________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મિશ્રીમલજી: મારે ઘણું કહેવાનું છે. ખુશીની હદ નથી. આચાર્યશ્રી પધાર્યા ત્યારથી આટલી જ ભીડ જ થાય છે. બધા સંઘને એમનું દર્શન થઈ જાય તો પણ બસ, શેઠ આતુભાઈ-આત્મારામભાઈ ખૂબ જાણીતા છે. તેઓશ્રી ધાર્મિક કાર્યોમાં પણ ખૂબ રસ ધરાવે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તેઓ વહીવટદાર પ્રતિનિધ છે. આ વિશેષાંકનું પ્રકાશન કરવા માટે તેઓને હું વિનંતિ કરું છું. ,
શ્રી આત્મારામભાઈએ શ્રદ્ધાંજલિ વિશેષાંકનું પ્રકાશન કરીને તે પૂજ્ય આચાર્ય મહારાજને અર્પણ કર્યો હતો. પછી પોતાનું વક્તવ્ય રજૂ કરતાં તેઓએ કહ્યું કે આજે આપણે જે પ્રસંગ જવી રહ્યા છીએ તે મહાન વિભૂતિના સંપર્કમાં આવવાને થોડે લહાવો મને મળેલ છે. એમની સરળતા એટલી બધી હતી કે એવી સરળતા આપણામાં ન હોય તો પણ એમને યાદ કરતાં એને અંશ આવી જાય. આ વિશેષાંક નથી, પણ પુણ્યવિજયજીની સ્મૃતિમાં એક સારો ગ્રંથ થયે છે. એના ઉદ્દઘાટનની તક માટે આભાર માનું તે સામાન્ય વાત છે, પણ મને એમનું ઋણ અદા કરવાની આવી તક આપવા બદલ હું શ્રી જૈન આત્માનંદ સભાના કાર્યવાહકને અંતઃકરણથી આભાર માનું છું. મારા જીવનની આ ધન્ય પળ છે. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ, મારી દષ્ટિએ, ચીલાચાલુ સાધુ મહારાજ ન હતા. તેઓ વિદ્યાના મહાન ઉપાસક હતા, કામમાં ખૂબ એકાગ્ર રહેતા, છતાં બાળક જેવા નિર્દોષ, સરળ હતા. એમના વિચારો ઉદ્દામ હોવા છતાં એમનું સાધુપણું સાચવીને તઓ વર્તતા. રાતે મેડે સુધી વાંચતા એટલે લાઈટ રાખતા. ઘણાને તે ન રુચતું, પણ તેઓ અધિકારી હતા. કંઈ મોજશોખ માટે નહી, જ્ઞાનોપાસના માટે વીજળી રાતે વાપરતા. ધર્મ-અધર્મ શું તે અધિકારી જાણી શકે,
શ્રી રિખવચંદજી લહેરી (જાલોર): રાગને ર શ રન વે વધાર્યું : 1. મુખ્યવિજ્ઞાની મહારાજ્ઞ, जिनकी स्मृतिमें यह ग्रंथ प्रसिद्ध होता है, उनको महावीर स्तुतिसे मैं अपनी श्रद्धांजलि अर्पित करता हूं। - શ્રી દલસુખભાઈ માલવણિયા : જેમને મળતાં, મળીએ એટલી વાર, એમના પ્રત્યે આદર વધતા જાય એ એમની મહત્તાની નિશાની છે. પૂજ્ય મહારાજ સાહેબને મારો એવો અનુભવ છે. જેનું પ્રકાશન આજે થઈ રહ્યું છે તે સ્ત્રી મુક્તિ-કેવલિભક્તિ ગ્રંથ ઘણાં વર્ષો પહેલાં આચાર્ય જિનવિજયજીએ “જૈન સાહિત્ય સંશોધક”માં છપાવેલ, પણ તે મૂળમાત્ર. પૂ. મહારાજશ્રીને ખંભાતના ભંડારનું સૂચિપત્ર બનાવતાં આ મૂળ ગ્રંથ અને એની ટીકાની પ્રતિ મળી હતી. ગ્રંથ બે ભાગમાં છેઃ ૧. સ્ત્રીમુક્તિ અને ૨. મેવલિભક્તિ એટલે કેવલીને આહાર વિષયક, દિગંબરના જૂના ગ્રંથ-પખંડાગમ-માં સ્ત્રીમુક્તિનું સમર્થન મળે છે. આજના દિગબર સમાજને સ્ત્રીમેક્ષ માન્ય નથી. આથી જૂના ગ્રંથની કેપી કરનાર પંડિતે સ્ત્રીમુક્તિનું સમર્થન કરનાર “ન’ શબ્દ કાઢી નાખેલો. છપાયું ત્યારે ટીકા વગેરે ઉપરથી જણાયું કે ત્યાં એ શબ્દ હોવો જ જોઈએ. સ્વ. ડો. હીરાલાલજી જૈન અને ડે. એ. એન. ઉપાધે જેવા વિદ્વાનોએ એ શબ્દ કાયમ રાખીને એ ગ્રંથ છો. દિગંબર સમાજે પોતાના આ ગ્રંથ તામ્રપત્રો પર કોતરાવવાનું નકકી કર્યું ત્યારે દિગમ્બર સંઘના આચાર્ય શ્રી શાંતિસાગરજીએ એ શબ્દ રદ કરવાનો નિર્ણય આપે. તારાબર આગમોમાં આવી કઈ વધઘટ કદી કરવામાં આવી નથી. શ્રદ્ધાંજલિ વિશેષાંકમાં અમે બધા સંપાદક-મંડળમાં છીએ, પણ એનું બધું કામ રતિભાઈએ સંભાળ્યું છે એ મારે અહીં કહેવું જોઈએ. ભગવાન મહાવીરના પચીસમા નિર્વાણ મહોત્સવની ઉજવણું કરનારાઓ ભગવાન મહાવીરને મહામાનવ કહે છે તે સામે કેટલાકને વિરોધ છે. પણ જૂનાં ચરિત્રોમાં પણ તીર્થકરોને મહાપુરુષ કહ્યા જ છે. દા. ત., ૪૩૫ન્નમહાપુરિસારિ. તીર્થકર પણ સામાન્ય માણસની જેમ જ જન્મે, રમે, ભણે છે; અને પછી પિતાની સાધનાથી મહાન થાય છે. કેવલિના જીવનમાં અલૌકિકતા બતાવવા કેવલિ આહાર પણ ન કરે.' એવી માન્યતા દાખલ થઈ. આને વિરોધ યાપનીય સંઘે પ્રથમ કર્યો. આ ગ્રંથના લખનાર શાકટાયનાચાર્ય યાપનીય હતા. મહારાજશ્રીએ પૂજ્ય મુનિ શ્રી જંબુવિજયજીને આ ગ્રંથનું સંપાદનકાર્ય ભળાવ્યું હતું. તેઓ આને માટે યોગ્ય વિદ્વાન છે. ડે. સાંડેસરા બહુ જાણીતા વિદ્વાન છે અને જૈન સાહિત્યના સંશોધનની એમની કામગીરી ઘણું અને સુવિદિત છે. આ ગ્રંથનું પ્રકાશન કરવાની હું ઠે. સાંડેસરાને વિનંતિ કરું છું,
For Private And Personal Use Only