________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંડળ શ્રીસંઘે કરેલ બહુમાન
[વિ. સં. ૨૦૨ માં પૂજ્યપાદ પુણવિજયજી મહારાજને, પાટણના વાળ પાડાના જિનમંદિરની પ્રતિષ્ઠા માટે, અમદાવાદથી પાટણ જવાનું હતું. પરમપૂજ્ય ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિવર્ય શ્રી ન્યાયવિજયજી મહારાજ તે વખતે માંડળમાં બિરાજતા હતા. આ બને મુનિવર વચ્ચે ગાઢ ધર્મ પ્રીતિ હતી; અને, સરળતા, સહૃદયતા અને જ્ઞાનસાધના જેવા ગુણોની સમાનતાને કારણે, બન્ને એકબીજા તરફ ખૂબ આદરભાવ ધરાવતા હતા. એટલે પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજે, અમદાવાદથી સીધા પાટણ જવાને બદલે, માંડળ થઈને જવાનું નકકી કર્યું હતું, જેથી બને જ્ઞાનોપાસક સંતે એકબીજાને મળી શકે. જયારે મહારાજશ્રી માંડળ પધાર્યા ત્યારે માંડળના શ્રી સંધે, પરમપૂજ્ય ન્યાયવિજયજી મહારાજના સાંનિધ્યમાં, ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે, તેઓશ્રીને નાનું સરખું સ્વાગત-પત્ર અર્પણ કરીને તેઓશ્રી પ્રત્યેની પોતાની ભક્તિા અને બહુમાનની લાગણી દર્શાવી હતી. એ સ્વાગત-પત્ર અહીં આપવામાં આવે છે.]
न्यायविशारद-न्यायतीर्थ-मुनिश्रीन्यायविजयविरचितः आगमप्रभाकर-मेधाविमूर्धन्य महामहनीय-मुनिरत्न
श्रीपुण्यविजयमहोदय-स्वागतोद्गारः यो भव्यमागमसमुद्धरणं करोति, सङ्घाग्रणीगणसमचितपादपद्मः। विश्वाभिरूपनिवहस्तुतवैदुषीश्रीः प्राचीनन्तनदृशोश्च विकासि धाम ॥१॥ एतादृशो मुनिवरो मुनिधर्मधामपुण्येन पुण्यविजयो विजयेन भास्वान् । अद्येत्य माण्डलमुवं कृपया पुनाति, नन्वेष नः कुशलकृत् खलु पुण्ययोगः ॥२॥ पुण्यश्रीसद्मने पुण्यमनोवाकर्मणे सते ।
नमोऽस्तु पुण्यप्रज्ञाय श्रीपुण्यविजयाय नः ॥३॥ . चैत्रपौर्णमासी,
॥ श्री सङ्घभट्टारकः, मांडल ॥
मंगलं महाश्रीः ॥श्रीः॥ वि. सं. २०२०
-न्यायविजयः।
सूर्यदिनम् ,
For Private And Personal Use Only