________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૨૧પ મહારાજશ્રીની એક પુસ્તિકા આ શ્રદ્ધાંજલિ વિશેષાંકમાં ( પૃ. ૪૩-૪૪) પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજે સંપાદિત કરેલ કે રચેલ ગ્રંથની યાદી આપી છે, તેમાં એક પુસ્તિકાનું નામ આપવું રહી ગયું છે. આ પુસ્તિકાનું નામ “સ્યાદ્વાદ એટલે? શ્રીમાન વિજયલબ્ધિસૂરિજી પ્રત્યે મુનિશ્રી પુણ્યવિજયજીનું નિવેદન' એ પ્રમાણે છે. આ પુસ્તિકા વિ. સં. ૧૯૯૦ની કાર્તિક પૂર્ણિમાએ, પાટણના જન યુવક સંઘ તરફથી, પ્રગટ કરવામાં આવી હતી. આ પુરિતકાના નામ ઉપરથી જ સમજી શકાય છે કે એ કેઈક ચર્ચાના જવાબરૂપે પ્રગટ કરવામાં આવી હતી.
મહાવીર-વાણીનું નિવેદન પં. શ્રીયુત બેચરભાઈએ તૈયાર કરેલ “મહાવીરવાણી” પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ શ્રીમાન સ્વામી આનંદની વિદ્વતાભરી પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થાય છે, એથી આપણને ખાત્રી થાય છે કે આજની પ્રજાની જિજ્ઞાસા કેવી વ્યાપક દિશામાં જઈ રહી છે!
યુગબળ એ એક અજબ વસ્તુ છે. એક યુગમાં આપણી જિજ્ઞાસા સ્વદેશ અને સ્વ-સંપ્રદાયપૂરતી સીમિત–મર્યાદિત હતી, પણ આજે એ જિજ્ઞાસા દરદૂરના દેશ અને વિશ્વ સંપ્રદાય સુધી પહોંચવા સજજ બની છે. આ સ્થિતિમાં સમગ્ર પ્રજાને તેને લગતાં સાધને પ્રાપ્ત થાય તે જ એ જિજ્ઞાસા સંતોષાય અને પ્રજાનું જીવન વ્યાપક ભાવનામય બને. આ હકીકતને લક્ષમાં રાખીને પં. શ્રી બેચરભાઈએ “મહાવીરવાણી” પુસ્તકનું નિર્માણ કર્યું છે. આ પુસ્તકની રચના માટે તેમણે સૂત્રકૃતાંગ સૂત્ર, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર અને આવશ્યક સૂત્રને જ મુખ્ય રીતે પસંદ કર્યા છે, અને તેમાંથી, લેકચિને પ્રેરણા મળે તે રીતે, શ્રી મહાવીર પરમાત્માએ ઉપદેશેલ આંતરજીવનને સ્પર્શતાં ગંભીર તરવાને લગતી ગાથાઓ અને છંદે ચૂંટી કાઢયાં છે. સાથે સાથે આ ગાથાઓ અને છંદોને અર્થ અને વિવેચન આપવા ઉપરાંત બૌદ્ધ વૈદિક સાહિત્ય સાથે તે તે વિષયની તુલના અને સમન્વય કરેલ છે. તેથી સામાન્ય વાચકને રૂચિકર થવા ઉપરાંત વિશિષ્ટ અભ્યાસીને અભ્યાસની દિશાની ખાસ સૂઝ પણ આમાંથી મળી શકે તેમ છે. પ્રસંગે પ્રસંગે કેટલાક વિષેની અમુક રીતે છણાવટ કરવામાં આવી છે એ આ પુસ્તકની મહત્તામાં ઉમેરો કરે છે.
પુસ્તકની આદિમાં ભગવાન શ્રી મહાવીરનું સંક્ષિપ્ત જીવન આલેખવામાં આવ્યું છે. એમાં પણ ટ્રકમાં ભગવાનની જીવનરેખા ઠીક ઠીક રીતે આલેખાઈ છે, જેને લીધે પુસ્તક સવિશેષ આવકારલાયક બન્યું છે અને છે જ.
અંતમાં મને સહજભાવે એક વિચાર કુરે છે કે શ્રી બેચરભાઈએ ઘણાં વર્ષો અગાઉ “ભગવાન શ્રી વીરપરમાત્માનું જીવનચરિત્ર કઈ પદ્ધતિએ લખાવું જોઈએ” એ વિષે એક લેખ લખ્યો હતો. એ લેખને, તે પછીના વર્ષોમાં થએલા અનુભવને આધારે, પુનઃ વિશદ રીતે આલેખવામાં આવે તે પિત-પતાની પદ્ધતિએ ભગવાન મહાવીરના જીવનને આલેખનાર કોઈ પણ લેખકને એમાંના વિચારો સવિશેષ માર્ગદર્શક થઈ પડશે. જૈન સંસાયટી, અમદાવાદ. સં. ૨૦૧૧, માઘ શુક્લ , સોમવાર
ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાના મણિમહોત્સવમાં કરેલ પ્રવચન
ભાવનગરમાં આ સભા છે તેને મને ૧૩ વર્ષની ઉંમરે ડભોઈના પ્રથમ ચાતુર્માસ સમયે ખ્યાલ થયા. આ સભાના સેક્રેટરી શ્રી વલ્લભદાસભાઈ વગેરે ગુરુદેવ પાસે આવતા અને સભાની સાહિત્ય-પ્રકાશન-પ્રવૃત્તિ માટે ચર્ચા-વિચારણા કરતા. તે સમયે મને કલ્પના ન હતી કે મારે આ સભા સાથે સંબંધ થશે.
સુરતમાં પૂજ્ય શ્રી સાગરાનંદસૂરિજીના ગ્રંથપ્રકાશન સમયે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી ગુરુવર્યશ્રીને સંકલ્પ થયે અને નાના નાના ગ્રંથોનું પ્રકાશન શરૂ કર્યું. હું બાળકની જેમ આ બધું સાંભળતો, પણ
For Private And Personal Use Only