________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮]
શ્રી આત્માનંદ પ્રકાશ દિવસે સવારના પાંચ વાગે ઊઠી, તંદુરસ્ત હોય તે રીતે, બેઠા બેઠા સ્વસ્થતાપૂર્વક પ્રતિક્રમણ કર્યું હતું. તે દિવસે બપોરના બે-ત્રણ વાર નર્સિગ હેમમાં આંટા માર્યા, થોડો વખત ગેલેરીમાં ઊભા રહ્યા, ત્યારબાદ જનરલ હાલમાં બેસી ગુજરાત સમાચાર' વાંચ્યું; બહુ જ સ્વસ્થ હતા. ગુરુભક્ત શ્રી ધીરુભાઈ (શ્રી ગિરધરલાલ ત્રિકમલાલના પુત્ર) સાંજે આવ્યા ત્યારે તે હસતાં હસતાં પૂ. મહારાજશ્રીએ કહ્યું કે હું તે તમારે ઘેર જઈ આવ્યો ! મરીન ડ્રાઈવ ઉપરનું શ્રી ધીરુભાઈનું નિવાસસ્થાન નર્સિગ હેમમાંથી સામે જ નજરે પડે છે. તે દિવસે સાંજે પૂ. મહારાજશ્રીએ, નિત્યક્રમ મુજબ, બહુ શાંતિ અને સ્વસ્થતાથી પ્રતિક્રમણ કર્યું. ત્યારબાદ થોડો સમય અમારી સૌની સાથે વાતચીત કરી; બહુ આનંદમાં હતા, એટલે હું લગભગ ૮-૧૫ વાગે છૂટો પડ્યો. શ્રી ધીરુભાઈ ત્યાં રોકાયા. પણ આ બધી સ્વસ્થતા અને આ બધે આનંદ છેતરામણાં હતાં એ કણ પામી શકે? અડધા કલાક પછી જ શું થવાનું હતું તેને કોઈને અણસાર સરખે ન હો.
હું ઘેર પહોંચ્યો ને તુરત ટેલિફોનની ઘંટડી વાગી. ટેલિફોન ઉપાડતાં શ્રી ધીરુભાઈએ ન કલ્પી શકાય, ન માની શકાય, તેવા સમાચાર આપ્યા કે પૂજ્ય મહારાજ સાહેબની તબિયત ઓચિંતી ગંભીર બની ગઈ છે ! પૂ. શ્રી મહારાજ સાહેબની મુંબઈની સ્થિરતા દરમ્યાન સતત સંપર્કમાં રહેનાર ગુરુભક્ત શ્રી ફૂલચંદભાઈ શામજી, વિદ્યાભ્યના મંત્રી શ્રી જયંતીભાઈ રતનચંદ શાહ અને “સવિતા' માસિકના તંત્રી મહારાજશ્રીના ભક્ત શ્રી સેવંતીલાલ ચિમનલાલ શાહને ફોન દ્વારા તેની જાણ કરી. નર્સિંગ હોમમાં પહોંચતાં લિફટ પાસે શ્રી ધીરુભાઈ મળ્યા. બહુ ભારે મને, અશ્રુભીની આંખે જણાવ્યું કે “દી ઓલવાઈ ગયો !” આ રીતે પૂજ્ય મહારાજશ્રીએ શરૂ કરેલ વિદ્યાસંવર્ધનનું એકનિષ્ઠ કાર્ય એકાએક થંભી ગયું ! શ્રમણ શ્રેષ્ઠ સાધનાને આદર્શ રજૂ કરતું યશોજિવેલ વ્યક્તિત્વનું પ્રત્યક્ષ દષ્ટાંત અદશ્ય થયું ! પણ તેઓએ જીવી બતાવેલ શ્રમણજીવનને આ આદર્શ, જાણકાર વર્ગને સમૃતિપટ ઉપરથી ક્યારેય અદશ્ય થઈ શકવાને નથી. તેઓશ્રીના વિમળ જીવનનાં ઉજજવળ પાસાંઓમાંથી સતત પ્રેરણા મળતી રહેશે.
સ્ટેટનું ઓપરેશન થયું તે દિવસે સાંજે પૂ. મહારાજ સાહેબની શાતા પૂછવા મુંબઈના જાણીતા સામાજિક કાર્યકર અને મહારાજશ્રીના પરમ ભક્ત શ્રી પન્નાલાલ વોરા અને બીજા પાટણનિવાસી ભાઈઓ આવ્યા હતા. પૂ. મહારાજશ્રી બહુ પ્રસન્ન હતા. તેઓશ્રીએ હસતાં હસતાં કહ્યું કે “મારું કામ પૂરું થાય છે, હવે તમારે તમારું કાર્ય કરવાનું છે!” કાળના બોલ સમા આ કથન ઉપરથી હવે ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે, શું પૂજય મહારાજશ્રીને પોતાની ચિરવિદાયને અણસાર મળી ગયું હશે?
જ્ઞાનોદ્ધારનું શકવર્ત કાર્ય કરનાર પૂજ્ય મહારાજશ્રીના કાળધર્મના સમાચાર બધે વાયુવેગે ફેલાઈ જતાં મુંબઈના શ્રી જૈન સંઘના એક અગ્રણે શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજી, શ્રી કાન્તિલાલ મણિલાલ કં.ના શ્રી પન્નાલાલ મફતલાલ અને તેમના ભાઈઓ, વિદ્યાલયના માનદમંત્રી શ્રી જયંતીલાલ રતનચંદ શાહ, શ્રી પોપટલાલ ભીખાચંદ, શ્રી રમણલાલ નગીનદાસ પરીખ, વાલકેશ્વર દેરાસરના ટ્રસ્ટીઓ, શ્રી પાટણ જૈન મંડળના કાર્ય કરી અને બીજા કાર્યકરો નસિંગ હોમમાં તરત આવી પહોંચ્યા હતા. ઓચિંતા કાળધર્મ પામ્યાના આ સમાચાર મુંબઈ અને પરોમાં પહોંચતાં, દસ વાગ્યા સુધીમાં તે, પાંચ હજારથી વધુ ભાઈઓ-બહેને અંતિમ દર્શન માટે હોસ્પિટલમાં આવી પહોંચ્યાં હતાં.
પૂનામાં ચાર્તુમાસ બિરાજતા પરમપૂજ્ય શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયસમુસૂરીશ્વરજી મહારાજને આ સમાચારની જાણ ટેલીફોન દ્વારા કરવામાં આવી. તાર, ટેલિફોન દ્વારા આ સમાચાર અમદાવાદ, વડોદરા, પાટણ અને ભારતનાં જુદાં જુદાં શહેર-ગામેના સંઘને પહોંચાડવામાં આવ્યા.
For Private And Personal Use Only