________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટ]
શ્રી આત્માનંદ પ્રકાશ મહારાજશ્રીએ અનેકવિધ કાર્યો કરવા છતાં એમનું ચિત્ત સદા સમાધિની સાધના માટે જ જાગ્રત અને પ્રયત્નશીલ હતું; અને તેથી જ તેઓ આવી અસાધારણ સમતા અને શાંતિ અનુભવી શકતા હતા. આ
મુંબઈના ઘણું મહાનુભાવો મહારાજશ્રીની સેવા માટે તત્પર હતા. મહારાજશ્રીને કેન્દ્રમાં રાખીને રચાયેલ અમારા મિત્રમંડળમાંથી શ્રી કાંતિભાઈ કોરા, ખડા સૈનિક શ્રી લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક અને મહારાજશ્રીના આજીવન સેવક શ્રી માધાભાઈ મહારાજશ્રીની સેવામાં રહ્યા. અમારે નસીબે તે મુંબઈથી ટપાલ કે કૅલ મારફત મળતા સમાચારથી જ સંતોષ માનવાનું આવ્યું. આમ છતાં, એટલું યાદ આવે છે કે, શ્રી મહારાજને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ મેના છેલ્લા અઠવાડિયા દરમ્યાન અમારા મિત્ર શ્રી દલસુખભાઈ માલવણિયાને મુંબઈ જવાનું થયેલું, એટલે તેઓ સારવાર દરમ્યાન મહારાજશ્રીનાં દર્શન કરી શકેલા, તે
. મહારાજશ્રીને ઓપરેશન કરવામાં આવ્યું તેના થડા દિવસ બાદ મારા ઉપર ટપાલ લખતાં રહીને મહારાજશ્રીની તબિયતના નિયમિત સમાચાર આપતાં રહેવાનું પવિત્ર “સંજયકાર્ય ', અમારા નિષ્ઠાવાન સાથીઓમાંના એક, ભાઈ શ્રી લક્ષ્મણભાઈએ જે રીતે સંભાળ્યું, તે માટે હું એમને ખૂબ આભારી છું. ઓપરેશન પછીની મહારાજશ્રીની તબિયતને સમાચાર તેઓના જ શબદેમાં જાણીએ –
તા. રપ-પ-૭૧ ના કાર્ડમાં તેઓએ લખ્યું હતું : “ગઈ કાલે સવારે ૧૦ વાગે ટાટી (કેથેડ્રલ) કહાળ્યા પછી, ઘણુ મુસીબતે, તેલ-બે તલા માત્રુ આવતું હતું. સાંજે ૪ વાગતાં સુધીમાં તે પેડું ભરાઈ ગયું અને પાણ સુધ્ધાં પીવાનું બંધ થઈ ગયું. ટીકડી આપી, શેક કર્યો, પણ કશો ફરક ન પડ્યો. છેવટે સાંજે સાત વાગે ટોટી ફરીથી ચઢાવી અને ચઢાવતાં જ બે બાટલી માત્રુથી ભરાઈ ગયા. તે પછી રાત સારી ગઈ. અત્યારે ટેટી ચઢાવેલી છે. મસાનું ઓપરેશન કર્યું છે તે ભાગ હજુ રૂઝા નથી. ઝાડ એનીમા આપીને જ કરાવવો પડે છે. શરીરમાં અશક્તિ પણ ઘણું છે. આજે સાંજે ડોકટરના આવ્યા પછી ખબર પડે કે હવે આગળ શું કરવું ? મસાના ઓપરેશનવાળો ભાગ રૂઝાય નહીં ત્યાં સુધી પ્રેસ્ટેટ અંગે કશું નવું કરવાનું નથી.'
આ એક જ કાગળમાં ચિંતા કરાવે એવી ઘણી બાબતો હતી. તેમાંય અશક્તિ ઘણી હોવાનું લખ્યું તે ચિહ્ન શરીરની આંતરિક શક્તિને સારો એવો ઘસારો લાગ્યાનું સૂચવતી હતી; છતાં સ્વજન માટે કે સામાન્ય જન માટે પણ અનિષ્ટની કલ્પના કરવાનું કેન ગમે ? અમે સારાની આશામાં રાચતા રહ્યા . ' - તા. ૨૬-૫-૭૧ ના અંતર્દેશીય પત્રમાં તેઓએ લખેલું : “પૂ. મહારાજ સાહેબનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરવું પડશે તે ડેકટર પરીખને અભિપ્રાય છે . આ બધું કયાં કરવું, કોની પાસે કરવું વગેરે માટે હજુ ફાઈનલ નિર્ણય થયું નથી. એક વિચાર એ પણ છે કે ડે. કરંજીયાવાલા પાસે બે બે હોસ્પિટલમાં કરાવવું. આજે સાંજે અથવા આવતી કાલે આ બાબતને નિર્ણય થશે. સામાન્ય રીતે મહારાજશ્રી શાંતિમાં છે.”
તા. ૨૭-૫-૭૧ ના અંતર્દેશીય પત્રમાં તેઓએ જણાવ્યું: “ ગઈ કાલે પૂજ્ય મહારાજ સાહેબને એનીમા, એલીવ ઑઈલ તથા લેસેરીન આપેલ, પણ ઝાડો થયો નહીં. છેવટે ઘણી મહેનતે ગંઠાયેલ મળ નીકળ્યો અને પૂ. મહારાજ સાહેબ એકદમ ઢીલા થઈ ગયા, બપોરે ૩ વાગે ડાકટર પતરાવાલાને બોલાવવા પડ્યા. ઈજેકશન આપ્યું છતાં સાંજ સુધી ગભરામણ જેવું ચાલુ રહ્યું. તે પછી રાત શાંતિમાં ગઈ છે. ગઈકાલે બપોર પછી કશું જ વાપર્યું ન હતું...... અત્યારે અશક્તિ ઘણી છે. અને તે જ કારણે પ્રોસ્ટેટનું ઓપરેશન કરવાની ઉતાવળ થઈ શકતી નથી.”
આ કાગળ ઉપરથી જોઈ શકાય છે કે રોગ પ્રતીકાર કરવાનું શરીરબળ ધીમે ધીમે ઘટતું જતું હતું; અને હવે તો, જાણે શરીર રોગના ઉપચારને ગાંઠવા માંગતું ન હોય એમ, નવી નવી ફરિયાદ ઊભી થવા લાગી હતી, પણ આ સમગ્ર સ્થિતિનું તારણ આપણે ન કાઢી શક્યા !
For Private And Personal Use Only