________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮]
શ્રી આત્માનંદ પ્રકાશ કારણ એક જ છે કે, આપણું વર્તમાન તપમાં સ્વાભાવિકતા નથી, પણ કૃત્રિમતા છે. ઉપવાસના દિવસે મનમાં તે પારણાના વિચારે જ રમતા હોય છે. માણસે નિખાલસ અને નિર્દોષ બની જવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી એક ખેડૂતને ઉપદેશ આપવા અર્થે ભગવાનની પાસે લઈ આવ્યા, પણ ભગવાન પર દૃષ્ટિ પડતાં જ તે ભડકીને ભાગ્યે. એ વખતે ઇંદ્ર મનમાં ગૌતમની મશ્કરી કરી કે ગૌતમ પણ કેવા શિષ્યને શોધી લઈ આવ્યા છે ! પરંતુ તેમ છતાં ગૌતમને મેં પર જરાય ગ્લાનિ કે ઉદાસીનતા ન હતી. ભગવાને ઇદ્રને ગૌતમને નિદેશ કરી કહ્યું : “ગૌતમ તે નિખાલસ અને નિર્મળ છે એટલે પેલા ખેડૂતની બાબત અંગે તમને જે વિચાર આવ્યો તે વિચાર ગૌતમને ન આવ્યો. જીવનમાં આવી નિર્મળતા અને નિખાલસતા કેળવવી જોઈએ. પછી મીરાંબાઈ અને જીવણજી ગોસાઈ વચ્ચેના વાર્તાલાપની વાત સમજાવી મહારાજશ્રીએ કહ્યું: “આજે તે બ્રહ્મચર્યની બાધા પાળનારાઓ પણ કેઈ સુંદર રમણી જુવે કે તેના મનમાં કાંઈ કાંઈ રમકડાં દોડવા લાગે. એટલે આજે ધર્મ વધ્યો હેય તેવું ભલે લાગે, પણ આ બધું કૃત્રિમ છે, તેમાં જે સ્વાભાવિક્તા હોવી ઘટે તે નથી.”
મુલુન્ડવાળા શ્રી હરગોવિંદદાસ રામજી (હવે સ્વર્ગસ્થ) મહારાજશ્રીના અત્યંત પરિચયમાં હોવાથી મેં તેમની ખબર આપતાં મહારાજશ્રીને કહ્યું કે ફ્રેકચર થવાથી તેમને બ્રીચ કેન્ડીઝની હેપીટલમાં રાખવામાં આવેલ છે, પરંતુ ત્યાં તેમને ગમતું નથી, ઘરે પાછા આવવા ઉતાવળ કરે છે. કૃત્રિમતા અને સ્વાભાવિક્તા પર મહારાજશ્રીને આજે ખાસ ઉપદેશ હતું, એટલે આ સંબંધમાં તેઓએ કહ્યું : “જે સ્વસ્થતા અને શાંતિપૂર્વક આજ સુધી તેઓ દીર્ધ જીવન જીવ્યા છે, તેવી જ સ્વસ્થતા અને શાંતિ તેઓની આ બીમારીની આપત્તિમાં તેઓ જાળવી રાખે, તે જ તેમની શાંતિ અને સ્વસ્થતાને સ્વાભાવિક કહી શકાય. બાકી જીવનપ્રવાહ જ્યારે સીધે અને સરળ હોય ત્યારે તે સૌ કોઈ શાંતિ અને સ્વસ્થતા જાળવી શકે. પણ તેમાં શી નવાઈ ? આ શાંતિ અને સ્વસ્થતા સ્વાભાવિક છે ત્યારે જ ગણાય કે જ્યારે પ્રતિકૂળ સંજોગોમાં પણ એ શાંતિ અને સ્વસ્થતામાં અવરોધ ન પડે.” મહારાજશ્રીએ આચાર્ય હરિભદ્રસૂરિ અને આચાર્ય હેમચંદ્રાચાર્યના જીવન અંગે કેટલીક વાત કરી કહ્યું : “ભગવાન નેમનાથ શ્રીકૃષ્ણ પાસે માંસાહાર ન અટકાવી શક્યા, પણ એ કાર્ય હેમચંદ્રાચાર્ય કુમારપાળ પાસે કરાવી શક્યા. આનું નામ ભવિતવ્યતા” એમ કહી ઉમેર્યું “દરેક કાર્યમાં યોગ મહત્ત્વને ભાગ ભજવે છે.” પછી મહારાજશ્રીએ માથા પર વાસક્ષેપ નાખતી વખતે અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું: “હું તે પૂર્વાચાર્યોને એજન્ટ છું, અને એમની ઝેળી (બટ)ને વાસક્ષેપ નાખું છું”
૭-૯-૬૯, રવિવાર, પંડિત શ્રી બેચરદાસભાઈ અને અજવાળીબહેન સાથે આજે બપોરે પૂ. પુણ્યવિજયજી પાસે ગયે હતા. ૧૫મી ઑગસ્ટના દિવસે મહારાજશ્રી કેટના ઉપાશ્રયમાં ગયા હતા. એ સંબંધમાં ચર્ચા નીકળતાં
૧, વાસ્થાવસ્થામાં મહાવીર જયારે વહાણુમાં બેસી નદી પાર કરતા હતા, તે વખતે સુદંષ્ટ્ર નાગકુમારે ભગવાનને ઉપદ્રવ
કર્યો હતો. તે નાગકુમાર આવીને આ ખેડૂત થયું હતું. એક વખતે ભગવાન ત્યાં પધાર્યા ત્યારે ખેડૂતને બંધ કરવા ગૌતમને તેની પાસે મોકલ્યા. ગૌતમના ઉપદેશથી એને સધર્મ પ્રત્યે ભાવના તે જમી, પણ જેવા મહાવીરને જોયા કે તેમના પ્રત્યે પ્રેમભાવ લાવીને તે પાછો ચાલી ગયે! હકીકત એમ હતી કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં આ ખેડૂતને જીવ સિંહ હતો, જેને ભગવાને (ભગવાનના અઢારમાં જન્મમાં) માર્યો હતો. ત્રિપૃષ્ઠને સારથિ એ જ ગૌતમને જીવ હતું. સારથિએ સિંહને મરતી વખતે આશ્વાસન આપ્યું હતું અને તેથી જ તેને ગૌતમના બંધની અસર થયેલી,
પણ ભગવાન પર દકિટ પડી અને તેમાં ઉત્પન્ન થતાં તે ત્યાંથી ચાલી ગયે; તેની આ વાત છે. ૨. આ ગોંસાઈ સ્ત્રીનું મુખ ન જોતાં, એ બાબતમાં મીરાંબાઈના ટાણા પછી તે પોતાની ભૂલ સમજ્યા અને એમણે મીરાંબાઈ
સાથે વાર્તાલાપ કર્યો. આ વાત મેવાડની રાણી મીરાંબાઈ વિષેની છે,
For Private And Personal Use Only