________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦]
શ્રી આત્માનંદ પ્રકાશ કેસના આરોપીની વિરુદ્ધમાં જાય એવી જુબાની આપી હતી. જે ન્યાયાધીશ પાસે એ કેસ ચાલતો હતે તેણે આપીને નિર્દોષ છોડી દીધો. એ વાત કાયદાની હતી એટલે તે વિષે આપણે ટીકા ન કરી શકીએ. પરંતુ આરોપીને નિર્દોષ છોડી મૂકતાં તેણે સાક્ષીની જુબાનીની ટીકા પણ કરી. એને વિષ્ય ન્યાયને હતું અને તેને જે શિલ્પ અને સ્થાપત્ય વિષેનું જ્ઞાન ન હોય તે, સાંડેસરાની જુબાની પર ટીકા કરવાને તેને હકક કેટલે? પણ આજે તો આખુંયે રાજતંત્ર અવળે રસ્તે જ ચાલી રહ્યું છે, ત્યાં શું થાય ?
૧૩-૮-૭૦, ગુરુવાર આજે ત્રણ વાગે પૂ. પુણ્યવિજયજીને મળવા વાલકેશ્વર ગયે હતો. ભાવેશ્વરથી સાહિત્ય કલારત્ન મુનિ શ્રી યશોવિજયજી મહારાજસાહેબે ચીમનલાલ પાલીતાણાકરના સન્માન સમારંભ સંબંધમાં આવતા રવિવારના વ્યાખ્યાનમાં શ્રેતાઓને બે શબ્દો કહેવા માટે પત્ર તેમની પર લખી મોકલ્યો હતો. તે સંબંધમાં મહારાજશ્રી સાથે વાત કરતાં તેઓશ્રીએ વ્યાખ્યાનમાં આ વાતની અનુમોદના કરવા આનંદપૂર્વક સંમતિ આપતા એક શ્લેક કહી તેને અર્થ સમજાવતાં કહ્યું: “ગૃહસ્થ તે પોતાના દરિદ્ર ભાઈનું, દુઃખી બહેનનું, વૃદ્ધ પુરુષનું તેમ જ જ્ઞાન આપનાર ગુરુનું અત્યંત ધ્યાન રાખવું જ જોઈએ. આ તે પાયાની જરૂરિયાત છે.”
પંડિત શ્રી બેચરદાસભાઈનાં, આગ પરનાં બનારસમાં આપેલાં વ્યાખ્યાનના પ્રકાશન સંબંધમાં મેં વાત કરી એટલે મહારાજશ્રીએ આપણે પંડિતજનોની પ્રશંસા કરતાં કહ્યું કે હવે અમે તે કાંઠે આવી ગયા કહેવાઈએ. પરંતુ પડિત સુખલાલજી કે બેચરદાસજી, પંડિત હરગોવિંદદાસ કે (એક પંડિતજીનું નામ તેમણે અહીં આપેલું પણ તેનું સ્મરણ નથી રહ્યું') જેવા પડિત થવા મુશ્કેલ છે.
મહારાજશ્રીએ ઉણોદરી તપ સંબંધમાં ૩૨ કેળિયાના આહાર સંબંધમાં સમજાવતાં કહ્યું કે જેની સુધા જે રીતે તૃપ્ત થાય એ રીતે તેણે આ પ્રમાણમાં કેળિયા લઈ ભોજન કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે દેહને પોષણની જરૂરિયાત હોય તે કરતાં વધુ અગર ઓછો ખેરાક આપવાનું જરૂરી નથી. બાકી તે, આ વસ્તુને મુખ્ય આધાર દરેકની તાસીર, બાંધે અને પ્રકૃતિ પર રહે છે.
' દેવલોકન દેવ અને દેવીઓના વિષયસુખ સંબંધમાં શાસ્ત્રમાં જે વર્ણન છે તે પરત્વે ઘણા વખતથી મને એક શંકા રહેતી હતી, પણ તે વ્યક્ત કરતાં એક પ્રકારની ક્ષુબ્ધતા અનુભવતો. દેવીઓની ઉત્પત્તિ જો કે બીજા દેવલોક સુધી જ હોય છે, પરંતુ તેમ છતાં આઠમા દેવલોક સુધી ત્યાંના દેવાની ઇચ્છા થાય ત્યારે વાસનાની તૃપ્તિ અર્થે દેવીઓ જઈ શકે અગર તે જવું પડે છે. ઉચ્ચ કેટિના દેવો તે શાંત અને કામવાસના રહિત જ હોય છે, એટલે વ્યવસ્થા એવી જણાય છે કે દેવની કક્ષા જેટલા પ્રમાણમાં ઊંચી તેટલા પ્રમાણમાં કામવાસનાની ન્યૂનતા. મારા મનમાં એમ થતું કે મૃત્યુલોકમાં તે પુરુષની પ્રધાનતા માની, એટલે સ્ત્રીઓની અવહેલના થતી જોવામાં આવે છે, પરંતુ દેવલોકમાં પણ દેવીઓને ગમે તે દેવની ઈચ્છા અને હુકમ થાય એટલે વાસના તૃપ્ત કરવા તેણે ચાલી નીકળવું પડતું હશે? મહારાજશ્રી પાસે મારી આ શંકા વ્યક્ત કરી એટલે તેઓશ્રીએ આ બાબતમાં સમજાવતાં કહ્યું કે આવા વ્યવહારમાં પણ દેવ અને દેવીના પૂર્વજન્મના સંબંધો અને અરસપરસ વચ્ચેના રાગ મુખ્ય કામ કરતા હોય છે. આવા સંબંધો અને રોગના કારણે જ જ્યારે અરસપરસ વચ્ચે આકર્ષણ-ખેંચાણ થાય, ત્યારે જ દેવ એવા પ્રકારની દેવીની ઈરછા કરે અને તેથી જ દેવી દેવ પાસે જાય છે. એમાં દેવીઓની અવહેલનાની કઈ વાત નથી. દેવીઓને દેવ પાસે જવાની ફરજ પડે છે અગર ઈચ્છા વિરુદ્ધ જવું પડે છે એમ માનવું યથાર્થ નથી.
For Private And Personal Use Only