________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐતિહાસિક યુગ
સમય-પરિવર્તન સાથે પ્રજાની ધર્મ, સમાજ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કળા આદિ દરેક વિષયને લગતી જિજ્ઞાસા અને અભિરુચિના માર્ગો અને પ્રકારા પણ બદલાયા સિવાય નથી રહી શકતા. એક જમાના શ્રદ્ઘાયુગનેા હતા કે જ્યારે જગતના સનાતન સત્યના, આત્મસ્વરૂપને કે કોઈ પણ પદાર્થના નિર્ણય કરવા માટે પ્રજાને તર્ક કે લીલાને આશ્રય શેાધવા પડતા ન હતા. તેમ જ એ સનાતન સત્ય વગેરેને પાતાના વનમાં સાક્ષાત્કાર કરનાર આપણા પૂર્વ પુરુષોને—તેમનાં જીવન ત્યાગ અને તપ દ્વારા અતિવિશુદ્ધ અને પરિણત હાઈ—પાતે અનુભવેલા સનાતન સત્ય આદિના ઉપદેશના સમન માટે તર્ક કે યુક્તિની આવશ્યકતા નાતી પડતી. પર`તુ કાળની ક્ષીણતાને પરિણામે આત્મધર્મજ્ઞાની પુરુષોનુ આત્મિક જ્ઞાન અને તેમનાં ત્યાગ-તપ પાતળાં પડી જતાં તેમને પેાતાના વક્તવ્યના સમર્થન માટે ત અને યુક્તિઓના આશ્રય લેવા પડયો અને એ રીતે પ્રા પણ તેમના ઉપદેશ વગેરેને તર્ક, યુક્તિ આદિ દ્વારા કસવા લાગી, જેને પરિણામે શ્રદ્ઘાયુગનું સ્થાન ત યુગે લીધું. તર્ક યુગમાં પ્રત્યક્ષ, પરાક્ષ આદિ પ્રમાણેાનુ સ્થાન હતું, પરંતુ આજના આપણા ચાલુ વૈજ્ઞાનિક યુગમાં પ્રત્યક્ષ પ્રમાણને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યુ છે. આ પરિસ્થિતિમાં, ખીજી બાબતની જેમ, ધર્મ, તત્ત્વજ્ઞાન, આગમ આદિને પણ પ્રત્યક્ષ પ્રમાણુની શરાણ ઉપર ચડવુ' પડ્યુ છે, જેમાંથી આજના ઐતિહાસિક યુગના જન્મ થયા છે. આજના ઐતિહાસિક યુગમાં ધર્મના પ્રણેતા, તેમના અસ્તિત્વની સાબિતી અને સત્તાસમય, તેમણે ઉપદેશેલાં ધર્મતત્ત્વ, તેમના અનુયાયીવર્ગ અને એવનું વિજ્ઞાન-કલા-કૌશલ્ય, એના રીતરિવાજ વગેરે દરેક નાની-મે!ટી વસ્તુને પ્રત્યક્ષ મળતી ઐતિહાસિક સાબિતીઓ સાથે કસ્યા પછી જ તેની સત્યતા, યોગ્યતા અને પ્રાવતા ઉપર ભાર મૂકી શકાય છે.
“જ્ઞાનાંજલિ,” પૃ. ૨૧૯
—પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ
For Private And Personal Use Only