________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ક
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ડાયરીના છેલ્લા પાનારૂપ શ્રી લક્ષ્મણભાઈનું ઉપર સૂચવેલ છેલ્લું પોસ્ટકાર્ડ, રેલગાડીમાં બેસીને, પિતાની મજલ પૂરી કરીને, મારા હાથમાં આવે તે પહેલાં જ, રાત્રે સાડા નવના સુમ રે, મુંબઈથી અમારા મિત્ર શ્રી કેરા સાહેબના પુત્ર ભાઈ અશકે મને ટૂંકલિથી સમાચાર આપ્યા કે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા !
ન કલ્પી શકાય એવા આ સમાચાર હતા. એ સાંભળીને પળવાર તે અંતરને કળ ચડી ગઈ, ચિત્ત સૂનમૂન થઈ ગયું અને હદયમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. શરીરમાં અશક્તિ હોવાની વાત તે શ્રી લક્ષ્મણભાઈ વારંવાર લખતા રહેતા હતા, પૂજ્ય મહારાજશ્રીએ પણ પંન્યાસ શ્રી નેમવિજયજી મહારાજ ઉપરના છેલ્લા પત્રમાં અશક્તિ હોવાનું સૂચવ્યું હતું. એ વાત જ છેવટે સાચી પડી, અને મહારાજશ્રી સદાને માટે વિદાય થયા !
વિ. સં. ૨૦૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૧-૭૧ સોમવારના દિવસ; રાત્રિના ૮-પ૦ને સમય. મહારાજશ્રીએ પ્રતિક્રમણ કરીને સંથારાપારસી ભણવી લીધી; અને, જાણે પોતાને કાર્યકાળ પૂરો થયે હોય અને હમેશને માટે સંથારો કરવા (પોઢી જવા) માગતા હોય એમ, શ્રી લક્ષ્મણભાઈ સાથે વાત કરતાં કરતાં, બે-ચાર મિનિટમાં જ, તેઓ સ્વર્ગવાસી થઈ ગયા ! છેલ્લી પળે પૂરી સમાધિ, શાંતિ અને સ્વસ્થતામાં વીતી; ન કઈ વેદના કે ન કશી માયા-મમતા. વીતરાગના ધર્મના સાધક વીતરાગભાવ કેળવી જાણીને પોતાના જીવનને જિજવળ અને ધન્ય બનાવી ગયા ! ધન્ય મુનિરાજ !
પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજની ઈચ્છા મુજબ શ્રી લક્ષ્મણભાઈએ છેલ્લા કોગળમાં લખ્યું હતું કે—“અશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે ક્યાંક રહેવું પડશે”—એ વાણી આપણા માટે કેવી વસમી રીતે સાચી પડી ! ભવિતવ્યતાના ભેદ અને કુદરતના સંકેતને કોણ પામી શક્યું છે ? '
યુગદ્રષ્ટા આચાર્ય પ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના કાળધર્મ અંગે પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજે રાધનપુરનિવાસી મુંબઈમાં રહેતા ગુરુભક્ત શ્રી મણિલાલ ત્રિકમલાલ શાહ ઉપર, અમદાવાદથી, વિ. સં. ૨૦૧૦ના આસો સુદિ ૧૪ના રોજ લખેલ પત્રમાં લખ્યું હતું કે –“આવા મહાપુરુષો સ્વર્ગવાસી થાય ત્યારે હાથતાળી આપવા જેવું જ લાગે છે. પણ એવા પુરુષો માટેનું મરણ એવું જ હોવું ઘટે.” પરમપૂજ્ય મહારાજશ્રીએ લખેલા આ શબ્દો એમને પિતાને જ કેવા લાગુ પડે છે. આપણે જોતા રહ્યા અને તેઓ હાથતાળી આપીને ચૂપચાપ ચાલતા થયા!
પરમપૂજ્ય શ્રી આગમપ્રભાકરજી મહારાજ માટે તે, વધુ ઉચ્ચ સ્થાન માટેનું આ એક સ્થળાંતર માત્ર જ હતું; પણ આવા સમતા, સાધુતા અને સરળતાના સાક્ષાત અવતાર સમા અને જ્ઞાનજ્યોતિથી પોતાના અંતરને તથા પિતાની આસપાસના સૌ કોઈના અંતરને પ્રકાશમાન અને પ્રસન્ન કરી મૂકનાર સંત પુરુષના જવાથી આપણે કેટલા રંક બન્યા છીએ એને અંદાજ મેળવ શક્ય નથી.
પણ હવે તે એ જ્ઞાનતિનું સ્મરણ, વંદન અને યથાશક્તિ અનુસરણ કરવું એ જ આપણા હાથની વાત છે.
॥ नमो नमो नाणदिवायरस्स || [ મહારાજશ્રીને દીક્ષા લીધે સાઠ વર્ષ થયાં તે નિમિત્ત, વડોદરામાં ઉત્સવ થયો તે પ્રસંગે, “જ્ઞાનાંજલિ” ગ્રંથ પ્રકાશિત થર્યો હતો. આ ગ્રંથમાં મેં “પૂજ્ય આગમપ્રભાકારશ્રીની જીવનરેખા” નામે મહારાજશ્રીને કંઈક વિસ્તારથી પરિચય આપે હતો. એમાં ઠીક ઠીક સુધારા-વધારા કરીને તેમ જ નવું લખાણ પણ સારા પ્રમાણમાં ઉમેરીને આ લખાણ તૈયાર કર્યું છે. ૬, અમૂલ સોસાયટી, અમદાવાદ-૭; વિ. સં. ૨૦૨૯, ચૈત્ર વદિ ૮, ગુરુવાર, તા. ૨૬-૪-૧૯૭૩, -. દી. દેસાઈ)
For Private And Personal Use Only