________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* * *
*
*
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યોમાં પરોવાઈ જવાને લીધે જીવનમાં અધ્યયન અતિ અપ કરી. શક્યો છું. તે જો મારા ઉપર વિદ્યાગુરૂએને એ પ્રેમ હતો કે જેથી આજે મારી એ ઊણપ કેઈની નજરે નથી આવતી; હાં એ વાત તે દીવા જેવી છે કે મારું અધ્યયન અતિ અપૂર્ણ છે. આ બંને શુઓએ મારા તીખા સ્વલાવને આનંદથી જીરવીને પણ મને દરેક રીતે સમૃદ્ધ કર્યો છે.. બે ગુરુઓમાંથી એક ગુરુ શ્રી કે જેઓ મારા જીવનનું સર્વસ્વ હતા, તેઓ તે આજે સ્વર્ગવાસી થઈ ચૂક્યા છે, પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણું હું અનેક રીતે અધ્યયન કરું છું. આજે જ્યારે પણ હું મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં છું ત્યારે તેઓશ્રી, ગમે તેટલા કાર્ય વ્યસ્ત છે, તેમ છતાં, પોતાનું દરેક મહત્વનું કાર્ય છેડીને પણ મારી સાથે અનાકુળવણે પોતાના અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્ભવેલી અનુભવપૂર્ણ વાત કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન અને સ્કરણાઓ જાગે છે.” (જ્ઞાનાંજલિ, પૃ.૨૯૦)
પૂ. પં. નેમવિજયજીના શિષ્ય સ્વ. મુનિ શ્રી લાવયવિજયજી પાસે મહારાજશ્રીએ આવશ્યક હરિભદ્રી ટીકાનું અને પોતાની મેળે ઓધનિયુક્તિનું વાચન-અધ્યયન કર્યું હતું સાથે પાલીતાણામાં ગુરુતત્વવિનિશ્ચય જૂની હસ્તપ્રતોને આધારે શુદ્ધ કર્યું હતું. આગમસૂત્રેના મહાન ઉદ્ધારક પૂજ્ય રામાનંદ સુરીશ્વરજી મહારાજે જ્યારે પાટણમાં અગમેની વાચના શરૂ કરી ત્યારે કેટલાક તરફથી એની સામે વિરોધનો સૂર વહેતે કરવામાં આવેલે, મહારાજશ્રી એ વખતે એ વાચનાનો લાભ તો નહીં લઈ શકેલા, પણ એમને એટલું તે લાગેલું કે આવા કાર્યને વિરોધ કરે એ બરાબર નથી; આ કામ તે ઉત્તમ છે અને એ કરવા જેવું છે. પછી, આ વાચના પાલીતાણામાં ચાલુ રાહ ત્યારે, પાલીતાણાના બીજા ચોમાસા દરમ્યાન (વિ.સં. ૧૯૭૬માં), મહારાજશ્રીએ એને લાભ લઈ ઘનિયુક્તિની દ્રોણાચાર્યની ટીકા પૂરી વાંચી અને પરણાત્ર ઉપરની મલયગિરિ ટીકા અને ભગવતીસૂની અભયદેવસૂરિની ટીકા અધૂરી વાંચી.
ભાવનગરમાં બે માસાંની સ્થિરતા દરમ્યાન મહારાજશ્રીએ પોતાની મેળે જ પઠન-પાડન કરવાનું ચાલુ રાખ્યું; ઉપરાંત, વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શેઠશ્રી કુંવરજીભાઈ આણંદજી પાસે કર્યપ્રકૃતિ, પ્રકરણ વગેરેનું વાચન કર્યું. મહારાજશ્રીને બોવું જાણું શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયેલા. એમણે કહ્યું: બધું ઉપસ્થિત છે; માત્ર ગુરુગન જોઈએ. મહારાજશ્રી શ્રી કુંવરજીભાઈને ગુસ્થાનીય માનતા હતા. વિ. સં. ૧૯૯૯ની સાલમાં મહારાજશ્રી અગમમંદિરની પ્રતિષ્ઠા માટે પાલીતાણા ગયા ત્યારે શ્રી કુંવરજીભાઈ બીમાર હતા, એટલે એમને શાતા પૃથ્વી માટે મહારાજશ્રી ખાસ ભાવનગર ગયા હતા. તે વખતે શ્રી કુંવરજીભાઈએ અટપટી લિપિમાં લખેલે એક ચોપડે મહારાજશ્રીને આપતાં તેઓએ તે વાંચી આપ્યો હતો. મહારાજશ્રીની શક્તિની આ વિકાસ જોઈને શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયા.
વિ. સં. ૨૦૨૫ની સાલમાં, ખંભાતમાં, મારે મહારાજશ્રીના વિવિધ વિષયના વ્યાપક અભ્યાસ અંગે તેઓશ્રીની સાથે જે સવાલ-જવાબ થયા તે ઉપરથી પણ તેની સ્વયં કુરણા પ્રેરિત જ્ઞાનોપાસના અને જ્ઞાનેશ્વારની પ્રવૃત્તિને કેટલાક ખ્યાલ આવી શકે છે.
સવાલ-આપે પ્રાકૃતિને અભ્યાસ ક્યારે, કેવી રીતે કર્યો છે
જવાબ-એમ લાગે છે કે પ્રાતનું જ્ઞાન શરૂઆતથી જ હતું. પાટણના બીજા ચોમાસામાં પૂજય ગુરુજી પાસે પહેમચરિયું વાંચ્યું; એ વાંચતાં વાંચતાં પ્રાકૃત ભાજા ખૂલી ગઈ, પછી વડોદરામાં પંડિત સુખલાલજી પાસે શ્રી હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ અરધું વાંચ્યું; સાથે સાથે પહેમચરિયું પાટણના સંઘવીના પાડાની તાડપત્રીય પ્રતના આધારે સુધાર્યું.
સ0 આગમોના અભ્યાસની વિશેષ રુચિ ક્યારે જાગી ?
જો મુનિ શ્રી લાવણ્યવિજયજી પાસે આવશ્યક હારિભકી વૃતિ વાંચતાં એ તરફ વિશેષ રુચિ થઈ: અને પૂજ્ય સાગરાનંદસૂરિજીની વાચના ખૂબ ગમી,
For Private And Personal Use Only