________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૦૫
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક યને આચરી જ્ઞાન-ધ્યાન-તપસ્યા, રાખી કશી ના મણા, જીર્ણોદ્ધારી, શ્રી જ્ઞાનમંદિર રચાં, ભંડાર ગ્રંથે તણ. શત્રુતા અરિહંતના અરિનીયે જેને ન રે’ આવરી, તંત્રી કોમળ કંઠની બજી રહે નિત્યે મૃદુતાભરી;
જીત્યા રામવિકાર, પુણ્યવિજયશ્રીને ભય ઉત્સવ, - વન્દી પુણ્યદ પાદ પાર્વપ્રભુનાં પ્રાર્થ–ાતાવ!
મનોરથ પૂરા થાય રે રચયિતા : શ્રી શાંતિલાલ શાહ, મુંબઈ
(રાગ : ચંદનબાલાને બારણે....) મુનિ પુણ્યવિજયજી મહારાજ રે, મહારાજ રે, જેને જન્મ દિવસ છે આજ રે, સહુ નરનારી ગુણ ગાય. કીધાં શાસનનાં અનુકૂળ કામ રે, કીધું ઉજજવળ કપડવંજ ગામ રે..સહુ નરનારી એ ડાહ્યાભાઈના ડાહ્યા એ દીકરા, માણેકબાઈના લાલ રે;
માતપિતાના લાડકવાયા, નામ હતું મણિલાલ રે;
થયા બાલ્યવયમાં ત્યાગી રે, થયા અરિહંતના અનુરાગી રે....સહુ હે..યૌવનવયમાં આવતાં એણે, કીધે આગમને અભ્યાસ રે ...ઉઘાડી દીધાં ભંડારે જ્ઞાનના, સરસ્વતીને જ્યાં વાસ રે;
એ તે પ્રાચીન શાસ્ત્રો શોધે રે, અને જિજ્ઞાસુને પ્રતિબધે રે...સહુ હે...કીતિની લાલસા કદી ન કરતા, નામને મેહ નથી રાખે રે, હે નિંદા-સ્તુતિની પરવા નથી, એણે અમૃતને રસ ચાખે રે;
એ તે ધૂળમાંથી રને ખોળે રે, અને અજ્ઞાનીને ઢઢળે રે...સહુ ...કાયાને ઘડપણ આવ્યું છતાં પણ, કાર્યમાં હજી નવયુવાન રે; હે..આહાર-નિદ્રા અલ્પ છે જેનાં, ચૂકે નહિ કદી ધ્યાન રે;
એણે પ્રગટાવી જ્ઞાનની તિ રે, એ તે શાસનનું અણમોલ મોતી રે....સહુ હે...ધન્ય માતા જેણે ઉદરે ધરીયા, ધન્ય છે એહના તાત રે હે.....અમર રહો ગુરુદેવ હમારા, કીતિ જગ ફેલાય રે,
શાસનદેવની સહાય સૌ વછે, ગુરુજીના મનોરથ પૂરા થાય ....સહુ (અડસઠમી જન્મજયંતી કપડવંજમાં ઊજવાઈ ત્યારે મુંબઈના મંડળની બહેનેએ ગાયેલું ગીત)
For Private And Personal Use Only