________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૧૮૧
૯-૧૦-૭૦, શુક્રવાર હું અને શ્રી ખીમચંદ ચાંપશી શાહ આજે બપોરે પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે વાલકેશ્વર ઉપાશ્રયે ગયા હતા. વર્તમાનકાળે જૈન સમાજમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ અંગે પૂ. મહારાજશ્રીએ દુઃખદ હદયે સમાલોચના કરી. તેઓશ્રીએ કહ્યું : “અમદાવાદમાં હું અત્યંત કામના બેજા નીચે દબાયેલા રહેતા હોવા છતાં, જ્યારે મને અન્ય સ્થળે પૂજા-પૂજન સમારંભમાં હાજરી આપવાનું કહેવામાં આવે ત્યારે તેવા પ્રસંગે હું ત્યાં જવા પ્રયત્ન કરું છું, કારણ કે સમાજના મોટા ભાગના લોકોને આવી ક્રિયામાં રુચિ હોય છે અને આ રીતે તેમને સંપર્ક થાય છે. કઈ પણ બાબત પ્રત્યે તિરસ્કાર કે ઘણું કરવાથી તે બાબત સુધરી જતી નથી.” મહારાજશ્રીએ પોતાની બાલ્યવ્યને એક દાખલે આપી કહ્યું: “હું અંત્યત નાનો હતો ત્યારની વાત છે, પરંતુ આજે પણ મને તે બરાબર યાદ છે. અમારા ઘરે એક ખૂણામાં ગાદલાંની થપી પડી રહેતી. રાતે તે થપીનાં ગાદલાં પાથરી સૌ સૂતા. એક વખત સાંજના થપી પર ચડી હું ઊંઘી ગયે. પથારી પાથરવાનો સમય થશે ત્યારે મારી માતાએ મને ઉઠાડ્યો, પણ મેં નીચે ઊતરવા માટે ના પાડી. મેં હઠ લીધી કે મારે તે થપી પર જ સુવું છે. માતાએ પછી નવો રસ્તો કાઢો; મને કહેઃ તારે થાપ પર સૂવું છે ને ? ચાલ, હું તને બીજી સરસ થપી કરી આપું! એમ કહીને પાથરવાના બે-ત્રણ ઓછાડાની ગડી કરી; વળી તેની પર એક-બે ટુવાલની ગડી કરી ગાઠવ્યા. અને પછી કહ્યું કે થપ્પી તૈયાર થઈ ગઈ, હવે તેની પર સૂઈ જા. મને તે કોઈ પણ હિસાબે થપ્પી જ જોઈતી હતી અને મને તે મળી ગઈ એટલે હું તેની પર સુઈ ગયે.” બાળકને કેમ સમજાવવું અને તેની સાથે કેમ કામ લેવું તે માતા બરોબર સમજતી હોય છે. આપણા સમાજમાં પણ આજે બાળમાનસનું પ્રમાણ વધારે છે; ચોપાનિયાંમાં (આ ચોપાનિયા શબ્દ મહારાજશ્રીએ જૈન સમાજનાં વિવિધ સામયિકાને ઉદ્દેશી વાપર્યો હતો.) તીખાતમતમતાં લેખ લખીને અગર ભાષણ દ્વારા લેકે પર પ્રહાર કરીને તેને સુધારવાના પ્રયત્ન મિથ્યા છે. (એ અરસામાં મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આપણી સાધુસંસ્થા અંગે એક પરિસંવાદ ગોઠવવામાં આવ્યું હતું, અને તેમાં કઈ કઈ વક્તાઓએ પ્રહાર કરવાની નીતિ અખત્યાર કરી હશે, તેના અંગે મહારાજશ્રી પોતાની વેદના ઠાલવી રહ્યા હતા એવું અનુમાન થયું, પણ આ અંગે તેઓશ્રીએ સ્પષ્ટ નિદેશ નહીં કરે.) ભિન્ન ભિન્ન ફિરકાના સાધુઓ વચ્ચે અક્ય સાધવાના બણગાં કેટલાક લેકો ફૂક્યા કરે છે, પણ આવા માણસોને કશી ગતાગમ હતી નથી. ભરેલો ઘડે છલકાતા નથી પણ અધૂરો ઘડે જ છલકાય છે, તેમ આ બાબતમાં ઓછામાં ઓછું સમજનારાઓ જ વધુમાં વધુ ઘેઘાટ કરે છે.”
જૈન સમાજની કેટલીક શિક્ષિત અને કેળવાયેલી વ્યક્તિઓ સંબંધમાં તેઓએ કહ્યું – “આ લેકામાં જ્ઞાન અને સમજણશક્તિ હેવા છતાં તેઓનાં લખાણે અને ભાષણમાં કડવાશ અને કટુતા આવી જાય છે. આના કારણે સમાજમાં સુધારો થવાને બદલે ઊલટ બગાડો થવા પામે છે. કઈ પણ બાબત ગમે તેટલી દુઃખદ હેવા છતાં તે વિષે લખતી કે બોલતી વખતે લેખક કે વકતાએ કડવાશ શા માટે બતાવવી જોઈએ તે નથી સમજી શકાતું.” મહારાજશ્રીએ પછી કહ્યું: “મને લાગે છે કે એવી નાજુક બાબત હોય તે પણ તે અંગે સંયમપૂર્વક, વિનય અને વિવેકથી શ્રેતાઓને કહેવામાં આવે, તે તેઓની પર ઊલટી વધુ સારી અસર થશે. અને આ માર્ગે જ સમાજમાં સાચા સુધારાઓ શક્ય બની શકે.”
તા. ૬-૧૧-૭૦ ચીમનલાલ પાલીતાણાકરના સન્માન સમારંભમાં પધારવા માટે પૂ. પુણ્યવિજયજી મહારાજ સાહેબને આમંત્રણ આપવા શ્રી કેશવલાલ મેહનલાલ શાહ, હું અને ચીમનલાલ પાલીતાણકર આજે વાલકેશ્વર
For Private And Personal Use Only