________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪]
શ્રી આત્માન ંદ પ્રકાશ
પ્રતિઓના નિષ્ણાત પાર અને ઉદ્ધારક—પ્રાચીન ઈ શીહું હસ્તપ્રતા તો જાણે મહારાજશ્રીના હાથમાં આવતાં જ પાતાની આપવીતી કહેવા લાગતી ! પ્રત નાની હોય કે માટી, સુરક્ષિત ક્રાય કે અણુ અધૂરી હાય કે પૂરી—દરેકેદરેક પ્રતિનું મહારાજશ્રી પૂર્ણ ધ્યાનથી અવલોકન કરતા; અને, કાઈ ધરી જેટલી ચીવટથી હીરાની પારખ કરે એટલી ચીવટથ., એનું મૂલ્યાંકન કરતા. મહારાજશ્રી ગ્રંથલેખનની અને ગ્રંથાની સાચવણીની પ્રાચીત તેમ જ અર્વાચીન પદ્ધતિ તથા સામગ્રીથી તેમ જ આધુનિક વૈજ્ઞાનિક સાધનોથી પૂછું પરિચિત હાવાને કારણે કયા ઋણું ગ્રંથના પુનરુદ્ધાર માટે કવી માવજત કરવાની જરૂર છે તે તે બરાબર જાણતા હતા. પ્રાચીન ગ્રંથાના એકસરખા માપનાં સેમ્પમેળ થઈ ગયેલા પાનાઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથાના ટુકડાઓમાંથી આખા કે અધૂરા પ્રથાને તૈયાર કરી આપવાની મહારાજશ્રીની સૂઝ અને નિપુણુતા ખરેખર અસાધારણ અને હેરત પમાડે એવી હતી. ચેટીને રોટલા થઈ ગયેલી કંઇક પ્રતા એમના હાથે નવજીવન પામી હતી. પ્રતિના ઉદ્ધારના તેઓના આ કાર્યમાં માઈક્રોફિલ્મ, ફાટાસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાના પણ સમાવેશ થતા. મતલબ કે જે રીતે અને તે રીતે તેઓ પ્રાચીન પ્રાને સુરક્ષિત બનાવવાનું કાર્યો કરતા જ રહેતા.
ગ્રંથભંડાોના ઉદ્ધાર્—મહારાજશ્રી તથ. એનના ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળાને લીંબડી, પાટણ, ખમાર, વડોદરા, ભાવનગર, પાલીતાણા, અમદાવાદ, જેસલમેર, બિકાનેર, જોધપુર ઉપરાં! ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથસડારાને તપાસી, અમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદી તૈયાર કરી આપી હતી અને કેટલાકની સવિસ્તર સૂચિને મુદ્રિત પણ કરાવી આપી હતી. વળી, કાંક કાંક તા રેપરા, બધનો, ડાબડા કે પેટીએ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી કેટલાય પ્રાચીન ગ્રંથભંડારાને નામશેષ થતા બચાવી લીધા હતા. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી અને જે કષ્ટસાધ્ય વિહારા કર્યા, તે ખીના શ્રુતરક્ષાના ઇતિહાસમાં સાનેરી અક્ષરે અકિત થઈ રહે એવી છે. તેમાંય જેસલમેરના ભંડારાની સાચવણી માટે સેળ-સે મહિના સુધી તેઓએ જે તપ કર્યું હતું અને કષ્ટ ઉઠાવ્યું હતું, એના ઇતિહાસ તા જેવા પ્રેરક છે એવા જ રોમાંચક છે. આ કાર્યમાં જેમ અનેક મુશ્કેલીઓ આવી તેમ એમાં સહાય પણ આપમેળે આવી મળ્યા હતા.
જેસલમેરના ભંડારના ઉદ્ઘારના અનુસધાનમાં ત્રણ બાબતો વિશેષ નોંધપાત્ર બની તેનો નિર્દેશ અર્જુ કરવા પ્રસગે:ચિત લેખાશે :
(૧) વિ. સં. ૨૦૦૬ના કારતક વદ સાતમે મહારાજશ્રીએ જેસલમેર માટે વિહાર કર્યો. એ વખતે શે શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ મહારાજશ્રીને સાબરમતીમાં મળેલા. તે પછી મહારાજશ્રી જેસલમેરમાં કામ કરતા હતા ત્યારે તે જેસલમેર જઈને ચારેક દિવસ ત્યાં રોકાયા હતા અને મહારાજશ્રી દ્વારા થઈ રહેલ કામને પ્રત્યક્ષ જોયું હતું. ઉપરાંત, કયારેક તેને પાટણ જવાનું થતાં ત્યાંના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરનુ એમણે નિરીક્ષણ કર્યું હતું, આ બધાંને લીધે એમના મનમાં જ્ઞાનભંડારાના રક્ષણ અને ભારતીય સંસ્કૃતિ તથા જૈન સંસ્કૃતિના અધ્યયન માટે કઈક નક્કર કામ કરવાની ભાવનાનાં બીજ રોપાયાં. એનું પરિણામ અંતે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નામે વિખ્યાન સંસ્થાની સ્થાપનારૂપે આવ્યું.
(૨) જેસલમરના વિહાર માટે મહારાજશ્રી અમદાવાદ થઈને પાટણ જઈ રહ્યા હતા. એક દિવસ વહેલી સવાર રણુ જથી તેએએ રેલના પાટે પાર્ટી વિહાર શરૂ કર્યા. પૂર. પ્રકાશના અભાવે એવું ગરનાળાને ન જોયુ. અને તેઓ ગરનાળાથી ૧૫-૧૭ ફૂટ નીચે પડી ગયા. પણ જે શક્તિએ બચપણમાં આગથી અને મોટી ઉમરે સંધરણી જેવા ભયંકર વ્યાધિમાંથી મહારાજશ્રીને બચાવી લીધા હતા, એણે જ આ વખતે પણ એમને
For Private And Personal Use Only