________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૨૧૯ મુનિસમેલનના રાવ અંગે ખુલાસે વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મુનિસમેલને સ્વપ્નાની બોલીની આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાને ઠરાવ કર્યો હતો; અને મુનિસમેનને તૈયાર કરેલ પટ્ટકમાં આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે) પણ સહી કરી હતી. આ હકીકતને આગળ કરીને એમ પૂછવામાં આવે છે કે આચાર્ય મહારાજે મુનિસમેલનના પટ્ટકમાં સહી કરેલી હોવા છતાં તેઓ. એથી જુદી રીતે વર્તન, સ્વપનાંની બોલીની આવકને દેવદ્રવ્ય સિવાયના ખાતામાં લઈ જવાનું કેવી રીતે કહી શકે ? અને એક ખુલ સે એ છે કે શ્રીસંધમાં પ્રવર્તતા અનિચ્છનીય વાતાવરણને દૂર કરવા માટે મુનિસમેલને અનેક નિર્ણા જે પટ્ટક તૈયાર કર્યો હતા, તેને અમલ કરવાની જવાબદારી કેઈએ નિભાવી નથી. અને એનો બીજે પાયાનો ખુલાસો એ છે કે સમેલનમાં સ્વપ્નની બેલીની બધી આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાને આગ્રહ કરવામાં આવ્યો ત્યારે શ્રી વિજયવલભસૂરિજી મહારાજે એ વાત સ્પષ્ટતાપૂર્વક કરેલી કે પંજાબમાં ઠેર ઠેર જન પાઠશાળાઓ ચાલે છે, તેના ખર્ચને સ્વપ્નની બેલીની આવકથી જ પહોંચી શકાય છે. હવે જે સ્વપ્નની બેલીની આવક પંજાબમાં દેવદ્રવ્ય ખાતે જ લઈ જવામાં આવે છે. એ પાઠશાળાઓના ખર્ચને કેવી રીતે પૂરું કરવું એ સવાલ છે. આ માટે કાં તો એવું મોટું ભંડોળ આપસૌની પ્રેરણાથી એકત્ર થવું જોઈએ કે જેના વ્યાજની આવકમાંથી આ ખર્ચને પહોંચી વળાય. અથવા તે જરૂરી ખર્ચની કાયમી જોગવાઈના અભાવે આ પાઠશાળાઓ બંધ કરી દેવામાં આવે. આ બેમાંથી શું કરવું એને આદેશ અહીં બિરાજેલ મણસમુદાય આપે.
હું પણ આ સંમેલનમાં હાજર હતાઅને મારી જાતમાહિતીની આ વાત છે, કે મુનિસમુદાયે આને કશે ખુલાસે ન આપે. પરિણામે એક બાજુ મુનિસમેલને સ્વપ્નની બેલીની આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાનો નિર્ણય કર્યો, અને બીજી બાજુ પંજાબમાં એ આવકને ઉપયોગ પાઠશાળાઓ ચલાવવામાં કરવાની પ્રથા પણ ચાલુ રહી અને એની સામે કોઈએ વિરોધ ન દર્શાવ્યો.
વસ્તુસ્થિતિ આવી હોવા છતાં અમે ક્યારેય વાદવિવાદ કે વિતંડાવાદમાં ઊતરતા નથી, અને ઊભા કરવામાં આવેલ પ્રશ્નની બાબતમાં જરૂરી ખુલાસા કરોને જ સંતોષ માનીએ છીએ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે આજે એમના નિવેદનમાં જે ખુલાસો કર્યો છે, તે આ દષ્ટિએ જ કર્યો છે. એ માન, ન માને એ સૌની મરજીની વાત છે. મુંબઈની શ્રી આત્માનંદ જૈન સમા તરફથી પ્રગટ કરવામાં આવેલ “એ મહત્ત્વનાં પ્રવચનો" નામે પુસ્તિકામાંથી ઉદ્ભૂત.]
જૈનધર્મનાં બે ચિરંજીવ તો જૈન દર્શનને મુખ્ય આધાર અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંત ઉપર છે. અનેકાંતવાદના પ્રતાપે જૈનધર્મ જગતભરના ધર્મ અને સંપ્રદાયની માન્યતાઓને પિતામાં સમાવી સૌની સાથે ઐક્ય સાધવા પ્રયત્ન કર્યો છે અને અહિંસાની ભાવનાને પરિણામે જગત સાથે તેણે ભ્રાતૃભાવ સાધ્યો છે. આ જ કારણને લઈ નાની સંખ્યામાં રહેલા જૈનધમે પિતાને પ્રભાવે દરેક ધર્મ ઉપર પાડ્યો છે અને પિતાના અસ્તિત્વને ચિરંજીવ બનાવ્યું છે. - જૈનધર્મના અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંતને, તેના વાસ્તવિક સ્વરૂપને, ધ્યાનમાં નહિ લેનારા ભલે પરસ્પરવિરોધી તેમ જ નિર્માલ્યતાપક માને-મનાવે અને તેના વિષે ગમે તેવાં ચિત્રણે કાઢે; તે છતાં જગતને તત્ત્વજ્ઞાન અને ભ્રાતૃભાવના વિશાળ આદર્શ પૂરા પાડનાર જૈનધર્મનાં આ બે વિશિષ્ટ તો સદાય જૈનધર્મની જેમ ચિરંજીવ જ રહેશે. “જ્ઞાનાંજલિ,” પૃ. ૨૨૧
–પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ
For Private And Personal Use Only