________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुनिराज श्री पुण्यविजयजीका दुःखद देहावसान
यह जान कर हृदयको बहुत आघात पहुँचा कि आगमप्रभाकार मुनिराज श्री पुण्य विजयजीका सोमवार, दिनांक १४-६-७१ को रातके ८-५० बजे बंबईमें अकस्मात् निधन हो गया। मुनिराज केवल जैन समाजमें ही नहीं, संपूर्ण भारतीय समाजमें एक
आदर्श सन्त एवं ज्ञानी थे। उनकी चारित्रनिष्ठा एवं श्रुतसंपन्नताका उदाहरण अन्यत्र मिलना दुर्लभ है। सौजन्यकी तो साक्षात्मूर्ति थे। इस धर्ममय ज्ञानज्योतिके आकस्मिक निर्वाणसे एक श्रुतशीलसम्पन्न मुनिका जो अभाव हुआ है उसकी पूर्ति होना शक्य नहीं दीखता। विद्याश्रम परिवारको इस अपूरणीय क्षतिसे हार्दिक वेदना है ।
“મા” માસિક ૨૬૭, ગુરા.
पार्श्वनाथ विद्याश्रम, वाराणसी
પુણ્યવિજયજી મહારાજનો કાળધર્મ
આગમ દ્વારક, આગમપ્રભાકર, જૈન સાધુ, વિદ્વદર શ્રી પુણ્યવિજયજી મહારાજ મુંબઈમાં, મરીન ડ્રાઈવ પાસેની એક હેપીટલમાં, આજે રાત્રે ૮ વાગે કાળધર્મ પામ્યા હોવાના સમાચાર મળે છે. તેમની ઉંમર ૭૬ વર્ષની હતી. તેઓશ્રી વિચક્ષણ વિદ્વાન સાધુપુરુષ હતા અને જેસલમેરના જૈન ગ્રંથભંડાર વ.ના પ્રાચીન ગ્રંથને તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પ્રસિદ્ધ જૈન મુનિ વિદ્વાન, સંશોધનકાર અને ભાષાવિદ હતા. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પ્રખર અભ્યાસી મુનિશ્રીએ પ્રાચીન તાડપત્રોના અભ્યાસ માટે સુંદર સેવાઓ આપી હતી. (મુંબઈ, તા. ૧૪-૬-૭૧)
જનસત્તા ” દૈનિક, અમદાવાદ, તા. ૧૫-૬-૭૧ શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળ, મુંબઈ–મહારાજશ્રીના સ્વર્ગવાસ-દિવસે જ રાતના સંસ્થાની કાર્યવાહક સમિતિની સભા ચાલુ કામ માટે મળી હતી. સભા ચાલુ હતી તે દરમ્યાન જ મહારાજશ્રીના કાળધર્મના સમાચાર મળતાં મહારાજશ્રીને અંજલિ આપીને સભા મુલતવી રાખવામાં આવી હતી.
શ્રી જૈન સંઘ, મહુવા–“સુઘોષા” માસિકના જુલાઈ, ૧૯૭૧ના અંકમાં જણાવ્યા મુજબ, મહુવાના શ્રીસંઘે મહારાજશ્રીને અંજલિ આપતો ઠરાવ કર્યો હતો.
શેકઠરાવ-“જનસત્તા”ના તા. ૧૬-૬-૭૧ના અંકમાં જણાવ્યા મુજબ, અમદાવાદ, રતનપોળ મહાજનની સામાન્ય સભાએ મહારાજશ્રીને અંજલિ આપતે શે કઠરાવ પસાર કર્યો હતા. ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે “મુનિશ્રીના સ્વર્ગારોહણથી જૈનધર્મ પ્રેમી પ્રજા ઉપર મહાન ફટકે પડ્યો છે. સદ્ગત મહારાજશ્રીએ જૈનધર્મના જ્ઞાનભંડારોને તેમ જ જૈન સાહિત્યને ઉદ્ધાર કર્યો હતે.”
For Private And Personal Use Only