________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬]
*
શ્રી આત્માન પ્રકાશ
અણમોલ મોતી રચયિતાઃ પૂજ્ય સાધ્વીજી શ્રી યશોદાશ્રીજી મહારાજ
(રાગઃ પરદેશિયેસે અખિયાં.... ) જ્ઞાની ગુરુ મળીયા આજે પુણ્યના પ્રતાપે,
જેન શાસનમાં જેની કીતિ ફેલાયે રે...જ્ઞાની ગુરુ માતા માણેક, જેની કુખે અવતરીયા, પિતા ડાહ્યાભાઈ જેનાં કુળ અજવાળીયા,
ગામ કપડવંજ જેની જન્મભૂમિ હે રે...જ્ઞાની છાયાપુરી ગામ છે જ્યાં, દીક્ષાનું ધામ છે, વટપુરમાંહિ વડી દીક્ષાનું સ્થાન છે;
આગમપ્રભાકર” બિરદ વટપુર શોભાવે રે...જ્ઞાની બાલ્ય વયમાં જેને સંયમ સ્વીકારી, ગુરુ “ચતુર” છે જેના જ્ઞાની સંધી ,
દાદાગુરુની જેણે પાટ દીપાવી. રે....જ્ઞાની રત્નોની ખાણમાંથી હીરા જ પ્રગટે, આગમ સંધી ગુરુ પુણ્યવિજય ઝળકે;
જૈન શાસનનું એ તે અણમોલ મોતી રે....જ્ઞાની (વડોદરામાં દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિ ઉત્સવ પ્રસંગે ગવાયેલ ગીત)
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજ્યજી મનું સન્માન પ્રસિદ્ધ પુરાતત્વવિદ્ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને ૬૮મે જન્મદિન ગત સપ્તાહ દરમ્યાન કપડવંજ મુકામે પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજીના પ્રમુખપદે ભારે ઉત્સાહથી ઊજવાયો. શ્રી પુણ્યવિજ્યજી મહારાજે સતત જ્ઞાને પાસના વડે એમનું આખું જીવન પ્રાચીન આગમ-સાહિત્યના સંશોધનમાં સમપ્યું છે. મુનિશ્રીએ ગુજરાત-રાજસ્થાનના કેટલાયે હસ્તપ્રતાના ભંડારોને સુવ્યવસ્થિત કર્યા છે, એટલું જ નહિ પરંતુ, ભારત બહારના જિજ્ઞાસુ જ્ઞાન-પ્રેમી વિદ્વાનોને તેઓશ્રીએ અલભ્ય એવી હસ્તપ્રત આપીને આગમ સાહિત્યની ભારે સેવા કરી છે.
મુનિ શ્રી પુણ્યવિજયજી મ.નું નામ સ્મૃતિમાં આવવાની સાથે જ જાણે કે પુરાતત્વ, આગમપ્રકાશન, પ્રાચીન હસ્તપ્રતોના ભંડારો ક૯૫નામાં ઊભરાવા લાગે, એમનું જીવન જ્ઞાનની સતત ઉપાસનામાં ઓતપ્રોત થયેલું દેખાય, એમની અભુત કાર્યશક્તિ, સરળતા અને સૌમ્યતા અંતરને ભક્તિભાવથી સ્પર્શી જાય.
મહારાજશ્રીના આયુનાં સણસઠ વર્ષ પૂરાં થયાં, છતાં તેઓ અજોડ શક્તિ અને પુરુષાર્થથી જ્ઞાન પાસનાનું સુંદર કાર્ય કરી રહ્યા છે એ પ્રશંસનીય છે.
જૈન પ્રકાશ” સાપ્તાહિક મુંબઈતા. ૧૫-૧૧-૧૯૬૨
(શ્રી સ્થાનક્વાસી જૈન કૉન્ફરન્સનું મુખ્યપત્ર)
For Private And Personal Use Only