________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
સાચી શ્રદ્ધાંજલિ ડે, ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ
-
*
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી તા. ૧૪ જૂનના રોજ કાળધર્મ પામ્યા તેથી ઘણાને આઘાત થ. એમની આજુબાજુનું એક મંડળ હતું. પં. સુખલાલજી જેવા ગુરુજનથી માંડીને, મુનિ શ્રી જિનવિજયજી જેવા સંશોધક સ્નેહીઓથી માંડીને, નવી પેઢીના પં. દલસુખભાઈ, ડે. ભોગીલાલ સાંડેસરા, ૫, અમૃતલાલ ભોજક, પ્ર. કુલકણું વગેરે અનેક આ દેશના તેમજ છે. બ્રાઉન, પ્રો. બેન્ડર, પ્ર. ચંદ્રભાલ ત્રિપાઠી આદિ પરદેશી કે પરદેશમાં વસેલા ભારતીય વિદ્વાનોનું મંડળ હતું. આ લખાણ લખનારને પણ તેઓ પોતાના આ અંતરંગ મંડળમાં ગણતા. આ બધા આજે એક પ્રકારની અનાથ દશાને, આઘાતને અનુભવ કરી રહ્યા છે. અમને સતાવે છે તે પ્રશ્ન આ છેઃ હવે શું?
આગમપ્રભાકરજીના સંશોધનકાર્યમાં મુખ્ય મુદ્દા નીચેના ત્રણ ગણાવી શકાય—(૧) પ્રાચીન હસ્તપ્રતની જાળવણું, ખોજ અને પ્રાચીન જન ભંડારોની વ્યવસ્થિત ચકાસણી કરી, પ્રતાની યોગ્ય જાળવણી કરી, નવાં વેન્ટને વગેરે બાંધી. પત્રસંખ્યા વગેરે નિશ્ચિત કરી, સૂચીએ તૈયાર કરવી. (૨) આગમોની જુદી જુદી પ્રત મેળવી પાઠશુદ્ધ કરી આગમસાહિત્યના તમામ મુખ્ય ગ્રન્થની સમીક્ષિત આવૃત્તિઓ તૈયાર કરવી. (૩) જૈન તેમ જ જૈનેતર, અપ્રસિદ્ધ અગત્યના તમામ ગ્રન્થ, જેની પ્રતો ભંડારમાંથી જડે કે એઓશ્રીને ભેટ અથવા વેચાતી મળે, તેમાંથી શક્ય તેટલાનું સંપાદન કરવું અથવા તેના સંપાદનમાં અન્ય વિદ્વાનોને સહકાર આપવો,
હવે આ કાર્ય જૈન સમાજમાંથી કોણ ઉપાડી લેશે ? આગમન સંપાદનમાં તે આપણને છે. દલસુખભાઈ માલવણિયા જેવી સુયોગ્ય વ્યક્તિ મળેલી છે, જેઓ આ કાર્યમાં આગમપ્રભાકરજીના સહસંપાદક તરીકે કાર્ય કરતા જ આવ્યા છે. પણ એમને આ અંગે જરૂરી તમામ સગવડ, પ્રોત્સાહન અને સ્ટાફ પૂરો પાડવાની ફરજ જૈન સંધની છે. જૈન સંધ જે આ બાબતમાં નિષ્ક્રિય રહેશે તે ફરજ ચૂકશે અને જે વેગ તમામ સહાય આપશે તે આગમપ્રભાકરજીને સાચી શ્રદ્ધાંજલિ અપી ગણાશે. છે. પ્રાચીન તેમ જ અર્વાચીન સંશોધનદષ્ટિ જેનામાં હેય, અર્વાચીન ભાષાવિજ્ઞાનના પણ જે જાણકાર હોય, જૈન પરંપરા-પરિપાટીથી સુપરિચિત હોય, સમગ્ર ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિને જેને સારો ખ્યાલ અને અભ્યાસ હય, એવો સુમેળ શ્રી દલસુખભાઈમાં છે. પણ એવી અનેક વ્યક્તિઓને એમણે આ કાર્યમાં જોડવી પડશે. એ માટે યોગ્ય વિચારણા કરી યોજના કરવી જોઈએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તમામ આગમોની સમીક્ષિત આવૃત્તિ છાપનાર છે, પણ ફક્ત આગમોના પાઠ જ. પણ વધુ પ્રમાણમાં પાઠભેદની
ધ, સમીક્ષા, તે તે ચૂર્ણિ, ભાળ્યો, નિર્યુક્તિઓ વગેરે સાથેની સંપૂર્ણ વિશ્વનીય સમીક્ષિત આવૃત્તિઓ Prakrit Text Society જેવામાં છાપવાને જે ખ્યાલ હતું તે કાર્ય ખૂબ જ જરૂરી છે. તે
બીજું મુખ્ય કાર્ય તે પ્રતિની-ભંડારેની જાળવણી વગેરે. આમાં સમગ્ર શ્વેતામ્બર જૈન સંઘ અને તેના શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવા આગેવાનોએ અને વિદ્વાનોએ મળી કાંઈક તાકીદ કરવાની જરૂર છે. એનું કારણ નીચે મુજબ છે – - દેવશાને પાડાના કલ્પસૂત્રના ચોરાયેલાં પાનાં છડેચોક વેચાયાં છે. ક્યાંથી આવ્યાં એની વાત પણે ખૂબ ચાલે છે. તાજેતરમાં તાડપત્રનાં કેટલાંક સચિત્ર પાનાં અમેરિકાના એક મ્યુઝિયમમાં પહોંચ્યાં તેના
For Private And Personal Use Only