________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૧૭૭ મેં કહ્યું : “પણ એ તે આપને આરામને સમય રહ્યો. વળી, આ ઉનાળાની સખત ગરમી.” તેઓશ્રીએ કહ્યું: “હું આરામ કરતો નથી.” અને પછી પ્રેમપૂર્વક ઉમેર્યું: “તમે જરૂર આવજે.”
તેઓશ્રીને આ વિદ્યાપ્રેમે મારે સંકેચ દૂર કરી નાખે. બપોરે શરીરે પરસેવો વળે તે લૂછતા જાય, અને વાચના તથા તેના પાઠાન્તરે તેઓ સાંભળતા જાય. સિત્તેર વર્ષની ઉંમર, પણ જરાય કંટાળે નહિ, સહેજ પણ ઉતાવળ નહિ. એમનું સૂચન પણ સૂઝ ઉત્પન્ન કરે એવું. દરેક દિવસે કામ પૂરું થયું. મારુ અંતર પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું.
આ પ્રોત્સાહનથી કવિ લાવણ્યસમયની અન્ય કાવ્યકૃતિઓ પ્રકાશમાં લાવવાની મને ઇચ્છા થઈ. એની તમામ હસ્તપ્રત વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરમાંથી મહારાજશ્રીએ મંગાવી આપી.
એ કાર્ય પૂરું થતાં પ્રાચીન-મધ્યકાલીન બારમાસાને સંગ્રહ તૈયાર કરવાની મને ઇચ્છા થઈ. આ વખતે પણ મહારાજશ્રીએ સંખ્યાબંધ હસ્તપ્રત મંગાવી આપી.
આટલી બધી હસ્તપ્રત સુપ્રત કરતી વખતે પણ નહિ પહેચની માગણી, અરે, ઉપકારની લાગણી પણ નહિ !
આજે મહારાજશ્રી તરફથી પ્રત્યક્ષ સહાય મળે તેમ નથી, પણ તેઓશ્રીના આ વિદ્યાપ્રેમનું સ્મરણ મારા જેવા અનેક વિદ્યાવ્યાસંગીઓને પક્ષ રીતે સહાય કરશે અને તેમની પ્રવૃત્તિમાં બળ પૂરશે એવી મને શ્રદ્ધા છે.
ડાંક સંસ્મરણે લેખક–શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
[ જ્યારે જ્યારે અમદાવાદ જવાનું બનતું, ત્યારે ત્યારે મેટાભાગે પૂ. પંડિત શ્રી બેચરદાસભાઈ સાથે આગમપ્રભાકર પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીને વંદન કરવા જતે. છેલ્લાં લગભગ બે વરસથી તેઓ મુંબઈ પધાર્યા હતા. જ્યારે જ્યારે તેમની પાસે જવાનું બનતું ત્યારે ત્યારે મોટાભાગે તેઓ તેમના સંશોધન અને લેખનકાર્યમાં ઓતપ્રોત થયેલા જોવામાં આવતા. તેઓશ્રી કહેતા હતા કે એક શબ્દનો અર્થ શોધવા અને બેસાડવામાં ઘણીવાર આઠ આઠ દિવસ નીકળી જાય છે. આમ છતાં મુંબઈમાં તેઓશ્રીની પાસે જ્યારે જવાનું બનતું ત્યારે કઈ કોઈ વાર તેમની સાથે વાર્તાલાપનું સદ્ભાગ્ય પણ પ્રાપ્ત થતું. તેમના દેહાંસર્ગથી ભારતીય વિદ્યાના ક્ષેત્રમાં કદી પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમને શ્રદ્ધાંજલિ આપતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઉમાશંકર જોષીએ સાચું જ કહ્યું છે કેઃ “મુનિ શ્રી પુણ્યવિજયજી જતાં ગુજરાતના જ નહીં પરંતુ રાષ્ટ્રના સાંસ્કૃતિક જીવનને ખોટ પડી છે. તેમનું જીવન ચંદ્રના પ્રકાશ જેવું દિલને ભરી દે તેવું આહલાદક હતું.” તેમની સાથેના નીચે આલેખેલા કેટલાક પ્રસંગે મારી ડાયરીની નેંધ પરથી લખ્યાં છે-લેખક]
તા. ૧૯-૭-૬૯, શનિવાર શ્રી પ્રાણજીવનદાસ ગાંધી, હું અને ચીમનલાલ પાલીતાણકર આજે ચાર વાગે વાલકેશ્વર પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે જૈન ધાર્મિક શિક્ષણ સંધની સંસ્કાર-વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન મહારાજશ્રીની નિશ્રામાં ગોઠવવા અર્થે વિનંતી કરવા ગયા હતા. પૂ. મહારાજશ્રીએ તપમાં સ્વાભાવિક્તા હોવી જોઈએ એ અંગે શાલિભદ્રજીની વાત કરતાં કહ્યું કે, મા ખમણના પારણે ગોચરીમાં તેમને દહીં મળ્યું અને તે તેમણે લીધું પણ ખરું. આજે તે એક ઉપવાસના પારણામાં પણ લેકે ખટાશ લેતાં અચકાય છે. આનું મૂળ
For Private And Personal Use Only