________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૧૮૩ મહારાજને પણ ગુચ્છ કરતાં દાદાગુર ઉપર અત્યંત પ્રેમ હતો. દીક્ષા લીધા બાદ ત્રણ-ચાર વર્ષમાં જ તેઓ પૂજ્ય ગુરજી ચતુરવિજયજી મહારાજની કોપી લઈને, ગુરુજી ગોચરી જતા ત્યારે, છાનામાના કેપી કરીને મૂકી દેતા હતા. તેમને પ્રથમથી જ સંશોધનકાર્યમાં અત્યંત રસ હતો. - જ્યારે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ વયમાં નાના હતા–ગુણોથી તે તેઓ હંમેશાં મહાન હતા–ત્યારે પંડિતજી વ્યાકરણ ભણાવવા આવતા હતા. પંડિતજી રૂપિ ગોખવા આપતા. બીજે દિવસે પાઠ ધરાવવા વખતે પંડિતજી રૂપે બેલવાનું કહેતા, ત્યારે બાલમુનિ પુણ્યવિજયજી મહારાજ કહેતા, કે મને એવું ગોખણપટ્ટી જ્ઞાન ભણવું ગમતું નથી; તમારે જે રૂપની સાધનિકા કરાવવી હોય તે કરાવે, હું સાધનિક બરાબર કરી આપીશ; હું કદી પણ ગોખણપટ્ટી કરીશ નહિ. પંડિતજી દાદાગુરુ આગળ ફરિયાદ કરતા, તે દાદાગુર કહેતા કે નાનું બાળક છે, એની ઈચ્છા પ્રમાણે ભણા. તેઓ હમેશાં એવી શિખામણ આપતા કે ભલે થોડું જ્ઞાન પ્રાપ્ત કરે, પણ તે સચેટ કરજે. અને સાચા જ્ઞાની થવું હોય તે, જીવનમાં રાગદ્વેષની પરિણતિ ઓછી કરી, કલાને તિલાંજલિ આપો. વાદવિવાદની ચર્ચામાં કયારે પણ ઊતરવું નહિ. જીવનમાં બાલકથી માંડીને વૃદ્ધ સુધી, મૂખથી માંડીને વિદ્વાનવર્ગ સુધી દરેક વ્યક્તિ ઉપર આદર, સદ્દભાવ, પ્રેમ રાખજો, કેઈના પ્રતિ તિરસ્કારભરી દષ્ટિથી જોશે નહિ, અણગમે કરશે નહિ, જીવનમાં માનવતાને સ્થાન આપજે. - પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને વડોદરામાં ‘આગમપ્રભાકરની પદવી આપી હતી. તે પદવીને સ્વીકાર તેમણે અનિચ્છાએ કર્યો હતો. તેઓ પદવી માટે હમેંશા ઈનકાર કરતા. આપણે કહીએ છીએ કે “સાઠે બુદ્ધિ નાડી”, પરંતુ પૂજ્ય ગુરુદેવ કહેતા, આ કહેવત જે માનવી પ્રવૃત્તિહીન તથા આળસુ-નિરુદ્યમી હોય તેને લાગુ પડે છે. તેઓનું આ કથન સત્ય હતું. પિતે ત્રણ વર્ષના હતા, તે સમયમાં બનેલ જે જે પ્રસંગો હતા, તે પ્રસંગો પૂજ્ય જ્ઞાનયોગી ગુરુજી અત્યારે પણ સવિસ્તર કહી સંભળાવતા હતા; તે પ્રસંગે તેમના સ્મૃતિપથમાંથી જરા પણ દૂર થયા ન હતા. તેમનામાં જ્ઞાનની સાથે નિરભિમાનતા, સુજનતા, વત્સલતા, નિર્ભયતા આદિ અનેક અપૂર્વ ગુણ ભર્યા હતા. તેમના સંપર્કમાં એક વાર જનાર વ્યક્તિ બીજી વાર જવાની ઈચ્છા રાખતી. તેમના ગુણોનું આકર્ષણ કાઈ અનેખું અને અલૌકિક હતું.
પ્રેરણામૂતિ પૂજ્ય ગુરુદેવને પોતાનાં કાર્યો કરવા દિવસે બહુ ઓછો વખત મળતો. દિવસે અનેક વિદ્વાને, દેશ-પરદેશના કેલરો, જ્ઞાનભંડારના સંચાલકે તથા જ્ઞાનપિપાસુ જિજ્ઞાસુઓ આવતા, તેમની સાથે વાર્તાલાપ કરતા, ધાર્મિક ચર્ચા કરતા, પરંતુ પૂજ્યશ્રી વાદવિવાદમાં કે મારા-તારામાં, વાડા-પાડામાં કદી પડતા નહિ. સત્ય વસ્તુ સમજાવવામાં તેઓ હંમેશા નિર્ભય રહેતા હતા. તેઓ કદી કોઈની નિંદા કરતા નહિ, તેમ બીજાની નિંદા સાંભળતાં પણ નહિ. તેઓ હંમેશા કહેતા હતા કે આ મુખ સુવર્ણ-કચેલું છે. “સુવર્ણ એટલે સોનું', સેનાના કોલામાં ઉત્તમ વસ્તુ ભરાય, પરંતુ કચરો ન ભરાય, તેમ મુખરૂખ સુવર્ણ કોલામાં સુવર્ણ એટલે શભાભરી વાણી ભરાય, પરંતુ જગતના ગંદવાડરૂપી નિંદા ન ભરાય. આ મહાન પુરુષના ગુણો જાણીએ, તેમના જીવનના એક એક સિદ્ધાંતો સાંભળીએ, એમના નિકટનાં પરિચિત વ્યક્તિઓ તથા વિદ્વાન પાસેથી એમના વિશે જાણીએ, તે આપણને કલ્પના આવે કે તેઓ કેવા મહાન હતા અને તેમની ભાવના કેટલી . બધી ઉચ્ચ તથા ઉદાત્ત હતી.
સ્વસ્થ ગુરુદેવના અનેક જીવનપ્રસંગો સ્મૃતિપથ ઉપર, પવનવેગી ઘોડાની જેમ, એક પછી એક પસાર થઈ જાય છે. તેમાંના કયા જીવનપ્રસંગો યાદ કરીએ અને કોને પકડી રાખીએ, તે કાંઈ સમજાતું નથી.
પૂજ્યપાદ ગુરુદેવ શ્રી આગમપ્રભાકરજી મહારાજ કહેતા કે નવરા માનવીને કોઈ કાંઈ કાર્ય બતાવે, તે કહે કે મને ટાઈમ નથી, સમયનો અભાવ છે; જ્યારે પ્રગતિશીલ માનવીને ક્યારે પણ કોઈનું કાર્ય કરવા માટે પ્રેરણા કરવામાં આવે છે તે એ અત્યંત આફ્લાદપૂર્વક કરી આપે છે.
For Private And Personal Use Only