SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬] શ્રી આત્માનંદ પ્રકાશ આછા થાય એવા પ્રયત્ન તેઓ સતત કરતા રહેતા; એમની સમગ્ર જીવનસાધનાનું આ જ કેન્દ્ર હતું અને આ જ અમૃત હતું. પારકાની નિંદા-કૂથલીમાં તેઓ કયારેય પડતા નહી; અને સામાના નાના સરખા ગુણને પણ મેટા કરી જાણવાના એમના સહજ સ્વભાવ હતા. એમનું જીવન શીલ અને પ્રજ્ઞાના દિવ્ય તેજ અને વૈભવથી સમૃદ્ધ હતુ.. જ્ઞાનની જેમ ચારિત્રને પણ તેએ રસદ! પૂર્ણ યાગથી આવકારતા. સમભાવ એમના રામરામમાં વ્યાપેલા હતા. અને તેથી, પોતે અમુક ફ્રિકા અને અમુક ગહના હોવા છતાં, પોતાના સમુદાયની જેમ ખીજાના સમુદાયના, પેાતાના ગહની જેમ બીજાના ગચ્છન, પેાતાના ફિરકાની જેમ ખીન્નના ક્રિકાના અને પેાતાના ધર્મની જેમ ખીજાના ધર્મને હમેશાં આદર કરી શકતા; અને, મધમાખીની જેમ, જ્યાંથી સાર મળો શકે ત્યાંથી સાર ગ્રહણ કરી લેતા. વિ. સ. ૨૦૦૮નાં સાદડીમાં મળેલ સ્થાનકવાસી સાધુ સમેલનમાં મહારાજશ્રી પ્રત્યે જે આદર અને પ્રેમ બતાવવામાં આવેલા, તે તેએની આવી વિશાળ દૃષ્ટિને કારણે, એ પ્રસ`ગે મહારાજશ્રીના અને સ્થાનકવાસી શ્રમણુસમુદાયનાં સામસામેથી આવતાં સામૈયાં, બે નદીઓનાં નીરની જેમ, જે રીતે એકરૂપ બની ગયાં હતાં એ દશ્ય યાદ રહી જાય એવુ હતુ, તેને. આ સમભાવ, આવું ગુણાનુરાગી વલણું, આવી સત્યગ્રાહક મનોવૃત્તિ, પેાતાની તથા પોતાના પક્ષની ભૂલોને શૅધવા-સમજવા-સ્વીકારવાની તત્પરતા તેમ જં અપાર સહનશીલતા શ્વેતાં સહેજે આચાર્ય હિરભદ્રસૂરિતુ' સ્મરણ થઈ આવે છે. તે શાસ્ત્રોની અને શાસ્ત્રોને જાણવાના દાવા કરનાર વ્યક્તિની, એમ બન્નેની મર્યાદા સારી રીતે જાણુતા હતા. અને તેથી જ વખત આવે સમતાપૂર્વક કડવું સત્ય પણુ ઉચ્ચારી શકતા હતા. તેમના કથનમાં સચ્ચાઈના એવા રણકા રહેતા કે સામી વ્યક્તિ એના પ્રતીકાર કરવા ભાગ્યે જ પ્રેરાય. વિ. સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિસમ્મેલન વખતે ચાર મુનિની કમિટીમાં અને અંતે સમ્મેલનને સફળ બનાવવામાં તેઓ જે કંઈ નિર્ણાયક કામગીરી બજાવી શકળ્યા હતા, એમાં એમના આ ગુણુતા હિસ્સા નોંધપાત્ર હતા. આપણા શ્રમણુસંઘના જુદા જુદા સમુદાયા વચ્ચે જે વાડાબધી જેવુ થઈ ગયુ છે, તેનાથી મહારાજશ્રી સાવ અલિપ્ત હતા. અને કાઈ પણ સમુદાય, ગચ્છ કે ફિરકાના સાધુઓ પાસે જતાં એમને કયારેય ક્ષેાભ કે સકાચ થતેા નહીં”; તેમ એમની પાસે આવવામાં પણ કાઈ પણ સમુદાય, ગચ્છ કે ફ્રિકાના સભ્યી-સાધુઓને સકાચ ન થતા. એમના અતરનાં દ્વાર સૌને આવકારવા માટે સદા ખુલ્લાં જ રહેતાં. અને તેથી જ તેઐ ત્યાગ-વૈરાગ્યમય સયમજીવનના સાચા અને અપૂર્વ આનંદ અનુભવી શકતા. મહારાજશ્રી જુનવાણીપણાની મર્યાદા અને નવા વિચારની ઉપયોગિતા ખરાબર સમજી શકતા; છતાં રખે ને જ્ઞાનેન્દ્વાર અને જ્ઞાનસાધનાના પાતાના વ્રતકાર્યને ક્ષતિ પહેાંચે, એટલા માટે જુનવાણીપણાની સાથે સકળાઈ ગયેલા મોટા મેટા આડભરભર્યા મહેાત્સવાથી કે સુધારા માટેની જેહાદ જેવી ચળવળથી તેઓ સદા દૂર રહેતા; અને છતાં આ બતમાં એમના વિચારે સુસ્પષ્ટ હતા; અને અવસર આવ્યે તેઓ એને નિ યપણે વ્યક્ત પણ કરતા. તેને મન કાઈ કામ નાનુ કે નજીવું ન હતુ; કામ એ કામ જ છે...ભલે પછી દુનિયાની સ્થૂલ નજરે એ નાનુ હોય—અને કામની રીતે જ એ કામ કરવુ ોઈએ; એમાં ઉતાવળને અવકાશ ન જ હૈયું : આ દષ્ટિ મહારાજશ્રીની સમગ્ર પ્રવૃત્તિઓમાં પ્રસરી રહેતી. અને તેથી તે દરેક કામને ચીવટપૂર્વક કરવા વાયા હતા. પેાતાની જ્ઞાનસાધના અને જીવનસાધનામાં તેઆને જે વિરલ સફળતા મળી એમાં આ દૃષ્ટિના પણ ભાગ સમજવે. ઘટે. શિષ્યેત વધારવાના, નામના મેળવવાન! કે પદવી લેવાના બ્યામેહથી તે તદ્દન અલિપ્ત અને અળગા હતા. આચાર્યાં પદવી માટેની પાટણ શ્રીસ'ધની આગ્રહભરી વિનંતિના તેઓએ વિનમ્રતા તેમ જ દૃઢતાપૂર્ણાંક For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy