________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર]
| શ્રી આત્માનંદ પ્રકાશ ઉત્તમ સ્થળ અને ઉત્તમ વ્યક્તિ કદાચ ન મેળવી શક્યા હોત. વિદ્યામંદિરમાં સંઘરાયેલી સામગ્રી જીવંત રહેશે અને વિદ્વાનોને ઉપયોગી પણ બનશે એવો વિશ્વાસ અવશ્ય રાખી શકાય. ** દિલમાં એક વાતને વસવસો રહે છે. આપણા દેશમાં રાજકારણનું અને તે પછી અર્થકારણનું મહત્વ એટલું બધું વધી ગયું છે કે આવા ત્યાગી અને પુરુષાથી વિદ્વાનો, સત્યનિષ્ઠ સંશોધકે અને વિવેકી સંપાદકેની વિદાય તરફ દેશના નેતાઓ તેમ જ લેકેનું જોઈએ તેટલા પ્રમાણમાં ધ્યાન જતું નથી. આમ છતાં એ અનુરોધ કરવાનું મન થાય છે કે પુણ્યવિજયજીના પુરુષાર્થમય પુણ્ય પ્રવાહ અખંડ વહેતે રહે એવું કંઈક કરવા દેશને સમજદાર વર્ગ આગળ આવે
“અભિનવ ભારતી” માસિક, મુંબઈ, ઓગસ્ટ, ૧૯૭૧
આગમના જ્ઞાનને અજવાળનારા અધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ કાપડિયા
શ્રમણોની જ્ઞાને પાસનાની પરંપરા બહુ જૂની છે. વ્યાપારપ્રધાન ગુજરાત-રાજસ્થાનમાં પ્રજ્વલિતા જ્ઞાનદીવાને જૈન શ્રમણોની પરંપરાએ પિતાના જીવનને સ્નેહ સી' છે. એમણે જ્ઞાનનાં અજવાળાં જાળવ્યાં છે; જાળવીને વધુ ઉજમાળા બનાવ્યાં છે.
જ્ઞાનોપાસક શ્રમણોની આ પ્રાચીન પરંપરાને મુનિ શ્રી પુણ્યવિજયજીએ સુપેરે સાચવી હતી. હેમચન્દ્રસૂરિજી, શાલિભદ્રસૂરિજી અને યશોવિજયજીની ઉજવેલ પરંપરાને, પિતાની જ્ઞાને પાસના દ્વારા, એમણે એપ આપ્યો હતો. સ્વાધ્યાય, સંશોધન અને પ્રકાશન દ્વારા એ આખીય પરંપરાને, અર્વાચીન સન્દર્ભમાં, સમૃદ્ધ અને શેભાપૂર્ણ બનાવી હતી.
છેતેર વર્ષના જીવનકાળમાં પચાસથીય વધુ વર્ષ પુણ્યવિજયજીએ શ્રુતની સેવામાં સમપી દીધાં હતાં. સંગ્રહણી જેવા કષ્ટદાયક રોગથી, ઘણા લાંબા સમય સુધી, પરેશાન રહેવા છતાં એમણે અપ્રમત્ત રહીને શાસ્ત્રજ્ઞાનની સનિષ્ઠ ઉપાસના કરી હતી. સન ૧૯૧૭માં “કૌમુદીમિત્રાનંદ નાટકમ્'ના સંપાદન-પ્રકાશનથી આરંભાયેલું એમનું જ્ઞાનકાર્ય સન ૧૯૭૧માં પ્રગટ થયેલા “પન્નવણાસુ' (ભાગ બીજો સુધી પથરાયેલું છે. એમણે સંપાદિત કરેલા ગ્રન્થ હજુ તો પૂરા પ્રકાશિત થયા નથી, પરંતુ એમનાં લેખન-સંપાદનવાળી, અત્યાર સુધીની લગભગ પિસ્તાલીશ જેટલી કૃતિઓ એમની મૃતોપાસનાની સાખ પૂરી રહે છે.
જીવનના ઉત્તર કાળમાં સાધ્વી બનેલાં શ્રાવિકા માતાની ધર્મભાવનાએ, જીવનના ઉગમકાળથી, એમનામાં વૈરાગ્યભાવના પ્રેરી, નાનપણમાં જ લગભગ ચૌદ વર્ષની વયે એમણે જૈન પ્રજ્યા અંગીકાર કરી. કાન્તિવિજયજી અને ચતુરવિજયજી જેવા સહૃદયી અને સંયમી ગુરુજનેના અને તેવામાં એમની વૈરાગ્યભાવના સુદઢતા પામી અને જ્ઞાન પાસના પાંગરી. એ પછી પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી અને મુનિ શ્રી જિનવિજયજી સમાં વિદ્યાવાના સાનિધ્યમાં એમનાં અધ્યયન-મનન-પરિશીલન વિકસ્યાં અને દષ્ટિસંપન્ન બન્યાં. બાજુ-સરલ મુનિ શ્રી પુણ્યવિજયજીનું જીવન પ્રજ્ઞા અને શીલના સમન્વયથી મંગલ અને પ્રેરણામય બની રહ્યું.
જૈન ભંડારોમાં ગેપિત બનીને રહેલા જ્ઞાનને ખપી જીવોના અને વિદ્વાનોના હાથમાં આવે એવું સુલભ બનાવવા મુનિશ્રીએ ભારે પરિશ્રમ કર્યો. લીંબડી, પાટણ, ખંભાત અને જેસલમેરના પ્રાચીન જ્ઞાનભંડારોમાં
For Private And Personal Use Only