SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિવિશેષાંક આચાર્ય ભગવાને (આચાર્ય શ્રી વિજલ્લભસૂરિજી મહારાજે) એક કાળ, શાસ્ત્રના એક અદેશને ધ્યાનમાં લઈને, સાખીઓના વ્યાખ્યાનને અને કપત્રના વાચનને નિષેધ કર્યો હતો. અને પછી, બદલાયેલી પરિસ્થિતિને અને લાભાલાલને તેમ જ સાધ્વીસમુદાયના વિકાસને વિચાર કરીને, તેઓએ પોતે જ એની પિતાના આઝાવતી સાધ્વસમુદાયને અનુમતિ આપી હતી. આ વાતનું મહત્વ સૌ કોઈએ આ દૃષ્ટિએ અવધારવું ઘટે. આચાર્ય મહારાજની સમયતા એવી વિવેકભરી અને જાગૃત હતી કે, જે એમને એમ લાગ્યું હેત કે, સાધ્વીવર્ગને આવી છૂટ આપવાથી શાસનને નુકસાન થવાને લાવે છે, તે આ છૂટને પાછી ખેંચી લેતાં તેઓ ખનયાત નહીં. પણ તેઓએ આવું કઈ પગલું ભર્યું ન હતું. એટલે આપણુ સાધ્વીસધને શ્રાવકસંઘની સમક્ષ પણ વ્યાખ્યાન આપવાની તેમ જ એને કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ તેઓએ આપી હતી તેથી એકંદરે જૈન સંધને લાભ જ થયું છે.” (“ બે મહત્વનાં પ્રવચને', ૫, ૭ ) ધર્મને અને ધાર્મિકતાને વ્યાપક દષ્ટિએ સમજવાની જરૂરનું સૂચન કરતાં મહારાજશ્રીએ કહ્યું છે કે – “આજે એ સમય આવી લાગે છે, જયારે ધર્મ માત્ર વ્યાપક રીતે મનુષ્યને એના જીવનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિત્ત મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ અને તે જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણા છત્રનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય, પિત પાતાના માનેલ. સંપ્રદાયની રીતિ પ્રમાણે, બાહ્ય ક્રિયાના વાઘા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તે મરી જ જશે. આજની આપણું સૌની જીવનચર્ચાને વિચાર કરવામાં આવે તે આપણને, કદાચ સાર્વત્રિક ન કહીએ તોપણ, આપણા મોટા ભાગની ધાર્મિકતા તે મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણ બીજું એ કેય નથી, પણ આપણે સૌએ સાંપ્રદાયિક અને સામુદાયિકતાના સંકુચિત અને અતિસંકુચિત કુવામાં પડીને આપણું વિજ્ઞાનવૃત્તિ અને સમભાવનાના વિશાળ તત્વને જીવનમાંથી ભુલાવી દીધું છે, એ છે.” (જ્ઞાનાંજલિ, આવી ધાર્મિકતાને સમજવા અને જીવનમાં ઉતારવા માટે મહારાજશ્રી સાસર્વદા પ્રયત્નશીલ રહેતા અને કોઈ પણ નિમિત્તે આત્મધનનું અપહરણ કરી જનાર તસ્કર અંદરથી જાગી ન શકે કે બહારથી પેસી ન જાય એ માટે નિરંતર જાગૃતિ રાખતા; એવું અપ્રમત્ત એમનું જીવન હતું. બાળક જેવી નિર્દોષતા તેઓને સહજસિદ્ધ હતી. મહારાજશ્રીની અંતર્મુખદ્રષ્ટિ અને ત્વનજાગૃતિને એક પ્રસંગ જાણવા જેવું છે : એક વાર મહારાજશ્રીને તાવ આવ્યો. તવ ઘણે આકરો અને અસહ્ય બની જાય એટલે વધારે હતી. મહારાજશ્રી બેચેન બનીને ક્યારેક બૂમ પાડી ઊઠતા. એક વાર તે એ બોલી કથા કે “ આપણું અધ્યાત્મ ખવાઈ ગયું! એ કેવું નબળું સમજવું !' હું એ વખતે હાજર હતા. મને થયું, જેમને પોતાના અધ્યાત્મની શક્તિ-અશક્તિને અટલે ખ્યાલ હોય એમનું અધ્યાત્મ નબળું કે ખવાઈ ગયેલું કેવી રીતે ગણું શકાય એ પ્રસંગ અંતરમાં કોતરાઈ ગયે. અંગત પરિચયની ડીક વાત મહારાજશ્રીનાં દર્શન પહેલવહેલાં ક્યારે કર્યા એ તો સ્પષ્ટપણે સાંભરતું નથી; વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મુનિસમેલન થયું તે વખતે, સંભવ છે, એમનાં દર્શન કરવાનો અવસર મળ્યો હોય. પણ એટલું બરાબર સાંભરે છે કે મુનિસંમેલને જે પટ્ટક તૈયાર કર્યો હતો, એનું મૂળ લખાણ મહારાજશ્રીના હસ્તાક્ષરમાં લખાયું હતું. અને એના ઉપર જ આઠ આચાર્યો અને એક મુનિવર, એમ નવ શ્રમણભગવંતોની તે સહી લેવામાં આવી હતી. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy