________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંક
[ર વાત તેમને ગુણગ્રાહિતાને ગુણ છે. દેધદર્શન તેમનામાં નથી, જૈન પરંપરાના કેઈ પણ વિદ્વાન કે બીજી પરંપરાના વિદ્વાને પણ તેમને મળવા આવે છે. એમને એમની સાથેની ચર્ચા કરતા જોઈએ તે લાગે છે કે સામાની વાત જુએ ને સાચી હૈાય તો તેને સ્વીકાર કરે છે. મનનની પ્રામાણિક્તાની સાથે તેમનામાં વર્ષ છે. દષ્ટિની આ વિશાળતાથી તેમનામાં પ્રામાણિક્તા આવી છે.”
બધાં આગમસૂત્ર અને સમગ્ર આગમિક સાહિત્યની શુદ્ધ વાચનાઓ તૈયાર થાય એ મહારાજશ્નીની તીવ્ર ઝંખના હતી; આ કાર્યનું એમને મન જીવનકાર્ય જેટલું મહત્વ હતું. એટલે એની પાછળ પિતાનાં સમગ્ર સમય અને શકિતને ઉપયોગ કરવામાં તેઓ ક્યારેય સ કેચ કરતા ન હતા. જ્ઞાનભંડારો અને પ્રાચીન ગ્રંથના ઉદ્ધાર માટે તેઓ જે ઉલ્લાસથી કામ કરતા એની પાછળ તેમની એક દષ્ટિ એવી પણ હતી કે કદાચ ક્યાંકથી કાઈક આગમને લગતે વધારે પ્રાચીન કે નો ગ્રંથ મળી આવે, જેને આધારે ઉપલબ્ધ આગમના પાઠે વધુ શુદ્ધ કરી શકાય અથવા કેઈક અજ્ઞાત આગમિક ગ્રંથને પ્રકાશિત કરવાનું શક્ય બને. " શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ– પાટણમાં રહીને મહારાજથી આગળ-સંશોધનનું કાર્ય એકાગ્રતાથી કરી રહ્યા હતા, તે જોઈને પાટણના કેટલાક ભાવનાશીલ મહાનુભાના અંતરમાં તેઓને આ કાર્ય માટેની આર્થિક ચિંતાથી મુક્ત કરવાને સુવિચાર આવ્યું. એમાંથી પાટણમાં વિ. સં. ૨૦૦૧માં શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ’ નામે એક સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થા પાસે ફંડ પણું સારું ભેગું થયું હતું, પણ થોડા વખત પછી જ, આ સંસ્થાના મુખ્ય કાર્યવાહીની મહારાજશ્રીના કાર્ય પ્રત્યેની શ્રદ્ધામાં, ગમે તે કારણે, એટ આવી; અને મહારાજશ્રીએ સોધિત કરેલ આગમ-સાહિત્યને મુદ્રિત કરવાનું કામ અટકી પડવું'! પિતાને ધર્મના–ધર્મશ્રદ્ધાના રખેવાળ પુરવાર કરવાની અંધશ્રદ્ધાથી ઘેરાયેલા વધારે પડતા ઉત્સાહમાં જે આ મહાનુભાએ મહારાજશ્રીના કાર્યમાં અશ્રદ્ધા-અવિશ્વાસ જમાવીને એ પવિત્ર કાર્ય સ્થગિત થઈ જાય એવી મોટી ભૂલ કરવાને બદલે મહારાજશ્રીની હત્યપ્રિયતા, સાધુતા અને વિડત ઉપર વિશ્વાસ રાખીને આ કાર્યને આગળ વધવા દીધું હેત તે મહારાજશ્રીની હયાતીમાં અને તેઓના પિતાના જ હાથે આગમન પચાગીના કેટલા બધા ગ્રંથ કેવા આદર્શ રૂપમાં પ્રગટ થઈ શક્યા કેત ! પણ જ્યાં આવા મહાન પુણ્યકાર્યના સાથી બનવાનું ભાગ્ય-વિધાન જ ન હોય, અને સારા કામમાં અંતરાયરૂપ જ બનવાને નિમિત્તયોગ હાય, ત્યાં આવી ધર્મબુદ્ધિ જાગે પણ શી રીતે? અને ૧૮-૨૦ વર્ષ બાદ, મેડે મોડે, જ્યારે એમનામાં આવી સદ્દબુદ્ધિ જાગી અને, વિ. સં. ૧૯રપમાં, આ મહાનુભાએ “છી જિનાગમ પ્રકાશિની સંસદમાં આગમન પ્રકાશન માટે ભેગી થયેલી રકમ મહારાજશ્રી દ્વારા સંપાતિ-સંશોધિત થતાં મૂળ આગમસૂત્રોના પ્રકાશનમુશુ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પણ ત્યારે એ કાર્યવાહકેને મનનો ભાર લે છે કે હાય, પણ એમાં એટલું બધું મેવું થયું હતું કે આ સહાયતાથી પિતાના આગમ-સંશોધનના કાર્યને વેગ મળે તે પહેલાં, બે વર્ષ બાદ જ, મહારાજશ્રી સ્વર્ગે સિધાવી ગયા ! કાનના કાચા અને શ્રદ્ધાના પિયા કાર્યકરે પોતાના હાથે જ ધર્મશાસનને કેટલું મોટું નુકસાન કરી બેસે છે, અને સેંકડો વર્ષ સુધી ઉપકારક બની શકનાર શકવતી પ્રવૃત્તિને કે લક લગાવી દે છે, એને આ ઊંધ ઉડાડી મૂકે એવો દાખલે છે. પૈસા પડી રહ્યા, બીજા પણ મળી રહેશે, બીજી બીજી સગવડ અને સામગ્રી પણ આવી મળશે પણું પુણ્યચરિત પુણ્યવિજયજી કયાંથી મળવાના હતા ! આગમ-સંશોધન અંગની એમની સૂઝ, શક્તિ અને ભક્તિ હવે ક્યાં મળવાની હતી ? અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને અંધભક્તિમાં આપણે ખેટ કે સેદે કરી બેઠા !
પણ પુણ્યવિજ્યજી મહારાજને, રોગની સાધના કર્યા વગર જ, યોગની સિદ્ધિની સહજ બક્ષિસ મળી હતી. એટલે ગમે તેવા કપરા અને પ્રતિકૂળ સંજોગોમાં પણ તેઓ સ્વરથ, શાંત અને સ્થિર રહી શકતા હતા. એટલે જિનાગમ પ્રકાશિની સંસદના મુખ્ય કાર્યકરોના આવા દુઃખ વલણ અંગે શેર કે અફસે
For Private And Personal Use Only