________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિવિશેષાંક
[૧૭ જૈનધર્મની અનેકાંતદષ્ટિ આચાર્ય મહારાજના નિવેદનની પૂર્વભૂમિકા સમજાવતાં પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે એ મતલબનું કહ્યું કે—જૈનધર્મની દષ્ટિ હમેશાં અનેકાંતવાદી રહી છે. એટલે તાત્વિક કે આચારને લગતી કોઈ પણ બાબતમાં એકાંત આગ્રહ ધરાવો એ જૈનધર્મની દૃષ્ટિથી વિરુદ્ધ છે. આ જ વાત સાધુજીવનના આચાર માટે નકકી કરવામાં આવેલ વિધિ-નિધિની ઉપબિતા કે અનુપાગિતાને કે એના રાારાસારપણાને વિવેક કરતી વખતે પણ ખયાલમાં રાખવાની હોય છે, કારણ કે એમ થાય તો જ એનાથી સંયમયાત્રાને નિરાકુલપણે આગળ વધારવામાં, ધમની શાવના કરવામાં અને શ્રીસંઘના અભ્યદય સાધવામાં સાચો લાભ મેળવી શકાય. આજે જે વિધિ-નિષા કાર્ય સાધક અને લાહાકારક લાગતા હોય, તે પલટાયેલા દેશ-કાળમાં લાભકારક બનતાં અટકી જાય એવું પણ બને; અને તેથી એમાં વિવેકપૂર્વક ફેરફાર કરવાનું પણ જરૂરી થઈ પડે. જૈન દર્શનની અનેકાંતદષ્ટિને આ જ સાર અને ઉપગ છે. અને એટલા માટે જૈન સંઘને આ રીતે માર્ગદર્શન કરાવવું તે આચાર્ય ભગવંતે આદિ સંઘનાયડેનું કાર્ય છે. આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે, શાસનના લાભાલાભને વિચાર કરીને, આપણું સાધવસંધના વિકાસ માટે શાસ્ત્રાભ્યાસ વગેરેની જે અનુજ્ઞા આપી હતી તે આ દૃષ્ટિએ જ આપી હતી; અને એ રીતે તેઓએ પોતાના સંઘનાયકપદને શ્રીસંઘના અભ્યદય માટે ઉપયોગ કર્યો હતો. આજે આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસુરિજી મહારાજ પોતાની ભાવનાને વ્યક્ત કરતા નિવેદનમાં જે ખુલાસો કરવાના છે, તેને આ દષ્ટિએ સમજવાને આપ સૌ પ્રયત્ન કરજે.
આ પછી આચાર્ય મહારાજનું નિવેદન વંચાયા બાદ એ નિવેદનમાંના મુદ્દાઓનું હાર્દ સમજાવતાં પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે એ મતલબનું કહ્યું –
વિધિ-નિધિને એક દાખલ શાસ્ત્રોમાં કહેવામાં આવેલા વિવિધ વિધિને દેશ-ક ના અનુસંધાનમાં વિચાર કરવામાં આવે એ જરૂરી છે. અને જે એ રીતે વિચાર કરવામાં આવે તો આજે જે બાબત કરવા જેવી લાગતી હોય તેમાં બદલાયેલા દેશ-કાળમાં ફેરફાર કરવાનું જરૂરી લાગે; અને ક્યારેક એવી પણ પરિસ્થિતિ ઊભી થાય કે એક કાળે જે બાબતમાં ફેરફાર કરવામાં આવ્યો હોય, તે ફેરફારને જતો કરીને ફરી પાછા મૂળ નિયમને અપનાવવાનું જરૂરી થઈ જાય. આ અંગે એક દાખી ધ્યાનમાં લઈને તે એ વાત વધુ સ્પષ્ટપણે સમજી શકાશે. સોળમાં સૈકામાં જ્યારે શ્રી આનંદવિરાળ ગણિએ એ જોયું કે મોગલોનાં જાતજાતના આક્રમણના કારણે અત્યારે નાની એટલે કે યુવાન ઉંમરની બહેનની આબરૂની સલામતી જોખમમાં આવી પડી છે, ત્યારે તેઓએ, તે વખતની પરિસ્થિતિની ગંભીરતા પારખીને, શ્રીસંઘને એવો આદેશ આપ્યો કે પાંત્રીસ વર્ષથી નાની ઉંમરની બહેનને ભાગવતી દીક્ષા ન આપવી. અને જ્યારે તેઓને લાગ્યું કે હવે આ ભય દૂર થયું છે, ત્યારે આ આદેશને પાછો ખેંચી લીધેલ હતો. આનું નામ જ શાસ્ત્રોના વિધિનિષેધને વિવેકપૂર્વક ઉપયોગ ગણાય, જે જૈનદર્શનની સ્યાદ્વાદશૈલી કે અનેકાંતદષ્ટિ સાથે સુસંગત છે. શિયાળામાં જે ગરમ અને જાડાં કપડાં જરૂરી થઈ પડે છે, એ જ કપડાંને બદલે ઉનાળામાં ઝીણાં અને સુતરાઉ કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે, એવી જ સહેજે સમજાય એવી આ બાબત છે.
સાધ્વીઓને વ્યાખ્યાનની અનુમતિ સંબંધમાં આચાર્ય ભગવાને (આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે) એક કાળ, શાસ્ત્રના એક આદેશને ધ્યાનમાં લઈને, સાધીઓને વ્યાખ્યાન અને કલ્પસૂત્રના વાચનને નિષેધ કર્યો હતો, અને પછી, બદલાયેલી
For Private And Personal Use Only