SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૫૩ સચવાઈ રહેલી પણ સાથે સાથે જ અન્ય જતેને દુષ્પ્રાપ્ય અને માટે ભાગે તે અપ્રાપ્ય જ બની ગયેલી અનેક પુરાતન હસ્તપ્રતાની વિગતવાર યાદીએ ભારે જહેમત લઈને એમણે તૈયાર કરી. " ' આમ દુમ જ્ઞાનભંડારમાંની હસ્તપ્રતા અંગેની માહિતી મુનિશ્રીએ સુલભ બનાવી અને એ સાથે જ આવા ભંડારમાં રહેલી મેાંઘામૂલી હસ્તપ્રતા સંશાધા-પડિતા જોવા-તપાસવા મેળવી શકે એવી વ્યવસ્થા કરવા પણ પ્રયાસ કર્યા. આવા અનેક, નાનામેાટા ભડારેડને ભેગા મેળવીને એક મધ્યવતી જ્ઞાનભડાર રચવા મુનિશ્રીએ આપેલી પ્રેરણામાંથી જ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ દિર ’ની રચના થઈ. વિદ્યાથી ઓને અને વિદ્યાવાનાને પ્રાચીન સાહિત્ય-સંસ્કૃતિના અધ્યયન-સશોધનની સ` સામગ્રી હાથવગી બની રહે એવી જ્ઞાનસંસ્થા જોગવવાનુ કાર્ય મુનિશ્રીનુ એક મિશન ' હતુ. એમ જ એમના જીવનનું એક ખીજુ પણ · મિશન ' હતું—જૈન શાસ્ત્રોનુ–આગમાનુ' શુદ્ધ અને સુરૂપ પ્રકાશન. ગાપ્ય અને એથી અપ્રકાસ્ય મનાયેલાં વિશિષ્ટ આગમસૂત્ર-છેદત્રાનાં મુદ્રણ અને પ્રકાશનની સામે જૈન સમાજના કેટલાક ભાગને આક્રમક ઊહાપેાહ અને ભારે વિરાધ હતા. એવી વેળાએ, શાન્ત પણ સુદૃઢ નિભીકતાથી, એમણે ગેાપ્યાતિગાપ્ય મનાયેલા છેદત્રમાંના ‰ હત્કલ્પ ’નું સંપાદન કરીને પ્રકાશન કરાવ્યુ.. આ ‘ બૃહત્કલ્પ'ની પ્રસ્તાવનામાં મુનિશ્રીની નિભીકતા, તાકિ કતા અને તેજસ્વિતા ચમકી ઊઠે છે. મુનિશ્રીએ કરેલું. આગમાના સંરક્ષણનું, સંપાદનનુ અને પ્રકાશનનું ભગીરથ કાર્યાં આપણને દેવગિણી ક્ષમાશ્રમણની યાદ આપી રહે છે. સપાદનની સૂઝ મુનિશ્રી પામ્યા હતા. પાઠાન્તરાની નોંધ માટે ભારે આગ્રહ એ રાખતા હતા. પાઠની વિશુદ્ધતા માટે પૂરી કાળજી એ લેતા હતા. કાગળ, ખીબાં અને છપાઈ અગેની વિશેષ રુચિ અને સમજને કારણે એમની દેખરેખ પામેલાં પ્રકાશના શુદ્ધ, સ્વચ્છ અને સુરૂપ બનીને પ્રગટતાં હતાં. · વાસુદેવહિણિ કે ‘અ‘વિજ્જા’જેવાં એમનાં સંપાદને જોનારા-વાંચનારાને આ હકીકત બરાબર જણાઈ-સમજાઈ રહેશે. સરળ, નમ્ર અને વિદ્યાનિષ્ઠ આ મુનિશ્રીને અંગે જૈન સમાજના કેટલાક ભાગમાં કથારેક અણુગમા દેખાતા હતા. આમ છતાંય પર પરાપૂજક વૃદ્ધ શ્રેષ્ઠીજનાના અને આધુનિકતા પામેલી નવી પેઢીના એક સરખા આદર મુનિશ્રી, એકદરે, પામી રહ્યા હતા. મુનિશ્રીની નિષ્કામતા, સરળતા અને જ્ઞાનનિરતતા જ આવા આદરનાં કારણે હતાં. આવા મુનિશ્રી હવે આપણી વચ્ચે નથી રહ્યા અને એમના દેહ કાળધર્મ ને પામ્યા છે એ વાતનું ઊંડું દુ:ખ જૈન સમાજની સાથે સારાય વિદ્યોપાસક સમાજ અનુભવી રહેશે. અર્ધમાગધી ભાષાના, પ્રાચીન ભાષાના અને સાહિત્ય-સંસ્કૃતિના વિદ્યાથી એ, પડિતા, સહૃદયા અને સંશાધકા મુનિ શ્રી પુણ્યવિજયજી દ્વારા ઉપલબ્ધ થયેલી–પ્રાપ્ય બનેલી વિવિધ અને વિપુલ જ્ઞાનસામગ્રીને જોતાં, જોગવતાં અને ખપમાં લેતાં વારંવાર મુનિશ્રીને શ્રદ્ધા, આદર અને ભક્તિપૂર્ણ ભાવાંજલિ સમપી રહેશે. ‘બુદ્ધિપ્રકારા’ માસિક, અમદાવાદ, જુલાઈ, ૧૯૭૧ આગમપ્રભાકર સ્વ. પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી ૫. શ્રી દલસુખભાઈ માલવણિયા ઈ. સ. ૧૯૩૫થી પૂ. મહારાજશ્રી પુણ્યવિજયજીના પરિચયમાં આવ્યા ત્યારથી મારા ઉપર તેમના નમ્ર અને વિદ્યાનિષ્ઠ જીવનની જે છાપ પડી છે તે છેલ્લી ઘડી સુધી ઉત્તરાત્તર પ્રબળ બનતી ગઈ છે. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy