________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૦૯ તા. ૨૮-પ-૭૧ ના અંતર્દેશીય પત્રમાં એમણે સમાચાર આપ્યા: “પ્રોસ્ટેટનું ઓપરેશન તરત નહીં'. કરવા પાછળ એ પણ કારણ છે કે મહારાજજી હજુ ચત્તા સૂઈ શકતા નથી અને બેસી પણ શકતા નથી, ચાર-પાંચ દિવસમાં બેસતા થઈ જશે તેવી ધારણા છે.”
તા. ૩૧-૫-૭૧ ના અંતર્દેશીય પત્રથી શ્રી લક્ષ્મણભાઈએ જણાવ્યું: “પૂ. મહારાજ સાહેબ શાતામાં છે. હવે દસ્ત એની મેળે થાય છે. એનીમાં આપવું પડતું નથી. આહાર પણ લઈ શકાય છે અને ઊંઘ પણ આવે છે. આજે પલંખી વાળીને પાંચ-દસ મિનિટ બેસાર્યા હતા. હવે તબિયત સારી છે”
આ સમાચાર કંઈક ચિંતાને દૂર કરે એવા સારા હતા.
વચમાં ક્યારેક અમારા મિત્ર શ્રી કાંતિભાઈ કારાના કાગળ કે ટૂંક કેલથી અથવા શ્રી લક્ષ્મણભાઈની ટપાલથી મહારાજશ્રીની તબિયતના જે સમાચાર મળતા રહ્યા, તે ઉપરથી સામાન્ય રીતે લાગ્યું કે હવે ખાસ ચિંતા કરવા જેવું નથી, અને તબિયત સુધરતી આવે છે.
તા. ૬-૬-૭૧ ના કાર્ડ માં એમણે સૂચવ્યું: “પૂજ્ય મહારાજ સાહેબ સુખ-શાતામાં છે. અને આપને ધર્મલાભ લખાવ્યા છે. પ્રોસ્ટેટ ગ્લેંડનું ઓપરેશન, શંકુતલા હાઈસ્કૂલ પાસે “બાચા નસીગ હેમમાં, ડે. મુકુંદભાઈ પરીખના હાથે, તા. ૮-૬-૭૧ મંગળવારે સવારે આઠ વાગે, કરવાનું નક્કી થયું છે. કોઈ જાતની ફિકર ચિંતા કરશે નહીં. સોમવારે સવારે અમે બાચામાં દાખલ થઈશું.” ( ૮ મી તારીખે ઓપરેશન થયાના સમાચાર શ્રી કાંતિભાઈ કેરાના ટૂકડેલથી અમને મળ્યા અને અમે કંઈક નિરાંત અનુભવી; હરસમસાનું ઓપરેશન તે આ પહેલાં જ શાંતિથી થઈ ગયું હતું.
આ તારીખે વડોદરા પૂજ્ય પંન્યાસ શ્રી નેમવિજયજી મહારાજને લખેલ કાર્ડમાં શ્રી લક્ષ્મણભાઈએ જણુવ્યું હતું : “પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબનું પ્રોસ્ટેટ ગ્લેંડનું ઓપરેશન સારી રીતે થયું છે. તબિયત સારી છે. કોઈ જાતની ફિકરચિતા કરશે નહીં.” - આ ઓપરેશન નવી પદ્ધતિથી એવી રીતે કરવામાં આવ્યું હતું કે જેથી સામાન્ય રીતે પ્રોસ્ટેટ ગ્લેંડના ઓપરેશનમાં નાનું અને મોટું એમ બે ઓપરેશન કરવા પડે છે તેના બદલે એક જ ઓપરેશનથી કામ પતે છે અને દર્દી વહેલે બેસતો-ફરતો હરતો થઈ જાય છે. ( ૧૦ મી જૂનના પોસ્ટકાર્ડ માં શ્રી લક્ષ્મણભાઈએ લખેલું : “પૂ. મહારાજ સાહેબની તબિયત સારી છે. આજથી મગનું પાણી અને એવી હળવી ચીજો આપવાનું શરૂ કર્યું છે. આજે ખુરશી ઉપર બેસાર્યા હતા. આવતી કાલે કેથેડ્રલ કહાડી નાંખવાની છે. કહાડ્યા પછી કુદરતી માત્રુ કેવું અને કેટલું આવે છે તે જોયા પછી સારા-ખોટાની ખબર પડે. અત્યારે તે કોઈ તકલીક નથી. ૪૮ કલાક ગેસની તકલીફ રહી. હવે સારું છે. અશક્તિ પુષ્કળ છે. અઠવાડિયામાં અહીંથી રજા મળશે એવી ધારણા છે.”
એમનું ૧રમીનું કાર્ડ કહેતું હતું : “પૂ. મહારાજ સાહેબને આજે કેથેડ્રલ કહાડી નાખી છે અને રૂમમાં ફરવાની છૂટ આપી છે. બેસવાની છૂટ તે પહેલે દિવસે જ આપી હતી. તેલ-મરચું-ખટાશ સિવાય ખાવા માટે પણ છૂટ છે. આજે રૂમમાં ફેરવ્યા હતા. અશક્તિ બહુ છે.”
આ છે મહારાજશ્રીની શરીરસ્થિતિની અને દાક્તરી સારવારની ડાયરી.
આ ડાયરીનું જાણે છેલ્લું પાનું લખતા હોય એમ, ૧૪મી જૂનનું કાર્ડમાં લખીને ટપાલમાં નાખ્યું, એમાં શ્રી લક્ષ્મણભાઈએ મને જણાવ્યું હતું કે–
પૂજ્ય મહારાજ સાહેબની તબિયત સારી છે. બે દિવસ ગેસની ટ્રબલ જોરદાર રહી. એક દવાને ડોઝ આપતાં પણ તકલીફ પડે તેવું થયું. આજે ઘણે ફાયદો છે. સવારે હોસ્પિટલમાં છેડા ચલાવ્યા પણ ખરા
For Private And Personal Use Only