SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક આબાદ બચાવી લીધા ! આટલે ઊંચેથી પડવા છતાં એમને ખાસ કાંઈ વાગ્યું નહીં; અને તે પછી તે સાતેક માઈલ જેટલે લાંબે વિહાર કરીને તેઓ પોતાના સ્થાને પહોંચ્યા ! રામનાં કેવાં અભુત રખવાળાં! મહારાજબી કહેતા, હું ગૌતમસ્વામીનું નામ લઈ વિહાર કરું છું એટલે ઉપદ્રવોમાંથી બચી જવાય છે. ગૌતમસ્વામી ઉપર તેઓને ખૂબ આસ્થા હતી, અને કોઈ પણ કામની શરૂઆત તેઓ ગૌતમસ્વામીનું સ્મરણ કરીને જ કરતા. (૩) જેલમેરના ભંડારોના ઉદ્ધાર દરમ્યાન ત્યાંની તાડપત્રીય પ્રતાની માઈક્રાફિલ્મ લેવરાવવાના કામ માટે શ્રી ફતેહુચંદ બેલાણીને અવારનવાર દિલી જવાનું થતું. આ દરમ્યાને રાષ્ટ્રપતિ બાબૂ રાજેન્દ્રપ્રસાદજીનું યાન આવી અમૂલ સાહિત્યરદ્ધિ તરફ અને ખાસ કરીને અહિંસાના પૈગંબર લગવાન મહાવીરની ધમવાણી જે ભાષામાં સચવાઈ છે, તે પ્રાકૃત ભાષાના ગ્રંથો પ્રગટ કરવા તરફ ગયું. એને લીધે છેવટે “પ્રાકૃત ટેસ્ટ સાયટી” નામની, પ્રાકૃત-અર્ધમાગધી ભાવામાં સ્થાયેલ સાહિત્યનું પ્રકાશન કરવાના ધ્યેયને વરેલી સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થાએ અર્ધમાગથી ભાષાના સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથે પ્રકાશિત કરીને દેશ-વિદેશના વિકાસમાં સારી નામના મેળવી છે, - પ્રાચીન ગ્રંથો અને એના લડારેની જાળવણી કેવી રીતે કરવી એ બાબતમાં મહારાજજી નિષ્ણાત હતા, એટલે એમના હાથે જે જે ભંડારોનો ઉદ્ધાર થવા પામ્યુ તે ચિરકાળ માટે સુરક્ષિત બની ગયા. વળી, આવા ભંડારને વિદ્વાન સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી ગોઠવણ પણ જ્યાં શક્ય હેાય ત્યાં કરવાનું તેઓ ચૂકતા નથી. આ એમના જ્ઞાનભંડારોના ઉદ્ધારની બીજી વિશિષ્ટતા હતી. જ્ઞાનમંદિરની સ્થાપના-દાદાગુરુ અને ગુરઇના પ્રયાસથી એ બંનેની જન્મભૂમિ વડોદરા અને છાણીમાં સમૃદ્ધ જ્ઞાનભંડારાની સ્થાપન. છેક પણે અને પચાસેક વર્ષ પહેલાં થઈ હતી. ઉપરાંત, તેઓના મહારાજશ્રીના તેમ જ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભરિજી મહારાજના સંયુક્ત પ્રયાસથી પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જે જ્ઞાનમંદિર નામે શાનદાર ગ્રંથભંડારની સ્થાપના થઈ હતી. અને તેનું ઉદ્દઘાટન, વિ. . ૧૯૯૫માં, શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે થયું હતું. આને લીધે વિદ્વાન અને અભ્યાસીઓ માટે પાટણમાં એક વિદ્યાની પર શરૂ થઈ છે, એમ કહેવું જોઈએ. - આ બધા ઉપર સુવર્ણકાશ ચડાવ્ય જેનપુરી અમદાવાદ. જ્ઞાનતપસ્વી મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ શ્રાભક્તિ અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની ઉદારતાના સંગમને તીરે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની સ્થાપના વિ. સં. ૨૦૧૩ના વિજ્યાદશમીને શુભ દિવસે થઈ. મહારાજશ્રીએ પિતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારે મૂલ્યવાન મને, અમૂલ્ય ખજાને એ સંસ્થાને ભેટ આપી દીધું હતું. ઉપરાંત, તેઓશ્રીની ભાવના મુજબ, તેઓના સ્વર્ગવાસ બાદ, તેઓશ્રીને કળાને સંગ્રહ પણ આ રસ્થાને ભેટ મળી ગયો છે. આ સંગ્રહમાંની કળાસામગ્રી વિવિધ પ્રકારની, વિપુલ અને જેનું મૂલ્ય ન આંકી શકાય એવી છે. આ સામગ્રીની સમૃદ્ધિને ખ્યાલ તે એનાં દર્શન કરવાથી જ આવી શકે. કા.ને આ ભંડાર મહારાજશ્રીની નિઃસ્પૃહતા, અનાસક્તિ અને લેડે પકારની વૃત્તિની કીત ગાથા હંમેશાં સંભળાવતા રહેશે. સમયના વહેવા સાથે આ સંસ્થા, પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાના કુશળ અને ઉદાર સંચાલન નીચે, ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહી છે. ગુજરાતને ગૌરવ સમી આ સંસ્થા જૈન વિદા અને ભારતીય વિદ્યાની દેશ-વિદેશના વિદ્યાર્થી એ, વિદ્વાને, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું ધાત્રાધામ બની રહેલ છે. આ સંસ્થા તરફથી પ્રગટ થયેલ ચાલીસ જેટલાં પ્રાચીન ગ્રંથ તથા જ્ઞાનભંડારની સૂચીઓને લીધે દેશ-વિદેશમાં આ સંસ્થા વિરોષ નામાંકિત થઈ છે. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy