________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨]
શ્રી આત્માનંદ પ્રકાશ ઉપાશ્રયમાં ગયા હતા. મહારાજશ્રીએ કહ્યું કે “હવે શરીર પહેલાંની માફક કામ નથી આપતું એટલે આ પ્રસંગે ગોડીજી ઉપાશ્રયમાં આવવાનું બની શકે તેમ નથી; તેમ છતાં આવા શુભ કાર્યમાં મારા આશીર્વાદ તે હરહંમેશ હોય જ છે.” તે પછી મહારાજશ્રીએ કહ્યું કે “જૈન સમાજ સાહિત્ય કે લેકઉત્કર્ષ અર્થે વિચારવા અને યોજના કરવાને બદલે પોતાની શક્તિ માત્ર ઉત્સવો અને વરડાઓની પાછળ વેડફી નાંખે છે. જૈન સમાજની ઉન્નતિ માત્ર ઉત્સવો અને વરઘોડાઓથી નથી થવાની. આપણા સમાજને અભ્યદય ન થવાનું કારણ આપણે જૈન સમાજ પોતે જ છે, પણ કે તે સમજતા નથી એ ભારે દુઃખદ વાત છે.”
અમારા ગુરુદેવ લેખિકા–પૂજ્ય સાધ્વીજી શ્રી કાશ્રીજી
જગતના બગીચામાં અનેક પ્રાણીઓ આવે છે અને જાય છે. એમાંના કેટલાક વિરલ આત્મા પિતાના જીવનની સુવાસ મૂકીને જાય છે. જગતની સોંદર્યસૃષ્ટિમાં અનેક પુનો પ્રાદુર્ભાવ થાય છે, પણ દરેક પુષ્પ કંઈ પોતાના પરિમલ દ્વારા માનવીના માનસને પ્રફુલ્લિત બનાવી શકતું નથી. એ જ રીતે જગતની સૃષ્ટિમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ અન્ય જીવો ઉપર ઉપકાર કરીને એમને આનંદ આપી શકે એવું તન-મનના સમર્પણથી શેભતું જીવન જીવી શકતી નથી. જીવનમાં અનુકૂળતાઓને ઠોકરે મારી પ્રતિકૂળતા સામે ટકકર ઝીલવી, એ વાત અતિકપરી છે. સારી વાણી ઉરચારવી અને ઉત્તમ વિચાર કરવા તે માનવીને માટે મોટી વાત નથી, પરંતુ તેને વર્તનમાં મૂકી તેને અમલ કરવો એ અતિ દુષ્કર કામ છે.
પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, પરમ ઉપકારી, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ જેવી એક મહાન વિભૂતિ આપણા બધા વચ્ચેથી, વર્ષો જૂને સબંધ છોડી, સ્નેહની સાંકળ તોડી,એક મહિના પહેલાં ચાલી ગઈ.
આ મહાન વાત્સલ્યમૂર્તિ વિભૂતિને જન્મ ગરવી ગુજરાતના પવિત્ર કપડવંજ ગામમાં માણેક જેવા ગુણવાળાં માણેકબાઈ માતા તથા પિતા ડાહ્યાભાઈના લાડીલા પુત્ર મણિલાલ તરીકે થયો હતો. મણિલાલ પુત્રનાં લક્ષણ પારણમાં જણાય તેમ, જ્ઞાનોદ્વારક, આગમ દ્ધારક થવાના હોય તેમ, તેમને જન્મ લૌકિક પર્વ તરીકે “લાભપંચમીએ ” તથા લો કેત્તરપર્વ તરીકે “જ્ઞાનપંચમી” ના ધર્મપર્વ દિને સં. ૧૯૫૨ માં થયો હતા. આ મહાન વિભૂતિને જન્મ લાભપંચમીને દિવસે થવાથી લૌકિક માર્ગવાળાને (જૈનેતર સમાજને) તથા જ્ઞાનપંચમીને દિવસે થવાથી લે કેત્તર માર્ગવાળાને (જૈન સમાજને) એટલે કે જૈન-જૈનેતર દરેક સમાજને અકથ્ય, અવર્ણનીય લાભ થયેલ છે. તેઓશ્રીએ જનતાને ઘણો ઘણે લાભ આપ્યો છે.
મણિલાલ ૧૩ વર્ષની કુમળી વયે પરમપૂજ્ય પ્રશાંતમૂતિ પ્રવર્તકજી શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય પુણ્યવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. તેમની માતા માણેકબહેને પણ લાડીલા પુત્રને દીક્ષા અપાવ્યા બાદ સિદ્ધક્ષેત્રની શીતળ છાયામાં દીક્ષા અંગીકાર કરી હતી. તેઓ અમદાવાદમાં ૯૩ વર્ષની વયે કાળધર્મ પામ્યાં હતાં. - દુનિયામાં કહેવત છે કે “મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે, તેમ પુણ્યવિજયજી મહારાજ ઉપર ગુરૂજી કરતાં પણ દાદાગુરુજી પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ અખૂટ વાત્સલ્ય, સ્નેહ, સદ્દભાવ ધરાવતા હતા, સ્નેહતંતુના તાણાવાણા દૂરના કે નજીકના સ્નેહસંબંધની ખેવના રાખતા નથી, તેમ પૂજ્ય પુણ્યવિજયજી
For Private And Personal Use Only