________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
જ્યારે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવા મરીન લાઈન્સ લઈ જવાના હતા ત્યારે અમને ક્યાં રાખવાં, તે માટે વિચાર કરતા હતા. ત્યાં શકુન્તલી સ્કૂલમાં રહેવા માટે સ્થાન મળ્યું. સોમવારે સ્કુલ ખૂલવાની હતી. તે પૂજ્ય મહારાજને ઉંસ્પિટલમાં બે-ત્રણ દિવસ વધારે રાખવાના હતા, તે શકુન્તલા નિશાળ ત્રણ દિવસ માટે બંધ રાખી. અમે સાંજના સાત-સાડાસાત સુધી ત્યાં હતાં. જ્યારે અમે પિટલમાંથી નિશાળમાં આવવા માટે તૈયાર થયાં ત્યારે અમને કહે છે કે બેસ! કોઈ દિવસ ટાઈમ થાય તે બેસવાનું કહે નહિ, અને તે દિવસે બેસવા માટે કહ્યું, એટલે અમે બેઠાં. પરંતુ તેઓ કાંઈ પણ બેલ્યાચાલ્યા વિના પડખું ફેરવીને સૂઈ રહ્યા. પછી ટાઈમ થતાં અમે નિશાળમાં પાછાં આવ્યાં.
પૂજ્ય મહારાજજીએ પ્રતિક્રમણ તથા પારસી ભણાવી, કોઈ પણ જાતની તકલીફ ન હતી. બે-ત્રણ મિનિટમાં જ બધી રમત રમી ગયા અને આપણે બધાંને દગો દઈ ચિરકાળની શાંતિમાં પોઢી ગયા ! એક મિનિટ પહેલાં બોલતાંચાલતાં બીજી મિનિટ સોને છોડીને જતા રહ્યા ! પાસે રહેલા લમણભાઈને તો ખૂબ જ આઘાત લાગ્યો. વાત માનવામાં આવતી ન હતી. તેઓ એટલી બધી દુવિધામાં પડી ગયા કે શું કરવું ? ક્યાં જવું ? કોને બોલાવવા?
છેવટે સૌપ્રથમ કોરા સાહેબને તથા ફૂલચંદભાઈને ફેન કર્યો. હૃદય ઉપર પથ્થર મૂક્યો. સ્વર્ગવાસ પછીની જે ક્રિયા તથા હોસ્પિટલમાંથી સામાન વગેરે ક્યાં લઈ જવો તે વ્યવસ્થા કરવાનું પણ કંઈ સૂઝતું ન હતું. પરંતું કામ કર્યા વિના છૂટકે ન હતો. તે કારણથી ત્યાંની બધી વ્યવસ્થા કરી. અમે સવારના છ વાગે શકુન્તલામાંથી ગોડીજી ગયાં. ત્યાં બધાં સાદવીજીઓ હતાં. બપોરના દેવવંદન કર્યા બાદ અમે શાંતિનાથમાં ગયાં. કેઈ ઠેકાણે ચેન પડતું ન હતું. શું કરવું, તે પણ સમજાતું ન હતું. અમે લગભગ ત્રણ-ચાર દિવસ પાયધુની રહ્યાં.
બધાં કહેવા લાગ્યાં કે તમે વાલંધર આવે તે સારું, કારણ કે ત્યાં પૂજ્ય મહારાજની દરેક વસ્તુઓ છે, તેને સંભાળવાની છે. પરંતુ અમારું શરીર કામ કરતું ન હતું. વાલકેશ્વર જો પગ ઊ પડતા ન હતા, પરંતુ બધાંએ કહ્યું કે તમો આ બધું નહિ સંભાળી તે કેણ કરશે? માટે મનને મનાવીને પણ કામ કરવું પડશે. અમે વાલકેશ્વર અવ્યિાં તથા પૂજ્ય મહારાજજીનાં પુસ્તકનાં પોટલાં બાંધીને મહાવીર વિદ્યાલયમાં લઈ ગયાં. ત્યાં અમે તથા લક્ષ્મણભાઈએ પુસ્તકોનું લિસ્ટ વગેરે કર્યું. અમે ત્રણ-ચાર દિવસ વિદ્યાલયમાં રહ્યાં હતાં. વરસાદ ખૂબ હોવાથી પુસ્તકે પેક થયાં ન હતાં. હમણાં બે દિવસથી ઉઘાડ છે તેથી લક્ષ્મણભાઈએ બધાં પુસ્તકે પેક કર્યા છે. લક્ષ્મણભાઈ શનિવારે અમદાવાદ જવાના છે. સાથે ત્રણ પેટીઓમાં હસ્તલિખિત પ્રતો તથા પ્રદર્શન-વિભાગ છે તે લઈ જશે. તથા બીજા કામનાં કાગળિયાં વગેરે છે, તે લઈ જશે. છાપેલાં પુસ્તકે પેક કરીને રાખ્યાં છે તે પાછી લઈ જશે. હમણાં સામાન ખૂબ છે, માટે બધું સાથે લઈ જવું ફાવે નહિ, અને ટ્રાન્સપોર્ટમાં લઈ જાય છે. વરસાદમાં સચવાય નહિ, માટે પછી લઈ જશે.
પૂજ્ય મહારાજજીની દરેક વરતુ ખૂબ જ વ્યવસ્થિત હતી. જ્યારે પણ તેઓ ક્યાંય બહાર જતા ત્યારે દરેક વસ્તુ ચેકસ કરીને જતા હતા. જીવનમાં ક્યારે પણ કોઈ કામ ગરબડ ગરબડ ગમતું નહિ. દરેક વસ્તુને જીવની માફક સાચવતા. જરૂર પડે ત્યારે કોઈને આપવામાં પાછી પાની કરતા નહિ. કઈ પણ વસ્તુ ખૂબ પ્રસન્નતાપૂર્વક ઉદાર દિલે સામેની વ્યક્તિને સંતોષ થાય તે રીતે આપતા હતા. અમારા જેવી પામર વ્યક્તિ જાય ત્યારે પણ કેમ બેન ! શાતા છે ને ? એવું તે અવશ્ય પૂછતા હતા. અમે જ્યારે પૂછતાં કે આપશ્રીને શાતા છે? તે તુરત કહેતા હતા કે વડીલની કૃપા અને બહેનોના આશીર્વાદથી મને ઢગલા ને ઢગલા શાતા છે !
For Private And Personal Use Only