________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
-
-
-
-
- -
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક આ રીતે તેમનાં એક એક વચને યાદ કરીએ છીએ ત્યારે મગજ કામ કરતું નથી. અત્યારે અમે વાલકે ઘરમાં સ્વર્ગ સ્થના એછવ નિમિત્ત રહ્યાં છીએ. મનમાં તે એમ જ થાય છે કે પૂજ્ય મહારાજજી પાટ ઉપર સાક્ષાત બિરાજમાન છે. વાતાવરણમાં તેમની વાણીને ગુંજાવર થયા કરે છે. અહીં અગિયારસે શાંતિસ્નાત્ર છે. અમે દશમને દિવસે પાયધુની જઈ અગિયારશે સવારે પાછો આવીશું. સ્નાત્ર પૂર્ણ થયા પછી સાંજે પાયની જઈશું. અમારું ચાતુર્માસ પાયધુની છે. આપ સાહેબજી પત્ર લખો તે પાયધુની લખશોજી. અમને જ્ઞાનીની સાથે સાથે જ્ઞાનની પણ ભક્તિ મળતી હતી તે છીનવાઈ ગઈ !
આપ સાહેબજીના સુખશાતાના સમાચાર જણાવવા અમદષ્ટિ રાખશે. પૂજ્ય જયભદ્રવિજયજી મહારાજ અને રત્નાકરવિજયજી મહારાજ વાલકેશ્વર છે. અગિયારશે સાંજે મલાડ તરફ પ્રયાણ કરશે.
પૂજ્ય મહારાજજીના સ્વર્ગવાસ નિમિત્તે આઠ દિવસને ઓરછ ચાલે છે. ત્યાં સર્વ સાધુ-મુનિરાજને અમારી વંદણ સુખશાતા જણાવશેજી તથા સાધીમડલ સર્વેને વંદણ સુખશાતા. અમારા લાયક કામકાજ જણાવવા કૃપાદૃષ્ટિ કરશે.
લિ, જ્યોપ્રભાની કેરિશ: વંદણા સ્વીકારશે, (પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ ઉપર લખેલ પત્ર.)
અંતિમ યાત્રા લેખક-શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોર
સગ્ય, શીતળ પ્રકાશ વેર ચંદ્ર, ઘનર વાદળામાં અટવાઈ જઈ, ઓચિંતો અદશ્ય થઈ જતાં અંધકાર વ્યાપી જાય, નિર્મળ, શાંત પ્રકાશ આપતા દીપ પવનઝપાટે અચાનક ઓલવાઈ જાય, સુંદર સરોવરમાં ખીલેલું સુગંધિત પાંખડીઓવાળું કમળ અચાનક પાણીમાં અદશ્ય થઈ જાય, ત્યારે મન જે ગ્લાનિ, આશ્ચર્ય, આઘાત અને અકથ્ય વેદના અનુભવે, તે આઘાત જ્ઞાનતપસ્વી, ચુનશીલવારિધિ, પવિત્ર મૂળ જિનાગમના જીવતાજાગતા સંદર્ભ કાશ સમા, પ્રાતઃસ્મરણીય પૂજાપાદ શ્રી પુણ્યવિજયજી મહારાજના આચિંતા દેહવિલયે જન અને જૈનેતર જગત અનુભવ્યો. સોમવાર, તા. ૧૪-૬-૧૯૭૧ ની રાતે કિવસ રોડ પર આવેલ ડે. બચાના નર્સિંગ હોમમાં તેઓશ્રી શાંત, અનંત નિદ્રામાં સદાને માટે પેઢી ગયા ! કાળે પોતાનો ધર્મ બજાવ્યું, અને મહારાજ સ્મૃતિશેષ થઈ ગયા ! હવે તે માત્ર તેઓનું નામસ્મરણ જ થઈ શકવાનું ! તેમની આ ચિરવિદાયથી સકળ શ્રીસંઘ તથા ભારતીય વિદ્યા અને સંસ્કૃતિના દેશવિદેશના વિકાને અને વિદ્યાથીઓએ ભારે આઘાત અનુભળે.
તેઓશ્રીને હરસની તકલીફ જણાતાં મે, ૧૯૭૧માં ડો. મુકુંદભાઈ પરીખે, ચપાટી પરના બે બે મેડીકલ સેન્ટરમાં, સફળ શસ્ત્રક્રિયા કરી હતી. ત્યારબાદ પેશાબની તકલીફને કારણે, નિદાન કરતાં, પ્રોસ્ટેટની વ્યાધિ જણાઈ, એટલે એ વ્યાધિના નિષ્ણાત ડે. કરંજાવાલા પાસે ચિકિત્સા કરાવી. શસ્ત્રક્રિયા વગર આ તકલીફ દૂર થઈ શકે તેમ ન હતી, અને ગમે તેમ કરીને એ તકલીફ દૂર કર્યા વગર છૂટકે ન હોય, તેવું નિદાન થતાં તેઓશ્રીને ડૉ. બચાને નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા. સફળ શસ્ત્રક્રિયા બાદ તબિયતમાં ઘણો સુધારો હતો. પેશાબની તકલીફ દૂર થઈ હતી, અને અશક્તિ હોવા છતાં, તેઓ સરળતાથી ધીમે ધીમે હરફર કરી શકતા હતા; અને નર્સિંગ હોમમાંથી રજા આપવાનું દાક્તર વિચારી પણ રહ્યા હતા. દેહવિલયના
For Private And Personal Use Only