ્યો છે
| વિદ્યાની મહત્ત્વની પ્રવૃત્તિમાં રોકાયેલા છતાં તેમણે પોતાને સમય શ્રાવકના નાના બાળકથી માંડીને અનેક સાધુ-સાધ્વી અને શ્રાવકેને આપવામાં જરા પણ સંકોચ રાખે નથી. એક બાળકની સાથે બાળક બની વાત કરતા તેમને જેમણે જોયા હશે તેને ખ્યાલ હશે કે આ ખરેખર ધર્મની પરિણતિવાળા મહાત્મા છે. અમે હંમેશા ફરિયાદ કરતા કે મહારાજ, આપ આપની વિદ્યા ઉપરાંતની પ્રવૃત્તિમાં કાપ મૂકે. પણ તેમને તે એક જ જવાબ હતો કે તેણે કયારે ધર્મ પામશે એની શી ખાતરી ? માટે મારે તે મારી પાસે આવનારને નિરાશ કરવા નથી. મુંબઈમાં તેમને ઘણો સમય વાસક્ષેપ નાખવામાં જ. તે બાબતમાં પણ તેમનો એક જ ખુલાસો હતો કે ભાઈ, શ્રદ્ધાથી લેનારને શાંતિ મળતી હોય તે મારો સમય ભલે તેમાં
For Private And Personal Use Only