________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮]
શ્રી આત્માનંદ પ્રકાશ બન્યું હતું), નાના-મોટા ઉત્સવમાં પણ ભાગ લીધે હતા, અને જીવનમાં કંઈક નાનાં-મોટાં યશનામી કામે કર્યા હતાં, પણ એ બધું જ જળકમળની જેમ સાવ અલિપ્ત ભાવે ! એ માટે આભાવનું નામ નહીં.
નમ્રતા અને જ્ઞાની પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને તેઓ, વિ. સં. ૨૦૦૪ની સાલમાં, જૈન સંધના વીસમી સદીના દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ, આગમેદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને ખાસ વંદના કરવા અને શાતા પૂછવા સૂરત ગયા હતા–આચાર્ય મહારાજ ત્યારે માંદગીને બિછાને હતા. એ બને અગમવેત્તાઓનું મિલન જેએએ જેવું તેઓ ધન્ય બની ગયા.
કયારેક કેઈની સાથે નારાજ થવાને કે કેઈના પ્રત્યે કરવાને પ્રસંગ આવે તે પણ એવી લાગણી, જરાક પવને લાગતાં પાટી ઉપરથી રતી સરી પડે એમ, તરત જ એમના મન ઉપરથી દૂર થઈ જતી. કષાને ઘેરે રંગ કે આકરે ડંખ એમના ચિત્તને કચારેય કલુષિત કરી શકતો નહીં.
મહારાજશ્રીની કુણુશ તો જુઓ : વિ. સં. ૨૦૦૬ માં તેઓ જેસલમેર જઈ રહ્યા હતા. તે વખતે વરકાણમાં આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિષ્ટને મળવાનું થયું. એ એમનું આખરી વિલન હતું. એ વખતે આચાર્ય મહારાજની અખેનાં તેજ શમી ગયાં હતાં. મહારાજશ્રીએ સહજભાવે લાગણીભીના સ્વરે કહ્યું :
આપ તે સદા પ્રકાશમાન છો; આપનાં નેત્રોનું તેજ પાછું આવવું જોઈએ.’ એ વાતને ત્રણેક વર્ષ વીતી ગયાં. મુંબઈમાં ડોકટર ડગને આચાર્ય મહારાજની આ ઓપરેશન કર્યું; આંખેડનું શમી ગયેલું તેજ ફરી જાગી ઊઠયું. આ સમાચાર મહારાજશ્રીને એક પત્રથી અમદાવાદમાં મળ્યા. પત્ર વાંચીને અને એમાં આચાર્ય મહારાજના પિતાના અક્ષરો જોઈને મહારાજશ્રીનું હૈયું ગદ્ગદ થઈ ગયું. મહારાજશ્રીની અને હર્ષનાં આંસુ વહાવી રહી. પ્રસન્ન વૈરાગ્ય અને સંવેદનશીલ હૃદયનું જ આ પરિણામ !
અનેક દુઃખી-ગરીબ ભાઈઓ-બહેને તે મહારાજશ્રી પાસે આશ્વાસન અને સહાય મેળવવા આવતાં જ; પણુ સાધ્વી-સમુદાયને માટે તે તેઓ વિશાળ વક્ષા અને વત્સલ વડીલ જેવા હતા. પિતાના સમુદાયનાં સાધ્વીજીઓને જ એમની મમતાને લાભ મળતો એવું નથી. કોઈ પણ સમુદાય કે ગચ્છનાં સાધ્વીજીએ એમની પાસે સકાચ વગર જઈ શકતાં અને એમની પાસેથી દરેક જાતની સહાય મેળવી શકતાં, એટલું જ નહીં, પિતાની મૂંઝવણ, ભૂલ કે જરૂરિયાત વિશ્વાસપૂર્વક તેઓને કહી શકતાં. આવી બાબતમાં તેઓ સગર સમાં ગંભીર અને મેઘ સમાં ઉપકારી હતા. જેઓને મહારાજશ્રીના નજીકના પરિચયમાં આવવાને અવસર મળે છે, તે જાણે છે કે વધુ સારીઓના ધર્મપુત્ર, મોટાં સવીજીઓના ધર્મબંધુ અને નાની ઉંમરનાં સાધ્વીજીઓના ધર્મપિતા બનીને એમની દરેક રીતે સંભાળ રાખવી અને એમને પોતાને વિકાસ સાધવાનું પ્રોત્સાહન આપવું એ મહારાજશ્રીને માટે બહુ સહજ હતું. આવી કે બીજી કોઈ પણ બાબતમાં જ્ઞાનીપણાને. ભાર એમના મમતાભર્યા વ્યવહારની આડે ન આવી શકતે.
સાવી-સમુદાયના ઉત્કર્ષની વાત મહારાજશ્રીના હવે કેવી વસેલી હતી એ અંગે તેઓએ કહ્યું હતું કે
“પાટણ, માતર આદિમાં સાર્વ. મહારાની પ્રાચીન મૂર્તિ એનાં દર્શન થાય છે, કાાં આશ્ચર્ય તે છે. જ કે કઈ પણ એવી શાસનપ્રભાવિકા મહત્તરા, ગણિની કે સાધ્વીની જીવનકથ. આજે અણુ સામે નથી, એક રીતે જન વાડુમયમાં આ ખાતી જ છે. અસ્તુવર્તમાન યુગમાં અનેક સાધ્વીઓનાં નાનાં-મોટાં જીવનચરિત્રો લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૩૨)
વળી, આજ મુદ્દાને અનુલક્ષીને મહારાજશ્રીએ મુંબઈમાં, ભાયખલામાં, ઈ. રર-ર-૧૯૭૧ના રોજ
For Private And Personal Use Only