________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
પુણ્યના પુંજ-શે, ધર્મની ધ્વજા-શો, આગમને કરતે ઊજળા, શાસનની પ્રેરતા પ્રભાવના ! વિજય વરતે જીવન-જંગે, ચતુર્વિધ સંઘ સદાય સંગે! તો તણે દર્શક, અધ્યાત્મયોગી, જ્ઞાન-ય અર્થે અપતે જોગી ! સદ્ભાગ્ય સમાજના સંત એ સાંપડ્યા, સંઘ-શાસનના જેણે સત્કાર્યો કર્યા, એવા ગુરુવર્ય શ્રી પુણ્યવિજયજીને,
સાષ્ટાંગ નમીએ, શિરસા વંદીએ, જ્ઞાનના એ ગરવી ગવાળને ! બાહ્યાચારમાં કાર્યરત સદા, વિશિષ્ટ મગ્નતા અંતરે ધરતા, શીલ, સંયમ, તપ થકી શોભતા, વંદતાં ધન્ય સૌ બનતા
-જ્ઞાનના એ ગરવા ગોવાળને! આગમના એ અજોડ રખેવાળને!
વિદ્વવલ્લભની પ્રસાદી લેખક–. હીરાલાલ ૨, કાપડિયા, એમ. એ.
“વિક્વલ્લભ”ના બે અર્થ થાય છે: (૧) વિદ્વાને વલ્લભ-પ્રિય અને (૨) જેને વિદ્વાને-સાક્ષર વલ્લભ છે તે. એ બને અર્થસૂચક “વિદ્ વલ્લભ' વિશેષણ હું આજે ઘણાં વર્ષોથી એક મુનિવરને માટે વાપરતા આવ્યો છું. એ મુનિવર તે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના પ્રશિય અને ચતુરવિજયજીના શિષ્યરત્ન સ્વ. પુણ્યવિજયજી છે.
પ્રસાદી એ ગુજરાતી શબ્દના “સાર્થ ગુજરાતી જોડણીકોશ”માં ત્રણ અર્થ અપાયા છેઃ (૧) દેવને ધરાવેલી સામગ્રી, (૨) દેવ, ગુરુએ પ્રસન્ન થઈ આપેલી ચીજ અને (૩) માર.' આ પૈકી દ્વિતીય અર્થ અત્ર સર્વાશે અભિપ્રેત છે. પુણ્યવિજયજીનાં લખાણો મને પ્રેરણાદાયક નીવડ્યાં છે–અમુક અંશે એ દ્વારા મારા જ્ઞાનની વૃદ્ધિ થઈ છે એટલે એ અપેક્ષાએ એએ “વિદ્યાગુરુ ' ગણાય. એમનાં લખાણે વિવિધ વિબુધવને માર્ગદર્શક બન્યાં છે; જૈન સમાજને એ વિશેષતઃ ઉપયોગી થઈ પડ્યાં છે. આવાં એમનાં લખાણોને હું એમના તરફથી મળેલી “પ્રસાદી' કહું છું. આ જાતની લગભગ સંપૂર્ણ પ્રસાદી આપણને જ્ઞાનાંજલિના પ્રથમ ખંડમાં ચાખવા મળે છે. એની સંક્ષિપ્ત રૂપરેખા હું આ લેખ દ્વારા આલેખું છું.
સને ૧૯૧થી ૧૯૬૮ સુધીના એમના ગ્રંથની અને ગ્રંથરૂપે પ્રસિદ્ધ થયેલાં સંપાદનની સૂચી પૃ. ૨૩-૨૪માં અપાઈ છે. એમાંનાં કેટલાંક સંપાદને એમના ગુરુવર્યાદિ સાથે કરેલાં છે. આ સૂચી ઉપરથી જોઈ શકાય છે કે એમણે બહકપત્રક ( નિર્યુક્તિ-ભાગ્ય-ત્તિ સહિત ), છકલ્પસૂત્ર, કપુત્ર અને એની નિયુક્તિ અને શૂર્ષિ તેમ જ એનાં ટિપ્પનક તથા ગુજરાનુવાદ, અંગવિજજા, નદીસુત્ર અને એની ચૂર્ણિ,
૧. આ “લાક્ષણિક” અર્થ છે. ૨. અંતમાંનાં પાંચ સંપાદને છપાય છે. ૩. આનું મૂળ નામ “કમ્પ” છે. આ નામ તે કાલાંતરે પડાયેલું છે. છે. આનું શાસ્ત્રીય નામ “પજવણાક’ કિંવા “પજુસણકમ્પ” છે.
For Private And Personal Use Only