________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગ્રંથ-પ્રકાશનનો સાદ અને સુંદર સમારોહ ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાના માસિક મુખપત્ર “શ્રી આત્માનંદ પ્રકાશને “મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક” તેમ જ શ્રી શાકટાયનાચાર્યે રચેલ અને પરમ પૂજ્ય વિર્ય મુનિરાજ શ્રી જંબવિજયજી મહારાજે સંપાદિત કરેલ “સ્ત્રીનિવા-જૈવચિકિરજે' નામે ગ્રંથ, એ બન્ને ગ્રંથોના પ્રકાશનને સમારોહ, સભાની વતી, વિ. સં. ૨૦૩ના પોષ સુદિ ૧૩, તા. ૬-૧૯ ૧૪, રવિવારના રોજ સવારના ૮-૩૦ વાગતાં અમદાવાદમાં શ્રી ઉજમફઈની ધર્મશાળામાં, પરમપૂજ્ય શાંતમૂર્તિ આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના સાંનિધ્યમાં યોજવામાં આવ્યો હતો.
સમારોહમાં ચતુર્વિધ સંઘે સારા પ્રમાણમાં હાજરી આપી હતી; અને મુંબઈ, વડોદરા, કપડવંજ, રાધનપુર, પાટણ, ભાવનગર વગેરે સ્થાનમાંથી પણ ભાવિકે આવ્યાં હતાં. આ પ્રસંગે રાધનપુર તથા પાટણના આગેવાને પૂજય આચાર્ય શ્રીને વિનતિ કરવા આવેલ હોવાથી સમારોહ વિશેષ ગૌરવશાળી બન્યા હતા.
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક'ના પ્રકાશન માટે અમદાવાદ જૈન સંધના એક અગ્રણી શેઠ શ્રી આત્મારામભાઈ ભોગીલાલ સુતરીઆને અને “સ્ત્રીનિર્વજવંચિમુત્તિ ' ગ્રંથના પ્રકાશન માટે જાણીતા સાક્ષર . ભોગીલાલભાઈ જ. સાંડેસરાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમારી શ્રી જૈન આત્માનંદ સભાના ઉપક્રમે અમદાવાદમાં ઉજવાયેલ આ સમારોહને ટકે અહેવાલ અહીં આપવામાં આવે છે. - પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ મંગલાચરણ કર્યા પછી બહેને તથા કન્યાઓએ મધુર સ્વરે ધૃતદેવતાની તથા સરસ્વતી માતાની સ્તુતિ કરી હતી અને જ્ઞાનપદની પૂજાનું ગાન કર્યું હતું. - ભાવનગર સંઘના એક અગ્રણી અને શ્રી જૈન આત્માનંદ સભાના ઉપપ્રમુખ શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહે સૌને આવકાર આપતાં કહ્યું કે પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનું સ્મરણ કરતાં એમના અનેક ગુણો અને એમની અનેક પ્રકારની સેવાઓનું સ્મરણ થાય છે. અમારી સભાના તો તેઓ પ્રાણ જ હતા. આત્માનંદ સભા એટલે પુણ્યવિજયજી મહારાજ અને પુણ્યવિજયજી મહારાજ એટલે આત્માનંદ સભા એમ કહેવું પડે એવી એમની આત્માનંદ સભાની સેવાઓ હતી. આત્માનંદ સભાએ સેંકડો ગ્રંથ પ્રકાશિત કર્યા છે, એમાં પૂજ્ય મહારાજ સાહેબને ફાળે અનન્ય છે. દિવસો સાથે એમની સ્મૃતિ તાજી થાય છે. અમારી પ્રગતિને એ આધાર હતા. એમને સ્મરણ-અંક છપાય એ વિચાર અમને આવ્યો; શ્રી રતિભાઈ અને ભાઈ કોરાને સહકાર માગે. એમણે એ વાત સ્વીકારી. એક વર્ષમાં જ બહાર પાડવાની ઈચ્છા હતી, પણ અનેક કારણોને લીધે વિલંબ થતા રહ્યા. પણ છેવટે એ કાર્ય પૂરું થયું અને આજે એનું પ્રકાશન થઈ રહ્યું છે, તેથી આનંદ થાય છે. આ વિશેષાંકનું બધું જ કામ રતિભાઈએ કર્યું છે. સંપાદક-મંડળના વિદ્વાનોને પણ અમે આભાર માનીએ છીએ. આ પ્રસંગે અહીંથી તથા બહાર ગામથી તકલીફ લઈને પધારેલા આપસૌનું હું હાદિક સ્વાગત કરું છું અને આપ સૌને અંતઃકરણથી આભાર માનું છું. અમારી સભાના પ્રમુખ શ્રીયુત છે. ખીમચંદભાઈ ચાંપશી શાહ અમારા ખૂબ ઉત્સાહી કાર્યકર અને સાથી છે. પણ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આ પ્રસંગે હાજર રહી શક્યા નથી એનું અમને દુઃખ છે. ભાવનગર સંઘના પ્રમુખ શેઠ ભોગીલાલભાઈ વગેરે અમારી બધાની ઇરછા આ મેળાવડો ભાવનગરમાં જ કરવાની હતી. પણ પૂ. આચાર્ય મહારાજની નિશ્રામાં કરવા માટે અમદાવાદમાં કર્યો છે. પ્રકાશન-વિધિ કરવાનું અમારું આમંત્રણ સ્વીકારવા માટે અમે શ્રી આત્મારામભાઈ સુતરીઆને અને ડો. શ્રી ભોગીલાલભાઈ સાંડેસરાને તેમ જ આ કાર્યમાં મહેનત કરનાર દરેકને આભાર માનીએ છીએ, અને આપ સૌનું ફરી સ્વાગત કરીએ છીએ. " લાલ રતનચંદજી વગેરે દિલ્લી-પંજાબના મહાનુભાવોએ “પુણ્ય-સ્મૃતિ” નામે ભક્તિવાહી ગીત બુલંદ -મધુર સ્વરે ગાઈને સૌનાં અંતર ગવદ બનાવી દીધાં હતાં.
For Private And Personal Use Only