________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪]
શ્રી આત્માનંદ પ્રકાશ જેઓ આગમેના ઉદ્ધારનું ભવ્ય કાર્ય કરી રહ્યા છે, જેઓ સંઘના અગ્રણી મહાનુભાવથી સમ્માનિત છે, જેમની વિદ્વત્તા જગતના વિદ્વાનમાં પ્રશંસાય છે અને જેઓ પ્રાચીન તથા નવીન એમ ઉભયવિધ વિચારધારાઓનું વિકાસશીલ ધામ છે,
આવા મુનિધર્મના તેજ વડે પવિત્રિત વિજયથી દેદીપ્યમાન પુણ્યવિજયજી મહારાજ કૃપા કરી આજે માંડલ પધારીને માંડલની ભૂમિને પવિત્ર કરી રહ્યા છે, એ ખરેખર અમારે કલ્યાણકારક પુણ્યાગ છે.
પુણ્યલમીન મંદિર અને જેમનાં મન-વચન-કર્મ તથા પ્રજ્ઞા પવિત્ર છે, એવા સંત શ્રી પુણ્યવિજયજી મહારાજને અમારા નમસ્કાર! ચૈત્રી પૂનમ, રવિવાર )
-માંડલ સંઘ વિ. સં. ૨૦૨૦
[ત્રણ કે અને એના અનુવાદ સાથેનું સ્વાગતવચનનું આ લખાણ, પાંચ પાનાંની, રંગ-બેરંગી અને આછા ચિતરામણવાળી, હાથે લખેલી નાની સરખી પુસ્તિકારૂપે મહારાજશ્રીને અર્પણ કરવામાં આવ્યું હતું.]
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના અડસઠમા જન્મદિન પ્રસંગે
રચયિતા : શ્રી કે. ધીરજલાલ પરીખ
આજે મંગલ પુણ્ય-જન્મદિન છે અડસઠમાં તીર્થમાં, ગન્ધ ગુણગાન ગાય ગગને ગાથા ગૂંથી જેમના; મન્ત્રોચ્ચારથી માંગલિક ભણતાં સાધુજને સંતના, પ્રજ્ઞાપંચમીની પ્રભા પ્રગટતાં કર્પટવાણિજ્યમાં. ભાળ્યા જેસલમેર, પાટણ અને ખંભાતના સૌ નિધિ, કલ્પી પાઠ અનેક નૌતમ દીધી સંપાદનની વિધિ રહ્યા પ્રાચીન ગ્રંથ હાથ ધરીને સંશુદ્ધિની સાધના, મુદ્રા-લિપિનવિશિષ્ટ આગમ તણી કીધી નવી વાચના. નિલેપી રહી કીતિથી “ચતુરની દીક્ષા ગ્રહી આકરી, શ્રીને “ગી” ગણી શબ્દ-અર્થ દ્રયની આરાધના આદરી, પુણ્યા સાધ્વીજી “રત્નશ્રીની મમતા સ્પશી નહીં જ્ઞાનીને, ચકાયે નવ કલેશ લેશ નિપજ્યા નિર્મોહી નિર્માનીને. વિદ્યાવારિધિ વીતરાગ જિનની નિશ્રા મહીં ઊછર્યા, જતુ-જીવ-પદાર્થ-મહ ત્યજીને નિર્વાણ પંથે સર્યા
For Private And Personal Use Only