________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[ ૩૭
કંઈ પરિણામ ન આવ્યું, તેથી તેએ પણ સચિત હતા. અને મહારાજશ્રીને તેા ફક્ત એટલાથી જ સંતાષ હતા કે તાવતરિયાની કે શરીરના કાઈ પણ ભાગમાં સહન થઈ ન શકે એવા દુ:ખાવાની વેદના ન થાય એટલે ખસ. ખાકી, શરીરની આળપપાળની બાબતમાં કે જીવન કે મૃત્યુની બાબતમાં તેએ, કાઈ યોગસિદ્ધ આત્માની જેમ, સાવ નિચ'ત, સમભાવી અને અલિપ્ત હતા. પણ બીજાઓને માટે આવી વાતના મૂક સાક્ષી બની ચૂપ બેસી રહેવુ એ શકય ન હતું. છેવટે ડો. પતરાવાળા, શ્રીયુત ફૂલચ`દભાઈ શામજી અને ખીજાઓએ ડૉ. મુક`દભાઈ પરીખની સલાહ લેવાનું નક્કી કર્યુ.
ડૉ. મુકુંદભાઈએ મહારાજશ્રીને તપાસ્યા. એમણે જોયુ કે પેલા હીમજીએ મહારાજશ્રીના હરસમસાનું જે આપરેશન કયુ` હતુ` તે સાવ ઉપર છલ્લુ` હતુ` અને દર્દના મૂળને સ્પર્શી સુધ્ધાં નહેતુ શકયુ'; પરિણામે લાઠીના સ્રાવને બંધ કરવામાં એ નિષ્ફળ ગયુ` હતુ`. એમણે હરસમસાનુ` ઑપરેશન તરત જ કરાવી લેવાની સલાહ આપી.
નિષ્ણાત, ભક્તિશીલ અને મહારાજશ્રીની તાસીરના જાણકાર શ્રી મુકુંદભાઈ જેવા ૐક્રકટરની સ્પષ્ટ સલાહ મળી ગઈ હતી, અને હવે બીજે કાઈ વિકલ્પ વિચારવામાં ચેડા પણ સમય ગુમાવવા પાલવે એમ ન હતા. એટલે તાત્કાલિક ઉપચાર શરૂ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ. મહારાજશ્રીએ સમ્મતિ આપી અને વૈશાખ વિદે ૧, તા. ૧૧-૫-૭૧ ના રાજ તેને ખમ્બે મૅડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા. અને એના બીજા દિવસે ડૉ. મુકુ’દભાઈ પરીખે હરસમસાનું ઑપરેશન કર્યું.
જે દિવસે આપરેશન થયુ' તે દિવસે પણ મહારાજશ્રી કેટલા સ્વસ્થ અને નિશ્ચિંત હતા, તે એમના પોતાના હાથે લખાયેલ એક પત્રથી પણ જાણી શકાય છે. આ પત્ર તેઓએ વિ, સ, ૨૦૨૭, વૈશાખ વિદ ૨, સુધવાર (તા. ૧૨-૫-૭૧)ના રાજ, હાસ્પિટલમાંથી, વડેાદરા પન્યાસજી મહારાજ શ્રી તેમવિજયજી મહારાજ ઉપર લખ્યા હતા. કદાચ મહારાજશ્રીના હાથે લખાયેલા આ પત્ર છેલ્લા હશે; અથવા છેલ્લા થાડાક પત્રોમાંને એક હશે. મહારાજશ્રીના પત્ર આ પ્રમાણે છે—
(6
મુ. વડાદરા, પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાન્ત્યાદિર્ગુણગણભડાર પરમગુરુદેવ પન્યાસજી મહારાજ શ્રી તેમવિજયજી મહારાજજી તથા શ્રી ૫. ચંદન વિ. મ. યોગ્ય સબહુમાન વંદના ૧૦૦૮ વાર. આપશ્રી સાતામાં ઇશે. હુક પણ સાતામાં છું. આપના પ્રતાપે લીલાલહેર છે. આપતા કૃપાપત્ર મળ્યા છે. ઘણા આનદ થયા છે. આપની કૃપાથી પરમ આનંદ છે.
r
“ વિ. આપશ્રીના શરીરના સમાચાર જાણ્યા છે. આપની આટલી વૃદ્ધાવસ્થામાં ખાદ્ય પીડા વધે જ ધે. હર્ષ સામાન્ય દવાથી જ જે થાય તે જ કરવાનું
66
વિ. પાંચ મહિનામાં ઘણા ઈલાજો કર્યા પણ મસામાંથી લેાહી આવવું બંધ ન થવાથી હવે આપરેશન કરાવવાનું નક્કી કર્યુ છે. ગઈ કાલે હેાસ્પિટલમાં આવ્યા છીએ. આજે નવ વાગે ઓપરેશન થવાનુ છે. કાઈ વાત ફિકર કરશેા નહી. હું દરેક રીતે સાતામાં છું. આપના પ્રતાપે સારુ થઈ જશે. આપરેશન કાઈ ભારે નથી. શરીરમાં અશક્તિ છે, પણ બીજી પીડા નથી. તાવ કે કાંઈ નથી. આપ સાતામાં રહેજો. કૃપા રાખજો. લી. સેવક પુણ્યની ૧૦૦૮ વાર વંદના ‘શી કપૂરશ્રીજી મ. વગેરેને, હસમુખ બહેન તથા રમણભાઈ વગેરેને સમાચાર કહેજો. ’’
("
"
આ કાગળ રવાના કરતાં પહેલાં પૂ. સાધ્વીજી શ્રી એકારશ્રીજીએ એમાં ઉમેર્યુ હતુ. કે—“ પ. પૂ. માગમપ્રભાકરશ્રીજી મ. નું ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. આપશ્રી સુખશાતામાં હશો. ત્રણ મસા નીકળ્યા છે તે જાણુશાજી ’’
For Private And Personal Use Only