SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ આપવાના ઉદ્દેશથી રચાયેલ નિયુક્તિ, ભાષ્ય, ચુર્ણિ અને કાકા-વૃત્તિને આગમ પંચાંગી તરીકે ઓળખવામાં આવે છે. મહારાજશ્રી બધાં આગમસૂત્ર અને સમગ્ર આમિક સાહિત્યના નિષ્ણાત જ્ઞાતા તથા અસાધારણ સંશોધક હતા; તેમ જ તેઓની આગમભકિત પણ અસાધારણ હતી. મૂળ આગમે તેમ જ આમિક સાહિત્યને સમજવાનું તેમ જ શુદ્ધ કરવાનું મહારાજશ્રીનું સિદ્ધહસ્તપણું જોઈને તે એમ જ લાગે કે એ તેઓની જન્મ-જન્માંતરની જ્ઞાનસાધનાનું જ ફળ હોઈ શકે. તત્વજિજ્ઞાસુઓ અને અભ્યાસીઓને સમગ્ર આમિક સાહિત્ય મુનિ ઉ૫માં સુલભ કરી આપવાનું, શ્રી દેવ’િ ગણિ ક્ષમાશમણુના જેવું જ, પાયાનું મહાન સંશોધનકાર્ય આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે કર્યું અને તેઓ સાચા અર્થમાં “અગિદ્ધારક' કહેવાયા. આગમ સંશોધનના આ કાર્યમાં જે કંઈ અશુદ્ધિઓ કે ખામીઓ રહી ગઈ તેને દૂર કરવાનું તેમ જ બાકી રહેલ આગમિક સાહિત્યને સંશોધિત કે મુદ્રિત કરવાનું યુગકાર્ય કરવાને કાગ જાણે મુનિ શ્રી પુણ્યવિજયજીએ પૂરા કરવાનો હતો. અને છેલ્લાં ચાલીસ-પિસ્તાલીસ વર્ષ સુધી આ કાર્ય કરતાં રહીને તેઓએ આગમ-સંશોધનનું કેટલું વિરાટે કાર્ય કર્યું હતું એને ખ્યાલ તો તેઓને હાથે મુદિત થયેલ, તેમ જ સંશોધન-સંપાદનની વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ થયા પછી પણ મુદ્રિત થવા બાકી રહેલ, સંખ્યાબંધ નાના-મોટા ગ્રથને જેવાથી જ આવી શકે. તેઓનું અગમ-પ્રભાકર” બિરુદ કેટલું બધું સાર્થક હતું ! જે કંઈ ગ્રંથ તેઓના હાથે સંધિત-સંપાદિત થત એને જાણે પ્રામાણિકતાની મહેરછાપ મળી જતી. તેઓના સંપાદનની વિશેષતાને અંજલિ આપતાં, જેન આગમના અભ્યાસ અને સંશોધક, વિખ્યાત જર્મને વિદ્વાન . વાઢેર શુબ્રિગે યોગ્ય જ કહ્યું છે કે – “તેઓએ સંપાદિત કરેલ હક૯૫માધ્યની કીર્તિમંદિર સમી આવૃત્તિને નિદેશ હું અહીં કરવા ઇચ્છું છું. ભારતમાં જેઓ અત્યાર સુધી સંશોધિત નહીં થયેલ ચંને પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા છે, તે સર્વને માટે આ આવૃત્તિ એક નમૂનાની ગરજ સારે એવી છે. - મહારાજશ્રીના સંશોધન કાર્યની પ્રામાણિકતાને બિરદાવતાં અને એ પ્રામાકિતા તેમાં કેવી રીતે આવી તે સમજાવતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આગમ પ્રકાશન સમારોહ પ્રસંગે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૬૪ના રોજ કહ્યું હતું કે– પૂજ્ય પુણ્યવિજયજીએ આ કામમાં (અગમ-સંશોધનના કામમાં) આખી જિંદગી ખચી છે. તેમની પાસે દષ્ટિ છે. એમ તે છેલ્લાં ચાલીસ વર્ષથી પણ સાધુએ આવું કામ કરી રહ્યા છે એ હું જાણું છું. પણ પૂજ્ય પુણ્યવિજયે મારા સ્નેહી-મિત્ર છે એટલા માટે નહિં પણ તટસ્થ ભાવે હું આ કહું છું કે તેમના નામ સાથે પ્રામાણિક્તા સંકળાયેલી છે. કોઈ પણ પુસ્તક બહાર પડે અને સર ચૂકથી કાઈ તેમનું નામ છાપે અને લેફાને ખબર પડે કે આ પુસ્તક પુણ્યવિજયજીનું છે, તે લેકે માને છે કે આ પુસ્તક સામાન્ય નથી. તેમણે જેટલા પુસ્તક ભંડારો ને સંગ્રહ જોયા છે, તેટલા ઘણુ ઓછાએ જોયા હશે. તેમની દૃષ્ટિમાં ઉદારતા રહી છે, તેમની દૃષ્ટિ પથથી પર છે. મારે ને એમને ૫૦ વર્ષ પહેલાંના સમયથી સંબંધ છે. નાની વયથી આજ સુધી જેમ સમય પસાર થતે તેમ તેમની દૃષ્ટિને વિકાસ થતો ગયે, તેમને સાંપ્રદાયિક બંધન નથી ખપતાં, ગરછ-પરંપરાને આગ્રહ નથી. આથી તેમના સંપાદનમાં પ્રામાણિક્તા રહી છે. બીજી "I should like to mention his monumental edition of Behatkalpabhasya which can serve as a model to all those in his country who are preparing the publication of works hitherto unedited." -- જ્ઞાનાંજલિ, અભિવાદન વિભાગ, પૂર 1, For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy