________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮]
શ્રી આત્માનંદ પ્રકાશ હવે મને પુણ્યવિજયજી તરફથી મળેલી અંગત પ્રસાદીના સૂચનરૂપે એટલું જ કહીશ કે મને એમણે કેટલાક ગ્રંથે ભેટ આપ્યા છે. મારા ઉપર કોઈ કોઈ વાર પત્ર પણ લખ્યા છે તેમ જ મારે હાથે તૈયાર થયેલાં વર્ણનાત્મક સૂચીપત્રોના મુદ્રણપત્રો તપાસવામાં એમણે સહકાર આપ્યો છે.
અંતમાં “જન આત્માનંદ સભા” સ્વ. પુણ્યવિજયજીને અંગે સ્મારક ગ્રંથ પ્રસિદ્ધ કરે છે તે બદલ એ સભાને ધન્યવાદ આપતા અને મને લેખ લખવા માટે “શ્રી આત્માનંદ પ્રકાશ” ગત આમંત્રણ નિમિત્તરૂપ બનતાં પુણ્યવિજયજીની પ્રસાદી વિચારવાને સુગ સાંપડ્યાને સાનંદ ઉલ્લેખ કરતે હું આ લેખ પૂર્ણ કરું છું, મધુહંસ, વરલી, મુંબઈ-૨૫ DD. તા. ૧૭-૧૨–૭૧.
અદ્ભુત તારી છાયા રચયિત્રી–પૂજ્ય સાધ્વીજી શ્રી યંતપ્રભાશ્રીજી
જીવન તારું ધન્ય બનાવી, ત્યાગી સહુની માયા;
અદ્દભુત તારી છાયા. માણેકની કુખે હીરા જ પ્રગટયા, ડાહ્યાભાઈના લાડીલા ઝળક્યા,
વીરપંથે ચાલનારા....અદ્ભુત તારી છાયા. વિનયતણે તું અખૂટ મિનારો, સમતારસને તું છે સિતારે;
અભિમાનથી દૂર ... અદ્દભુત તારી છાયા. શ્રદ્ધાને દીપ તે પ્રગટાવી, જ્ઞાન-સરગમની વીણા બજાવી;
- દાદાગુરુની છાયા....અદ્ભુત તારી છાયા. જ્ઞાન-ક્રિયાને સહયોગ સાધી, સંશોધનકાર્યમાં જીવન વિતાવી;
અનુભવજ્ઞાનની ધારા.....અદ્ભુત તારી છાયા. સંધ્યા સમયે જીવનલીલા, સહુને મૂકી દીધા જ વીલા;
જેઠ વદી છડ઼ દિના....અદ્ભુત તારી છાયા. ગરવી ગુજરાતે ગુરુતા પામી, મુખપુરીમાં મૃત્યુને સાધી;
જિનઆગમ શણગારા અભુત તારી છાયા. વિક્રમંડળને સાચો જ હરે, કાળરાજાએ છીનવી જ લીધે પુણ્યસ્મૃતિ” ઝંખનારા...વિરહતણા સહનારા;
અદ્દભુત તારી છાયા.
૧. આની નેધ મેં “વિદ્વવલ્લભ સાથેના સાહિત્યિક પ્રસંગે” નામના લેખમાં લીધી છે. (એમાં કહાયણકેસને ઉલ્લેખ
રહી ગયું છે.) આ લેખ જ્ઞાનાંજલિ (પૃ. ૭-૮૦)માં છપાયો છે. ૨. એમને ઘણાં વર્ષો ઉપર મારા પર લખાયેલો કાગળ મેં આજ દિન સુધી સાચવી રાખ્યો છે. એ એમના સુંદર
અક્ષરોની પ્રતીતિ કરાવે છે.
For Private And Personal Use Only