________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬]
શ્રી આત્માનઢ પ્રકાશ
સમજતા નહિ. એમ છતાં આછાપાતળા ખ્યાલ ખરે! કે ત્યાં કંઈક મહત્ત્વની વસ્તુ થાય છે. મેં અનેક ગુરુની નિશ્રામાં જ્ઞાન મેળવ્યુ છે. પાલીતાણામાં પૂજ્ય સાગરાન દરિજીના સહવાસથી આગમ પ્રત્યેની રસવૃત્તિ જાગી અને જીવનની પ્રવૃત્તિના પ્રારંભ થયે. ઘણુા ડાકટરા (પીએચ. ડી. એ) પાતાના મહાનિબધા (થિસિસ) સાથે મને મળવા આવે, તે મને મૂર્તિ શાસ્ત્ર, લિપિશાસ્ત્ર વગેરે વિષયામાં પૂ; છું. પણ તેમને પૂછું. આમ પરસ્પર વિદ્યાવિનિમય થતાં હૂં તેના ગુરુ પણ બન્યા અને શિષ્ય પણ બન્યો. પતિ સુખલાલજી અને પંડિત શ્રી નિત્યાનંદજી મારા વિદ્યાગુરુ છે,
મુનિ શ્રી જ ભૂવિજયજીના પરિચય ઘણાં વર્ષ પહેલાં મને પડિત સુખલાલજી ઉપરના તેમના પત્ર પરથી થયા. પંડિતશ્રીએ તે આપણી સાથે સશોધનકા માં જોડાય તેમ કહ્યું એટલે નાચક્રના સંશોધનનું મહાન કાર્ય તેઓશ્રીને સાંપવામાં આવ્યું અને તે કાર્યો માટે દરેક પ્રકારની સામગ્રી જુદા જુદા સ્થળેથી તથા મુનિરાજો વગેરે પાસેથી મેળવી તે બધી મુનિ શ્રી જખૂવિજયજીને સોંપવામાં આવી. તેમણે દેશપરદેશના વિદ્વાનાના સપર્ક સાધ્યા અને જરૂર જણાતાં તિબેટન, ફ્રેંચ વગેરે ભાષાઓના અભ્યાસ કરી તેમાં લખાયેલા પ્રથામાંથી સદર્ભો મેળવ્યા અને અથાક પ્રયાસને અંતે આ મહાન ગ્રંથનુ` સંશાધન-સપાદનકાર્યાં ઉત્તમ પ્રકારે પરિપૂર્ણ કર્યાં છે. આવા ઉત્તમ કાર્ય માટે મુનિશ્રીને અમે અભિનંદન અર્પણ કરીએ છીએ.
ગ્રંથપ્રકાશનમાં કેટલા ખર્ચ થાય છે તેના આપણુને લેશ માત્ર ખ્યાલ નથી. ગુજરાત પુરાતત્ત્વ મંદિરે પંડિત સુખલાલજી તથા પડિત બેચરદાસજીને રાખી સમ્મતિતનું પ્રકાશન શરૂ કર્યું. તેના પગારને કેટલા ખર્ચ થયા હશે તે તેા તેનાં નાણાં ચૂકવનાર જ જાણી શકે.
ગુરુમહારાજ શ્રી ચતુરવિજયજી મહારાજના સ્વવાસ પછી આત્માનદ સભા માટે સાહિત્ય પ્રગટ કરવા અંગેની તે જવાબદારી અમારી ઉપર આવી છે. સક્ષાએ જે સેવા કરી છે તેમાં અમે પણ બિંદુ ભેળવ્યુ તે અમારા, તમારા સૌના આનંદની વસ્તુ છે,
ભાવનગર; તા. ૩૦ -૪-૧૯૬૭, રવિવાર (‘ ́ શ્રી આત્માનંદ પ્રકાશ'’ માસિકના મણિમહાત્સવ અંકમાંથી ઉદ્ધૃત)
એક વિચારપ્રેરક પ્રવચન
[તા. ૨૨-૨-૧૯૭૧, સેામવારના સવારના સવાનવ વાગતાં, મુંબઈમાં, ભાયખલામાં શ્રી મેાતીશા જૈન મદિર સાથેના સભાગૃહમાં, પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ, પૂ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પૂ. મુ, શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજનાં પ્રવચનેા રાખવામાં આવ્યાં હતાં; જે વખતે ચતુર્વિધ શ્રીસ'ધ હાજર હતા. આ પ્રત્રચના દરમ્યાન પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ એક નિવેદનરૂપે ચતુર્વિધ શ્રીસ'ધ સમક્ષ પેાતાની ભાવના રજૂ કરવાના હતા; અને એમાં તેએ પન્ના પહેાંચવાની પેાતાની ઝંખના તેમ જ શ્રીસંઘની આચારશુદ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે સાથે સાધ્વીસધના વ્યાખ્યાનવાચન અને ખાસ કરીને કલ્પસૂત્રવાચનની છૂટ અગે કટલેાક જરૂરી ખુલાસે! પણ કરવાના હતા. આ પ્રસંગે પૂ. આચાર્ય મહારાજના નિવેદનની પૂર્વભૂમિકા સમજાવતાં તેમ જ શ્રોતાઓ સમક્ષ નિવેદન રજૂ થયા બાદ એનુ હ્રા સમજાવતાં પૂ. આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે એક માહિતીપૂર્ણ, વિચારપ્રેરક, મુદ્દાસરનું અને અભ્યાસપૂર્ણ પ્રવચન કર્યુ હતું, તેના સાર પુસ્તિકારૂપે પ્રગટ કરવામાં આવ્યા હતા તે અહીં આપવામાં આવે છે.
For Private And Personal Use Only