________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬]
શ્રી આત્માનંદ પ્રકાશ મહારાજશ્રીના અંતરમાં એક બીજી ઝંખના પણ રમી રહી હતી, એને નિર્દેશ પણ અહીં જ કર પ્રસંગચિત છે. મહારાજશ્રીના મારા હતા કે મૂળ આગમસૂત્રોની જે સુસંપાદિત-શુદ્ધ આવૃત્તિઓ તૈયાર થાય એના આધારે એક આગમમંદિરની રચના કરવામાં આવે. મહારાજશ્રીના મનોરથની સફળતામાં આપણને બેવડે લાભ થવાને હેતે ઃ એક તે બધાં આગમસૂત્રોની સુસંધિત-વિશુદ્ધ આવૃત્તિઓ પ્રગટ થવાને લીધે એ બધા ધર્મગ્રંથ સદાને માટે સુવ્યવસ્થિત બની જાય અને બીજો લાભ તે આવું આગમદિર ઊભું થાય તે. પણ હવે તે આવા ઉમદા મનોરથે સેવનાર પોતે જ આપણાથી સદાને માટે વિદાય થયા, એ દુઃખ કોને કહેવું!
કળાની પરખ-પ્રાચીન પ્રતા અને ગ્રંથભંડારોના સંરક્ષણની કળાની વિશિષ્ટ જાણકારીની સાથે સાથે પ્રતને અને ગ્રંથસ્થ તેમ જ અન્ય ચિત્રસામગ્રી કે પ્રાચીન કળામય વસ્તુઓને પારખવાની મહારાજશ્રીની શક્તિ પણું અદ્દભુત હતી. ઉપરાંત, કઈ પ્રતનું, કઈ દષ્ટિએ, શું મૂલ્યાંકન કરી શકાય, એની પણ તેઓ સ્પષ્ટ સમજ ધરાવતા હતા. આવી વિરલ કળાસામગ્રી જાણે આપમેળે જ પોતાની કથા મહારાજશ્રીને કહી સંભળાવતી !
વિદ્વાનોને સહકાર–આ બધા ઉપરાંત મહારાજશ્રીની સૌથી ચડિયાતી અને અતિવિરલ કહી શકાય એવી વિશિષ્ટતા હતી વિદ્વાને અને વિદ્યાના ખપીઓને જરૂરી બધી સહાય આપવાની તત્પરતા. જેમને છાપેલ પુસ્તકે, હસ્તલિખિત પ્રતે, એની માઈક્રોફિલ્મ કે ફટાસ્ટેટ કોપી વગેરે જોઈએ તેને તે વસ્તુ તે તેઓ તરત જ સુલભ કરી આપતા, એટલું જ નહીં, કોઈ તેઓએ પોતે કરેલ કે બીજા પાસે કરાવેલ અને બીજી પ્રતાને આધારે સુધારેલ કોઈ પ્રાચીન ગ્રંથની તૈયાર પ્રેસપીની માગણી કરે છે તે પણ તેઓ જરાય ખમચાયા વિના પૂર્ણ ઉદારતાથી આપી દેતા; અને એમ કરીને પોતે કેઈના ઉપર અહેસાન કર્યું હોય એ ભાવ ન તે જાતે અનુભવતા કે ન તે બીજાને એવો ભાવ દેખાવા દેતા, કોઈનું પણ કામ કરી આપવાની પરગજુ વૃત્તિ જાણે એમના જીવન સાથે સહજપણે વણાઈ ગઈ હતી.
એક વાર મારા મિત્ર શ્રી દલસુખભાઈ માલવણિયાએ બનારસના કેઈ વિદ્વાનને સ્યાદ્વાદરતનાકરના બધા ભાગેની જરૂર હોવાની અને પૈસા ખરચવા છતાં પણ બજારમાંથી એ નહીં મળતા હોવાની સહજપણે વાત કરી. મહારાજશ્રીએ તરત જ કબાટ ઉધાડીને એ પુસ્તકના બધા ભાગ દલસુખભાઈને આપ્યા અને એ વિદ્વાનને મોકલી આપવા સૂચવ્યું; અને વધારામાં ઉમેર્યું કે એ એનો ઉપયોગ કરશે, એ પણ લાભ જ છે ને ! આપણે તો વળી ગમે ત્યાંથી મેળવી લઈશું. શોધવા ઈછીએ તે આવા તે સંખ્યાબંધ પ્રસંગે મહારાજશ્રીના જીવનમાંથી સાંપડી શકે. આને સાર એ છે કે જ્ઞાનધારમાં અને જ્ઞાનપ્રસરમાં તેઓશ્રીને એ જીવંત રસ હતું કે એ કામ તેઓ પોતે કરે કે બીજા કરે, એ એમને મન સરખું હતું. અને બીજાને એની જ્ઞાનોપાસનામાં બધી સગવડ મળી રહે એની તેઓ પૂરી ચિંતા રાખતા. તે ગમે તેવા ગંભીર કામમાં એકામ થયા છે, પણ કોઈ જિજ્ઞાસુ આવે તો તેઓ લેશ પણ કૃપણુતા કર્યા વગર આવનારને બરોબર સંતોષ થાય એ રીતે પૂરેપૂરો સમય આપત. અને એમને કોઈ બાબતમાં જરાક પ્રશ્ન પૂછીએ તે એમની શતમુખે પાંગરેલી વિદ્યાપ્રતિભાનાં તરત જ દર્શન થતાં. એમનું બહુશ્રુતપણું કે શાસ્ત્રપારગામી પણ જોઈને કાઈ પણ આશ્ચર્યમુગ્ધ થયા વગર ન રહેતા. | વિનમ્ર વિદ્વત્તા–મહારાજશ્રી અનેક વિષયેના પારગામી વિદ્વાન હોવા છતાં તેઓ ક્યારેય પિતાની પંડિતાઈ કે વાક્ચાતુરીથી બીજાને આંજી નાખવાનો પ્રયત્ન ન કરતા. અંતરમાંથી વહેતી એમની સહજ સરળ વાણી જાણે સામી વ્યક્તિને વશ કરી લેતી. વિ.સં ૧૯૨૪માં શ્રી મહાવીર જન વિદ્યાલયના સુવર્ણ મહત્સવ પ્રસંગે આગમ પ્રકાશન યોજનાના પહેલા ગ્રંથ નદિ-અનુગાર સૂત્રનું અમદાવાદમાં પ્રકાશન થયું તે વખતે (તા. ૨૬-૨-૧૯૬૮ના રોજ) એમણે ઉચ્ચારેલા આ ઉદ્ગારે તેઓની વિનમ્રતા, કૃતજ્ઞતા, ગુણગ્રાહક દૃષ્ટિ, પોતાની ભૂલને જોવા-સ્વીકારવાની સહેજ સરળતા અને સત્યપ્રિયતાની સાક્ષી પૂરે એવા છે;
For Private And Personal Use Only