________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪] .
શ્રી આત્માનંદ પ્રકાશ
AAAAAAAAA
નિઃસ્પૃહગી પૂ. ગુરુદેવ આગમનું સંશોધન પિતાના જીવનકાર્યની જેમ પૂરા યોગથી કરતા. ઉપરાંત, તેમની પાસે કેટલાયે વિદ્વાને પ્રસ્તાવના, લેખે વગેરે લખાવવા આવતા, તે બધાંને પણ તેઓ સંતોષકારક જવાબ આપતા. પુસ્તક પ્રાપ્ત કરવા માટે આવનારને પુસ્તકે ગમે ત્યાંથી પ્રાપ્ત કરાવી આપતા. જ્ઞાનપિપાસુને જ્ઞાનનું દાન કરવામાં જરાય કંજૂસાઈ કરતા નહિ. તેમણે જીવનની સમગ્ર શક્તિઓ ધર્મને, સંઘને અને જનસમુદાયને સમર્પિત કરી હતી, અને જાણે “આગમસંશોધન' માટે તે ભેખ જ લીધો હતો. આવા ભેખધારી નિઃસ્પૃહાગી જગતમાં પ્રાપ્ત થવા અતિદુર્લભ છે.
ભર્તુહરિએ વૈરાગ્યશતકના એક શ્લોકમાં કહ્યું છે કે માનવીનું આયુષ્ય તમ્ એટલે સો વર્ષનું હોય છે. તેમાંથી અડધાં એટલે પચાસ વર્ષ રાત્રિમાં જાય છે. શેષ પચાસ રહ્યાં, તેમાંથી બાલ્યાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં રેગ-વ્યાધિઓથી ગ્રસ્ત થવામાં તથા બીજાની સેવા કરવામાં દિવસો, મહિનાઓ તથા વર્ષો જતાં રહે તે માનવીને પિતાની આરાધના તથા સાધના માટે કેટલો સમય મળે? પૂ. ગુરુદેવ તે કઈ અલૌકિક, અને ખી અને દુનિયાથી પર વ્યક્તિ હતા. તેમની દીક્ષાના ત્રેસઠ વર્ષના પર્યાયમાં સોડાએકત્રીસ વર્ષ રાત્રિના આવે પરંતુ ૩૧ વર્ષની અડધી રાત્રિ પણ ગુરુ દેવે નિદ્રા લીધી નહિ હોય. તેઓ હમેશાં રાત્રિના નવ વાગે પ્રતિક્રમણ કરી કાર્ય કરવા માટે બેસતા હતા, તે રાત્રિના બે-અઢી વાગે ત્યાં સુધી કામ કરતા રહેતા તેમને સમયની ખબર જ પડતી નહિ! મહિનાના ત્રીસ દિવસમાં આખી રાત્રિ ક્યારે પણ નિદ્રાદેવીને ખાળે નહિ પડયા હેય. બે કલાક નિદ્રા લઈ ચારસાડા ચાર વાગે ઊઠી પ્રતિક્રમણ કરતા, ભગવાનને જાપ કરતા અને દરેક કાર્ય સમયસર કરતા. જીવનમાં કેવળ જ્ઞાનને જ વ્યાસંગ હતા, એવું ન હતું; ધર્મક્રિયા, પ્રભુભક્તિ, બીમાર હોય તેને ધર્મશ્રવણ કરાવવું વગેરે દરેક કાર્યમાં તેઓને રસ હતો.
તેમનામાં ખાસ એક વિશિષ્ટતા હતી, કે ક્યારે પણ બહાર જતા, તે સૌથી પ્રથમ તેમનાં પાનપોથીને યાદ કરતા. છેલ્લે પૂજ્ય ગુરુજીને હરસનું ઑપરેશન કરાવવા હોસ્પિટલમાં દાખલ થવાનું હતું, ત્યારે તેઓશ્રી
આવશ્યક ચૂર્ણિ'નું સંશોધન કરતા હતા. તેનાં શેડાં પાનાં સંશોધન કરવાના બાકી હતાં, તે પણ હોસ્પિટલમાં રાત્રિના બે-અઢી વાગ્યા સુધી કામ કરી પૂરાં કર્યા. આ રીતે તેમના જીવનના અનેક પ્રસંગો છે. તેઓશ્રીને અંત સુધી કાર્ય કરવાની તમન્ના તથા ધગશ હતી.
પૂજ્ય ગુરુદેવ પાસે વર્ષ જેવી વૃદ્ધાવસ્થામાં પણ અઢાર કલાક સુધી કામ કરતા હતા. તેમની બને આંખોના મોતિયા કઢાવ્યા હતા, છતાં પણ તેઓ સુમમાં સૂક્ષ્મ અક્ષરો ખૂબ સારી રીતે વાંચી શકતા હતા. કાચી કાયામાં ઘડપણ આવ્યું હતું, પણ એમનું કાર્ય બળ જુવાનને પ્રેરણા આપે તેવું હતું. જીવનમાં કીર્તિની લાલસા કદી કરી ન હતી. માન કે મેટાઈ તેમને આકર્ષી શકતાં ન હતાં. તેઓશ્રી ખૂબ સરળ અને નિખાલસ હતા. તેઓ સંશોધન કરતા હોય ત્યારે કાર્યમાં એવા એકાકાર થઈ ગયા હોય કે અમારા જેવા જઈને બેસીએ, ત્યારે પાંચ-દશ મિનિટ સુધી તે એમને ખબર જ પડતી નહિ! નજર પડતાં પોતાનું કાર્ય એક તરફ મૂકીને અમને કાંઈ ને કાંઈ ઉપદેશ આપતા.
આવા જ્ઞાનજ્યોતિ, આગમપ્રભાકર, આગના ખજાનચી જગતની સૃષ્ટિમાં શોધ્યા મળે તેમ નથી. તેઓ નામ અને કામથી અમર બની ગયા છે. એમને મહાન આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાંથી અમને ધર્મને માર્ગે ચાલવાની બુદ્ધિ અને શક્તિ આપે, એ જ અંતરની અભ્યર્થના.
For Private And Personal Use Only