SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક - કેવી વસમી વિદાય ! એક હૃદયસ્પર્શી પત્ર Eren N I જ્યનુ વીતરાગા: | મુ. મુંબઈ ૩; ૨૦૧૭, . સ. ૮ ઠે. પાયધુની, ભીંડી બજાર, શાંતિનાથને ઉપાશ્રય. મુ. પૂના મથે શાંત, દાંત, મહંત, ત્યાગી, વિરાગી, પંચમહાવ્રતધારક છે કાય જીવની રક્ષા કરનાર, સમતાના સાગર, સાગર જેવા ગંભીર, પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ શ્રી પરમપૂજ્ય આચાર્ય ભગવંત, તથા અન્ય મુનિમંડલ, મુબઈથી લિ. આપને હરરોજ યાદ કરનાર કુસુમશ્રીજી મહારાજ, કારશ્રીજી, યશદાશ્રીજી, જયન્તપ્રભા આદિ ઠાણાની ૧૦૦૮ વાર વંદણ સુખશાતા આપને પવિત્ર ચરણકમળમાં સ્વીકારશોજી. વિ. લખવાનું કે આપ સાહેબજીના લખાવેલ પત્રો મળ્યા હતા. પરંતુ જવાબ આપવાની જરા પણ હિંમત રહી ન હતી. તે કારણથી પત્ર લખવામાં ઘણે વિલંબ થયો છે. હજી પણ પત્ર લખવા માટે હાથ તથા મગજ કામ આપતું નથી. જાણે થંભ તૂટી પડ્યો અને નીચે દબાઈ ગયા હોઈએ તેવું લાગે છે ! એકદમ અચાનક આ પ્રસંગ બનવાથી હૃદય ઉપર વજાઘાત થયે હોય તેવું લાગે છે. કુસુમશ્રીજી મહારાજે આપશ્રીને પત્ર લખ્યો હતો તેમાં સ્વર્ગસ્થના સમગ્ર સમાચાર જણાવ્યા હતા. પૂજ્ય મહારાજજીનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું, તે તે ખૂબ સફળતાપૂર્વક થયું હતું. પેશાબની કોઈ તકલીફ ન હતી. ટોટી વિના સાહજિક રીતે પેશાબ થતો હતો. પરંતુ ઓપરેશન બાદ એક દિવસ પછી કઈ પણ પ્રવાહી પદાર્થ લેતા પણ છાતીમાં દુખાવો થતો. મેઢામાં પાણી નાખતા તે તુરત આંખમાં પાણી આવી જતું. આ રીતે સહનશીલતાની મૂર્તિમાં કોઈ દિવસ આંખમાં પાણી જેવાં ન હતાં. આ રીતે જ્યારે આંખમાં પાણી આવતાં ત્યારે સામે ઊભા રહેલા દરેકની આંખમાં પાણી આવી જતાં. આ દશ્ય તે વર્તમાનમાં પણ કપનાથી ખડું કરવામાં આવે છે, તે હૃદયમાં ખૂબ કમકમાટી આવી જાય છે. કાડિયેગ્રામ બે વખત લીધે, છતાં ડે. કહી શકયા નહિ કે આ દુખાવો શાને થાય છે. પૂ. મહારાજજી ડેકટરને કહેતા કે તમે બધા કહે છે કે છાતીમાં કાંઈ રોગ નથી, પરંતુ મને દુઃખાવો થાય છે, તેનું શું ? આ રીતે ડોક્ટરને કહેતા હતા. ત્રણ દિવસ ઘણે દુઃખાવો રહ્યો. હાર્ટના સ્પેશ્યલ ડેકટરને બોલાવ્યા. છતાં પણ ડોકટર કહી શક્યા નહિ. કેરા સાહેબ, કૂલચંદભાઈ, પન્નાલાલ વહેરા વગેરેએ ખૂબ મહેનત કરી, પરંતુ તે સર્વ નિષ્ફળ ગયું ! સોમવારે સવારે અમે જ્યારે ગયાં ત્યારે કહે છે, કે જે આજે તે રાજી થશે ને ? આજે તે હું એકદમ સાજો થઈ ગયો છું, તમારું લેહી ચઢશે ને? આ રીતે બધાંની સાથે વાત કરતા હતા. તે દિવસે રૂમની બહાર મેટા રૂમમાં હાથ પકડીને ફરી આવ્યા. રૂમની બહાર અડધો કલાક બેઠા, છાપું વાંચ્યું. બધાંને મનમાં થયું કે આજથી પૂજ્ય મહારાજજીની તબિયત સુધારા ઉપર છે, એટલે ચિંતાનું વાતાવરણ થોડું ઓછું થયું, પરંતુ આપણને એવી શી ખબર કે જ્યોત બુઝાવાની છે, એ પણ બધાંની માયા છોડીને જોગીઅવધૂત થોડા સમયમાં આપણા સ્નેહબંધને તેડી, દગે દઈને જતાં રહેવાના છે ! એવી શી ખબર? સોમવારે જે કાંઈ આહાર તથા પ્રવાહી લઈ ગયા તે શાંતિપૂર્વક લઈ લીધું. કોઈ પણ જાતની તકલીફ પણ થઈ ન હતી. એ પૂજ્ય પુણ્યશાળીનું પુણ્ય પણ તેવું હતું કે જ્યાં જઈએ ત્યાં તેમના નામે અલભ્ય વરતુ પણ લભ્ય થઈ જતી હતી. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy