________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભસરિજી: સમ્યગ્રજ્ઞાનની આરાધના અને એનું ઉદ્દઘાટન અત્યંત જરૂરી છે. નિઃરાયો ત્રી-ત્રત ધારણ કરનાર શલ્ય રહિત હય, પુણ્યવિજયજી મહારાજ સરળ હતા, નિષ્કપટ હતા. મહાવીરે કેટલું ચારિત્ર્ય પાળ્યું ? જીવનભરનું. પૂ. હરિભદ્રસૂરિજી, પૂ. હેમચંદ્રસૂરિજી, પુ. યશોવિજયજી આદિ આવા અનેક મહાત્મા થઈ ગયા. અહીં બિરાજેલા આચાર્ય (આચાર્ય શ્રી વિજયસમુસૂરિજી) મહારાજ તો ચોથા આરાના જીવ જેવા સરળ, ભદ્રિક અને નમ છે. પુણ્યવિજયજીએ જ્ઞાનને પ્રકાશ કર્યો. આપણે પણ આત્માને નિર્મળ બનાવીએ, જ્ઞાનને જીવનમાં ઉતારીએ, એ જ પુણ્યવિજયજી મહારાજને સાચી શ્રદ્ધાંજલિ ગણાય,
શ્રી બાબુભાઈ મણિલાલ શેઠ કપડવંજવાળા : પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ કપડવંજનાગૌ રવરૂપ હતા. કપડવંજમાં પૂજ્ય આગોદ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ જેવાં મહાન રને પાયાં હતાં. પુણ્યવિજયજી પણ તેમાંના એક હતા. એમને ખરી અંજલિ એમનું રીસર્ચનું કામ આગળ ધપાવીએ તે છે. મને કહેતાં દુઃખ થાય છે કે મુંબઈમાં આ કાર્ય જે રીતે ગોઠવાવું જોઈએ તે રીતે ગોઠવાયું નથી. - શ્રીમતી કાંતાબહેન બાબુભાઈ શેઠ કપડવંજવાળાં: આ મેળાવડા ખરી રીતે અમારા કપડવંજમાં જ શેભે, પણ રનની પરીક્ષા દાબડામાં નથી થતી. આ રાજનગર શત્રુંજયગિરિ જેવું સિદ્ધસ્થાન છે. એમને શ્રદ્ધાંજલિ અમારે આપવાની હોય નહીં. એ દીકરા અને માએ અમારા ગામને ઉજાળ્યું છે. જ્યારે અમે એમને મુંબઈમાં મળ્યાં ત્યારે તેમણે કહેલું : “હું અહીં કયાં આવ્યો " કમનસીબે તેઓ મુંબઈથી પાછા આવ્યા જ નહીં ! આપણે ઉજવણી કરીને આનંદ માણવાને નથી; એમનું અધૂરું કાર્ય પૂરું કરીએ.
પૂજ્ય સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી : મહાપુણ્યને ઉદય છે કે રાજનગરને આંગણે એક મહાન વિભૂતિની ઉજવણી પ્રસંગ મળે છે. મહારાજશ્રીએ જીવનભર જ્ઞાનોપાસના કરી. એ મહાપુરુષ પાંચ વર્ષ વધુ સ્વી ગયા હોત તે એમનું કાર્ય પૂરું થાત. પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજ જેટલો જ્ઞાનીને અને જ્ઞાનને આદર કરતા એટલા જ સરળ પણ હતા. દશ વર્ષના બાળકથી સાઠ વર્ષના વૃદ્ધ કોઈ પણ એમને મળે તે, પોતાનું કામ છેડીને પણ, એમને પોતાને અમૂલ્ય સમય આપતા.
પૂજ્ય સાધ્વીજી શ્રી યશોદાજીશ્રીએ ભાવવાહી ભક્તિગીત સંભળાવ્યું હતું.
પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રિયદર્શીનાશ્રીજી: ભાગ ૨ ના ટ્રિન હૈ. મુ મી સંગતિ ને મવસર પ્રાપ્ત हुआ यह मेरा सद्भाग्य है। महाराजश्री (पुण्यविजयजी )ने जीवनपर्यत ज्ञानका कार्य किया। उनके बाकी कामकी पूर्ति होनी चाहिए। महाराजजीने उनके गुरु और दादागुरुके साथ अनेक स्थानों के ज्ञानभडारांकी सुरक्षा की। ज्ञानका अंतिम फल आचार है। वो ही ज्ञान सच्चा है, जो आचार बनके हमारे सामने आये।
શ્રી મુક્તિલાલ વીરવાડિયા : શ્રી રાધનપુર જૈન સંઘને પુણ્યોદય છે કે અમને આ પ્રસંગે ભાગે લેવાને માટે મળ્યો છે. પૂ. આ. વિજયવલ્લભસૂરિજીની જન્મશતાબ્દી પ્રસંગે મુંબઈના છત્રીસ જેટલા સંઘના આગેવાનોએ મહારાજ સાહેબને આચાર્યપદવી સ્વીકારવા અત્યંત આગ્રહ કરે, છતાં મહારાજ સાહેબે હા ન ભણી. આવી તે અનેક સ્મૃતિઓ છે. ( આ બાદ આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને રાધનપુર પધારવા બીજા ભાઈઓ સાથે મળી, તેમણે વિનંતિ કરી હતી.),
રતિલાલ દીપચંદ દેસાઈએ આ પ્રસંગે જે થોડાક સંદેશા આવ્યા હતા તેની રજૂઆત કરી હતી. તે પછી બને છે તૈયાર થયા તેની પૂર્વભૂમિકા સમજાવતાં તેઓએ કહ્યું કે સ્ત્રીનિર્વાણપ્રકરણ માટે સ્વ. પૂજ્ય પંન્યાસ શ્રી નેમવિજયજી ગણિએ પિતાનાં સ્વ. ભગિની-સાધ્વીજી પ્રવતિની શ્રી દાનશ્રીજી મહારાજની પુણ્ય
સ્મૃતિ નિમિતે સભાને સહાય અપાવી હતી. તેથી જ આ ગ્રંથ પ્રકાશિત કરવાનું શક્ય બન્યું છે. આ ગ્રંથ પિતાની હયાતીમાં જ પ્રકાશિત થાય એવી તેઓશ્રીની ઝંખના હતી, પણ ત્રણેક મહિના પહેલાં તેઓ ૯૨ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા તેથી તેઓ આ ગ્રંથને જોઈ ન શક્યા એનું દુઃખ છે. આ પછી એમણે “ શ્રદ્ધાંજલિ-વિશેષાંક” અંગેની સવિસ્તર માહિતી રજૂ કરી હતી અને મહારાજશ્રીને અંજલિ આપી હતી.
For Private And Personal Use Only