________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮૫
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
વંદનાંજલિ જ્ઞાનના એ ગરવા ગોવાળને!
આગમના એ અજોડ રખેવાળને! રચયિતા– ડોભાઈલાલ એમ. બાવીશી, પાલીતાણા
(અગદ્યાપદ્ય)
જ્ઞાનના ઓ ગરવા ગોવાળ ! આગમના એ અજોડ રખેવાળ! શાસ્ત્રોની સહસ્ત્રપ્રતિ શોધી શોધી, ન્હાની-મોટી, ખૂણેખાંચરેથી, કરી સંગ્રહીત અને સંધિત, વળી વિશિષ્ટ રીતે વ્યવસ્થિત, જૈનદર્શનના જ્ઞાનપિપાસુઓ કાજે, જૈનેતર પણ જિજ્ઞાસુ જે ! કાયા નિચેની, હૃદય પરવી, જીવનની ક્ષણેક્ષણ વાપરી, ધર્યું નવનીત સમાજચરણે, શાસનની પ્રભાવના કારણે. એવા એ જ્ઞાનના ગરવા ગેવાળને, આગમના એ અજોડ રખેવાળને, વંદીએ, બિરદાવીએ અને ધન્ય ધન્ય બનીએ ! જિનભાખી અનન્ય આગમવાણી, પ્રભુ-પ્રરૂપી અપૂર્વ જ્ઞાન-લહાણ, વાચકે, વિવેચકે ને વૈજ્ઞાનિક લે લહા વાંચી-વાંચી એ ગ્રંથો, વિદ્વાને, પ્રાધ્યાપકે ને સૌ કો. દેશ-વિદેશના કંઈક જ્ઞાન-તરસ્યા, મુનિ-ચરણે આવે ધસ્યા, તીર્થકર-કથિત ને આચાર્ય-સંકલિત, જ્ઞાનભંડારો શેધતા ને થતા સ્થિત ! અને ત્યાં જ્ઞાન-ગોષ્ટિ કરતા, અને ધન્ય ધન્ય બનતા !
આગમના અનેક અમૂલ્ય ગ્રંથો, જાણે જ્ઞાનને ગહન–ગૂઢ જથ્થો, રખડી-રવડી કંઈક સ્થળે સ્થળે, જીવનની પ્રત્યેક પળે પળે, પામવા પ્રેરણા, જીવને ઉજાળવા, ચતુર્વિધ સંઘને ચરણે ધરવા, મેળવ્યા મહામહેનતે, ને ગોઠવ્યા અજોડ જહેમતે! એ ગ્રંથના સદુપગ માટે, જ્ઞાનગંગાને પવિત્ર ઘાટ, આમંયા ને સંબોધ્યા એણે, અનેકાનેક શાસ્ત્રવિદેને– કે પામે પ્રેરણું, ને કરે આગમ-પ્રભાવના ! ભક્તિ ને ભાવના સભર, જિનશાસન ને શાસ્ત્રોને રાહબર, પ્રેરવાપરવવા ભલેને ભક્તિમાં, ને જોડવા જીવોને આત્મસાધનામાં, આગમાનુલક્ષી કરતા પ્રવચને, જેમાં નીતરતાં જિનનાં વચને ! કરી શ્રવણ જો હૃદયે ધરીને, દેવ-ગુરુ-ધર્મને સદા સ્મરીને, આચરે સૌ જીવનમાં ને વ્યવહારમાં, પ્રત્યેક પ્રસંગમાં ને પ્રયોગમાં! ને અન્યથા વર્તે, કદીયે કઈ શરતે, ભલેને જાય પ્રાણ પળમાં !
૨૪
For Private And Personal Use Only