________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૧૯૯ પૂજ્યશ્રીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં આવતા વિશાળ જનસમૂહના ધસારાને પહોંચી વળવા માટે નર્સિગ હેમની જગ્યા બહુ સાંકડી પડી, એટલે, તાત્કાલિક આ મુશ્કેલી દૂર કરવા માટે, મહારાજશ્રીના પાર્થિવ દેહને સામેના શ્રી પાટણ જૈન મંડળના સભાગૃહમાં લઈ જવામાં આવ્યો. ત્યાં પણ આ ધર્મમય જ્ઞાનજ્યોતિનાં અંતિમ દર્શન કરવા વિશાળ જનસમૂહ આવી પહોંચ્યો હતો. મુંબઈ જૈન સ્વયંસેવક મંડળ અને પાટણ જૈન મંડળના કાર્યકર્તાઓએ ભાવનાશીલ ભાઈઓ-બહેનોને બેકાબુ બનતે સમૂહ શાંતિથી દર્શન કરી શકે તેવી સુંદર વ્યવસ્થા સાચવી હતી. વહેલી સવારે આજીવન જ્ઞાનતપસ્વીના દેહને ત્યાંથી પાયધૂની ઉપરના શ્રી ગોડીજીના દેરાસરમાં લાવી પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યો હતે.
ત્યાં છે, વહેલી સવારથી પાંચ વાગ્યાથી, વિરાર અને થાણા સુધીનાં પરાંઓમાંથી માનવ મહેરામણ દર્શનાર્થે આવવા લાગ્યો હતો. યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં સાધુ-મુનિરાજે તથા સાધ્વીજી મહારાજે ત્યાં વહેલી સવારથી, બપોરના બાર સુધી બેસી જ્ઞાનચારિત્રથી શોભતી ઉચ્ચ કોટિની વિભૂતિના ઉપકારોનું તત્તાપૂર્વક સ્મરણ કરતાં, મૂક અંજલિ અર્પતાં બેઠાં હતાં. વહેલી સવારથી બાર વાગ્યા સુધીમાં ચાલીસ હજારથી વધુ ભાવિક ભાઈઓ-બહેનોએ દર્શનનો લાભ લીધે હતા. પૂજ્યપાદ, પુણ્યચરિત મહારાશ્રીનાં અંતિમ દર્શન કરવા તથા તેઓની અંતિમ યાત્રામાં સામેલ થવા અમદાવાદ, કપડવંજ, વડોદરા, પૂન તેમ જ અન્ય સ્થાનમાંથી ભક્તિશીલ મહાનુભાવો સારી સંખ્યામાં મુંબઈ આવી પહોંચ્યા હતા.
શાત-એકાંત ખૂણામાં બેસીને, કોઈ પણ જાતના આડંબર કે મહત્સવ વગર, જીવનભર પૂર્ણ યોગથી જ્ઞાનોદ્ધારનાં અનેકવિધ કાર્યો કરનાર આ મહાન આત્માએ જનસમૂહનાં કેવાં આદર-ભક્તિ અને ચાહના મેળવ્યાં હતાં તેની આ પ્રસંગ સાક્ષી પૂરતો હતો.
અંતિમ સંસ્કાર વગેરેની ઉછામણી થયા બાદ બપોરના સવા બાર વાગે સ્મશાનયાત્રા ગોડીજી જૈન દેરાસરથી શરૂ થઈ. સૂતરબજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી, ગુલાલવાડી, સી. પી. ટેન્ક, વિઠ્ઠલભાઈ પટેલ રેડ, ઓપેરા હાઉસ, ચોપાટી, વાલકેશ્વર ત્રણબત્તી થઈને વાલકેશ્વરના સુપ્રસિદ્ધ આદીશ્વર જૈન દેરાસરમાં પાલખી આવી પહોંચી હતી. સારવાર માટે મહારાજશ્રીને અહીંથી જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા; અને વિ. સં. ૨૦૧૭નું તેઓશ્રીનું ચોમાસું પણ અહીં જ નક્કી થયું હતું, પણ એ થવાનું ક્યાં હતું! છેવટે એમના પાર્થિવ દેહને અહીંથી જ છેલ્લી વિદાય આપવામાં આવી ! દરિયાવદિલ વિદ્યાભૂતિ ગુરુવર્યનાં દર્શન માટે દેરાસરજીના પટાંગણમાં થોડા સમય પાલખીને રાખવામાં આવી હતી. વિ. સં ૨૦૨૬ની સાલનું ચાતુર્માસ પણ પૂ. મહારાજશ્રીએ અહીં જ કરેલ હાઈ વિશાળ જનસમુદાય ત્યાં દર્શનાર્થે ઊમટયો હતે.
આ અંતિમ યાત્રામાં જુદી જુદી ભજનમંડળીઓ, મુંબઈ અને પરાંનાં જૈન સ્વયંસેવક મંડળ, પાઠશાળાના બાળકે અને હજારો ભાઈઓ-બહેને સામેલ થયાં હતાં; શિસ્તબદ્ધ ચાલતી એ યાત્રાએ જૈનેતરોમાં પણ ભક્તિની લાગણી જન્માવી હતી. સ્મશાનયાત્રા જે જે વિસ્તારોમાંથી પસાર થઈ ત્યાંનાં મકાનની અટારીઓ અને બારીઓમાં હજારે જૈનેતર આબાલવૃદ્ધ ભાઈઓ-બહેને દર્શનાર્થે ઊભાં હતાં અને પાલખી ઉપર ગુલાલ, ચેખા અને સિકકાને વરસાદ વરસાવી પોતાની અંતિમ અંજલિ આપતાં હતાં.
આચાર્ય, ઉપાધ્યાય કે પચાસ જેવી કોઈ પણ પદવી નહીં ધરાવતી શ્રમણ સંસ્કૃતિની આ મહાન વિભૂતિને શોકાંજલિ આપવા માટે, એમની સ્મૃતિમાં, મુંબઈ શહેરના શેરબજાર, સોનાચાંદી બજાર,બીયાં બજાર, દવાબજાર, દાણાબજાર વગેરે મુખ્ય મુખ્ય બજાર ઉપરાંત શહેરની નાની-મેટી તમામ કાપડબજારો બંધ રહી હતી.
For Private And Personal Use Only