________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
કમ
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૨૫ આ શબ્દ લખાય ત્યારે તે એના ભાવી સંકેતને કેણુ પામી શકે એમ હતું? પણ બેએક વર્ષ પહેલાં, મહારાજશ્રીના કાળધર્મ બાદ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલએ સંસ્થાની આગમ-પ્રકાશનની
જનાને સારું રાખવાની જવાબદારી સ્વીકારવાની વિનતિ, જેના ઉપર મહારાજશ્રીએ ઉપર મુજબ પત્ર લખે. તે તે, મુનિવર્ય શ્રી જંબૂવિજયજી મહારાજને કરી અને મુનિ શ્રી વિજયજી મહારાજે એને ઉલ્લાસપૂર્વક સ્વીકાર કર્યો. અત્યારે તેઓ આ કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સૂચવ્યું એવું મુનિમંડળ, આ ક.મ માટે, શ્રી અંબૂ વિજ્યજી મહારાજને મળે તો કેવું સારું !
ઇતર ગ્રંથનું સંપાદન-પ્રકાશન–મહારાજશ્રીની જ્ઞાનભકિત અને સંશોધનકળાને લાભ કેવળ આગેમ-સાહિતકને જ મળ્યો હતો એમ માનવું બરાબર નથી; આગમ-સાહિત્ય સિવાયના બીજા અનેક નાનામોટા જન તેમ જ અજૈન શ્રેનું પણ તેઓએ સંશોધન-સંપાદન કર્યું હતું. (આ લેખને અંતે પુરવણ-૨ તરીકે મૂકવામાં આવેલી યાદી ઉપરથી મહારાજશ્રીએ સંપાદિત કરેલ ની માહિતી મળી શકશે.)
જ્ઞાનોપાસનાનું બહુમાન–મહારાજશ્રીએ, પિkiાની નિરભિમાન, બળ અને ઉદાર જ્ઞાનસાધનાને કારણે, દેશ-વિદેશની વિદ્યામાં જે ચાહના અને આદર મેળવ્યાં હતાં, તે ખરેખર વિરલ હતાં. નીચેની વિગતને મહારાજશ્રીની સામે પાસના તરફના બહુમાનના પ્રતીકરૂપ લેખી શકાય
(૧) કઈ જાતની ડિગ્રી નહીં હોવા છતાં મહારાજશ્રીને પીએચ. ડી. નાના મહાનિબંધને પરીક્ષક નીમવામાં આવ્યા હતા.
(૨) ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦ મું અધિવેશન, સને ૧૯પમાં, અમદાવાદમાં, મળ્યું ત્યારે ઈતિહાસપુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી.
(૩) ભાવ.ગરની શ્રી યશોવિજયજી જેન મધમાળાએ જેલ, વિ. સં. ૨૦૦૮ની સાલને શ્રી વિજ્યધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક મહારાજશ્રીને અર્પણ કરવામાં આવ્યે હતે.
(૪) વિ. સં. ૨૦૧૦માં વડોદરાના સંધે તેઓને આગમપ્રભાકર ની સાર્થક પદવી અર્પણ કરી હતી.
(૫) ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના, સને ૧૯૬૧માં, કાશ્મીરમાં મળેલ એકવીસમા અધિવેશનના પ્રાત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. . (૬) સને ૧૯૭૦માં અમેરિકાની ધી અમેરિકન ઓરિયેન્ટલ સોસાયટીના માનદ સભ્ય બનવાનું વિરલ બહુમાન મહારાજશ્રીને મળ્યું હતું.
(૭) વિ. સં. ૨૦૭માં, મુંબઈમાં, વરલીમાં થયેલી પ્રતિષ્ઠા વખતે, ચતુવિધ શ્રીસંધની હાજરીમાં, આચાર્ય શ્રી વિજયસમુસૂરિજી મહારાજે તેઓશ્રીને * 'બુતશીલારિધિ'ની યથાર્થ પદવી આપી હતી. .
મહારાજશ્રીની જીવનવ્યાપી નિબ વિદ્યાપ્રવૃત્તિ, પરગજુ અને પરગામી વિદ્વત્તા, 1.દ્ધારની અનેકવિધ સત્નતિ, આદર્શ સહૃદયા અને ગામ સાધુતાને જ આ હાર્દિક અંજલિ લેખવી જોઈએ. ધન્ય છે સાધુતા અને અન્ય એ વિદત્તા !
જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં ગુરુક જ્ઞાની કે પેથી પંડિત ન બની જવાય, અથવા તે વવશે વર્થિની જેમ વિદત્તા અને ધર્મ જુદાં પડીને હૃદયને રન બનાવી મૂકે, એની મહારાજશ્રી સતત ચિંતા અને જાગૃતિ રાખતા હતા અને ફર્મબંધ આછા થાય, ભવના ફેરા ઓછા થાય અને કલેશ-કથા પણ
For Private And Personal Use Only