________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેoo]
શ્રી આત્માનંદ પ્રકાશ સ્મશાનયાત્રામાં મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જૈન, જૈન સંઘના અગ્રણીઓ, મુંબઈ અને પરાનાં દેરાસર તથા સંઘના ટ્રસ્ટીઓ, તેમ જ ભાવિક ભક્તજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધે હતા. જેવું ભવ્ય અને દિવ્ય મહારાજશ્રીનું જીવન હતું એવી જ ભવ્ય, અને ચિરસ્મરણીય એમની અંતિમ યાત્રા હતી. એ યાત્રાનાં દર્શન કરનારાં ધન્ય-કૃતાર્થ બની ગયાં.
શહેરના જુદા જુદા લત્તાઓને પાવન કરી, ચાર કલાકની લાંબી મજલ પછી, મહારાજશ્રીની પાલખી, સાંજના ૪-૪૦ વાગતાં, અંતિમ યાત્રાના છેલ્લા વિસામારૂપ, મહાસાગરના કિનારે, બાણગંગાની સ્મશાનભૂમિમાં પહોંચી હતી. ત્યાં સાંજના પોણું પાંચ વાગે સુખડની ચિતામાં, જય જય નંદા, જય જય ભદ્દાના ગગનચુંબી ના વચ્ચે, શ્રી ધર્મદાસ ત્રિકમદાસ કપૂરવાળાએ, પૂજ્યશ્રીના આજીવ સેવક શ્રી માધાભાઈ સાથે, મહારાજશ્રીને અગ્નિસંસ્કાર કર્યો હતો. શ્રવણ ભગવતમાં શીલ અને પ્રજ્ઞાથી શોભતા એ પરમપૂજ્ય ગુરુવર્યને દેશ ભસ્મીભૂત થયો!
ભારતીય અને જૈન વિદ્યાના સંશોધન અને સંપાદનના ક્ષેત્રે પડેલ બેટની કલ્પના કરવી કઠિન છે. શાસ્ત્રપારગામી આ મહાન વિભૂતિએ આરંભેલ કાર્ય કોણ કરશે અને ક્યારે થશે તેને વિચાર કરતાં સ
ટા પડ્યા તારે સૌનાં અંતર એક મહાન અને આદર્શ સંતપુરુષની કારમી ખોટના વિચારથી વિષાદમય બન્યાં હતાં !
આજનું જગત જે વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, સર્વત્ર હિંસા, અનાચાર અને અત્યાચાર ફેલાઈ રહ્યાં છે, તે સમયે જનસમૂહને સાચી દૃષ્ટિ આપી સત્ય, અહિંસા અને સદાચારને માર્ગે દોરી જનાર આ મહાન જ્ઞાનતપસ્વી સંતની જે ખોટ પડી તે કદી પુરાશે નહિ. ખરી રીતે તે અત્યારે અવિા જ પુણ્યપુરુષની જગતને જરૂર હતી. ભગવાને એમને થોડું વધુ આયુષ્ય આપ્યું હતું કે, અત્યાર સુધીમાં પવિત્ર જિનાગમના સંશોધન-સંપાદનનું કાર્ય કરી, જ્ઞાનક્ષેત્રે જે અમૂલ્ય સેવા કરી છે એથી વિશેષ સેવા કરીને પવિત્ર જ્ઞાનભંડારમાં સમાયેલ જ્ઞાનના અખૂટ ખજાનાને સવિશેષ બહાર લાવી શકયા હોત. જિનાગમસંશોધન અને જ્ઞાનભંડારાના ઉદ્ધાર માટે તેઓની ભાવના, શક્તિ અને સૂઝ અખૂટ હતી. પણ શાસનદેવની એવી ઈચ્છા નહિ હોય એટલે કાળે બહુમુખી પ્રતિભા ધરાવતા આ બહુત મહાન આત્માને આપણી સૌની વચ્ચેથી ઊચકી લીધા! અને આપણી વચ્ચે જે જ્ઞાનજ્યોતિ પ્રકાશી રહી હતી તે સદાને માટે વિલય પામ !
પૂજ્ય મહારાજશ્રીના અવસાનથી તેઓશ્રીની સત્યલક્ષી જ્ઞાનોપાસના સાથે તેઓના સત્વશીલ અને સ્નેહશીલ જીવનમાંથી સતત પ્રેરણું મેળવનાર ભારતીય અને વિદેશી વિદૂદ્દવર્ગને જે મોટી ખોટ પડી છે, એ બેટ કદી પુરાશે કે નહિ તે કોણ કહી શકે ?
એ પ્રાતઃસ્મરણીય પૂજ્ય ગુરુવર્યને આપણી સૌની ભાવભરી વંદના હે !
|| બનો તેહિં વમાસમi |
For Private And Personal Use Only