________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
મુનિ શ્રી પુણ્યવિજ્યજી
પૂજ્ય પંડિત સુખલાલજીએ જેમની “કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના આત્મા સાથે સરખામણી કરી હતી અને જેઓ સાચા અર્થમાં “આગમપ્રભાકર” હતા, તે મુનિ શ્રી પુણ્યવિજયજીના દેહાવસાનથી, માત્ર જૈન સમાજે જ નહિ, પરંતુ સમગ્ર ભારતના સુસંસ્કૃત સમાજે શું ગુમાવ્યું છે તેને સારો અને સંપૂર્ણ ખ્યાલ આવતાં તે સમય લાગશે. મુનિશ્રીને આદરની અંજલિ આપવા માટે કેટલીક સભાઓ યોજાઈ, વિદ્વાનોનાં પ્રવચને થયાં, ડાક લેખ લખાયા. આ બધું જોતાં સાંભળતાં એમ લાગે છે કે રાષ્ટ્રીય ધોરણે ને સાંસ્કૃતિક ક્ષેત્રે કે મેટ દુઃખદાયક બનાવ બની ગયો છે તેની આપણને કદાચ પૂરી જાણ થઈ નથી. એક વ્યક્તિ તરીકે મુનિ શ્રી પુણ્યવિજયજી મહાન હતા. એમના જેવી સરળ, વિવેકી, જ્ઞાની, ઉદારચરિત અને ધર્મપરાયણ વ્યક્તિ જગતમાં બહુ ઓછી જોવા મળે છે. સાધુ સમાજમાં પણ આચાર્યપદ પામવાને કે શિષ્ય વધારવાને લોભ એમનામાં હતો જ નહિ. આવી વિરલ વ્યક્તિના જીવનની સાધના, સત્યનું અને શાસ્ત્રોનું એમનું સંશોધન, એ માટે લગભગ અડ કહી શકાય એ એ ક્ષેત્રને પુરુષાર્થ વગેરે લક્ષમાં લેતાં એમ જ કહેવું પડે કે તેઓ વ્યક્તિ મટી જઈને સંસ્થા બની ગયા હતા, જ્ઞાનસાધનાની ત જેવું એમનું જીવન સંકેલાઈ જતાં જાણે પ્રભાકરની પ્રભા ઝાંખી પડી ગઈ !
મુનિ શ્રી પુણ્યવિજયજી સાથે અમારો પરિચય તો અતિ અલ્પ હતે. ડાંક વર્ષો પહેલાં એમના વિપુલ સંશોધનના નમૂનારૂપ ગ્રંથ, ચિત્ર, હસ્તપ્રતોનું એક પ્રદર્શન અમદાવાદમાં યોજાયું હતું. પંડિત સુખલાલજીએ
સ્નેહભાવે અમને એક પત્ર લખી જોઈ જવા માટે આગ્રહ કરતો પત્ર લખ્યો હતો. અમે સમયસર ત્યાં પહોંચી શક્યાં નહોતાં; પરંતુ બે-ચાર દિવસ પછી અમદાવાદ ગયેલાં ત્યારે મુનિશ્રી જ્યાં બિરાજતા હતા, ત્યાં તેમનાં દર્શન કરવા, એમના સંશોધનને કંઈક પરિચય મેળવવા અને જ્ઞાનગ્રંથની ઝાંખી કરવા ગયાં હતાં. એ વખતે એમની સાથે ગાળેલે સમય સમૃતિમાં બરાબર સંઘરાઈ રહ્યો છે. પરિશ્રમપૂર્વક મેળવેલી, જતનપૂર્વક જાળવેલી અને જ્ઞાન તથા પુરુષાર્થનાં કિરણો વડે પ્રકાશિત કરેલી જે ગ્રંથસામગ્રી અને દસ્તાવેજો અમે જેમાં તે કદી ભુલાય એવાં નહોતાં. અમારાં ચિત્ત પર ત્યારે પડેલે પ્રભાવ તે પછીનાં વર્ષોની એમની પ્રવૃત્તિથી ઉત્તરોત્તર વધતો જ રહ્યો હતો. | મુનિ શ્રી પુણ્યવિજયજીએ ૧૪ વર્ષની વયે દીક્ષા લીધી. એમના ગુરુજી અને દાદાગુરુ તરફથી ધર્મગ્રંથોનું જે સંશોધન થતું તે પરંપરા એમણે સ્વીકારી એટલું જ નહિ, પરંતુ તેમાં નવ પ્રાણ પૂર્યો અને તેનું ક્ષેત્ર પણ એમણે વિસ્તાર્યું. કપડવંજના મધ્યમ વર્ગના એક જૈને કુટુંબમાં જન્મેલા અને બાળપણમાં આગના અકસ્માતમાંથી ઊગરી ગયેલા મણિલાલ ડાહ્યાભાઈ નામના કિશારે કાતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી પાસે કિશોર વયે જ્યારે દીક્ષા લીધી ત્યારે ભાગ્યે જ કોઈને કલ્પના આવી હશે કે આ સાધુ પિતાના ગુરુ અને દાદાગુરુના સંશોધનકાર્યને દીપાવશે, આગળ વધારશે અને દેશવિદેશના વિદ્વાની પ્રશંસા મેળવવા સાથે ધર્મગ્રંથ, તિગ્રંથે, આયુર્વેદ, વનસ્પતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને અતિહાસિક સામગ્રીથી ભરપૂર ગ્રંથને પ્રકાશમાં આણુ, તેનું સંશોધન અને સંપાદન કરી, આજની અને ભાવિ પેઢીને માટે અમૂલ્ય સામગ્રી સમાજને ચરણે ધરી દેશે. મુનિશ્રીએ પચાસેક ભંડારોના અને અન્ય સ્થળે વેરવિખેર પડેલા સંખ્યાબંધ ગ્રંથોનું કામ કર્યું છે. સંશોધનને ક્ષેત્રે પણ આ પ્રકારનું ધન કમાનારા તેના પર પોતાની ફેણ પસારીને બેસી જાય છે. આ સાધુએ રાતદિવસ પરિશ્રમ કરીને એકત્ર કરેલા, સુધારેલા અને સંપાદન કરેલા તાડપત્ર પર તેમ જ કાગળ પર લખેલા હજારે ગ્રંથને સમાજના ચરણે ધરી દીધા. અમદાવાદમાં ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નામની સંસ્થાને આ બધું અર્પણ થયું છે. સંસ્થાનું સંચાલન ગુજરાતના આ ક્ષેત્રને ગૌરવરૂપ પંડિત દલસુખભાઈ માલવણિયા કરે છે. મુનિ શ્રી પુણ્યવિજયજી એમની સાધનાના ફળરૂપ ગ્રંથે માટે આથી વધુ
For Private And Personal Use Only