________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
ગુરુદેવ! આશીર્વાદ આપો ! કર્તા–શ્રી ફૂલચંદ હરિચંદ દોશી, મહુવાકર
જ્ઞાનના તપસ્વી ! ઉદારતા !
સ્વર્ગની વાટ કેમ લીધી? તમ જેવી વિરલ વિભૂતિ તે સદીઓ પછી જન્મે છે. હજી તે કાર્યો અધૂરાં પડ્યાં છે, ગ્રંથરનો સૂનાં પડ્યાં છે; આપના જવાથી પ્રકાશને બંધ પડશે, કેણ જાગશે, અધૂરાં પૂરાં કરવાં? આગમના ઉદ્ધારક, હજારના માર્ગદર્શક, સમદશી સંત, પુરુષાર્થની પ્રતિમા, જીવનભર સાધના સાધી, જ્ઞાન-વિજ્ઞાનની સેવાને જીવનમંત્ર બનાવી એ પુણ્યપુરુષ કૃતાર્થ બની ગયા. તમે તે અગ્નિજળમાંથી બચી ત્યાગમાર્ગના યાત્રિક બન્યા; માતાએ ત્યારે આનંદ માન્ય અને પોતે પણ ત્યાગ માર્ગને ભેખ ધાર્યો. દાદા શ્રી કાંતિવિજયજી અને ગુરુદેવ શ્રી ચતુરવિજયજીની ગરવી છત્રછાયામાં જીવનવિકાસને માર્ગ સાધ્ય. પિતાના પૂજ્ય પુરુષોને પગલે પગલે શાને હારનું બીડું ઝડપ્યું; જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા. જેસલમેરના મહામૂલા ગ્રંથભંડારો સૂના-સૂના વેરાન પડ્યા હતા; એ ગ્રંથરત્નોને આપે ઉજાળ્યાં, જ્ઞાનના ખજાનાને સરખે કર્યો
જ્ઞાનનું સંશોધન કરીને; આપની એ જ્ઞાનપૂજા અમર બની ગઈ ! જ્ઞાનના ગરવા તપસ્વી બનીને આપે જ્ઞાનની ગંગા વહેવડાવી; ઠેર ઠેર જ્ઞાનને પ્રકાશ પાથર્યો, આપની કીર્તિ દેશ-વિદેશમાં વિસ્તરી રહી. અને. અને જીવનની સંધ્યાવેળાએ આપ મુંબાપુરીમાં પધાર્યા –વલ્લભ-જન્મશતાબદીમાં ભાગ લેવા; ઉત્સવ અજબ રીતે ઊજવાયો, આપે એને ખૂબ શોભાવે; એના ઉપર સુવર્ણકળશ ચડાવ્યો આગમ-ગ્રંથના પ્રકાશન સમારોહે; આપનું જીવન પ્રફુલ્લ બન્યું, સર્વત્ર જયજયકાર પ્રવર્તી રહ્યો ! પણ એવામાં જીવનની અવધિ પૂરી થઈ, દેહમાં દર્દીના માળા નંખાયા, જાણે સંઘ ઉપર કુદરત રૂઠી, મૃત્યુના દૂતે ચડી આવ્યા; તોય આપને તે ન દુ:ખ હતું, ને ભય; સમતાની નાવડીના સહારે આપ તે જીવન-મૃત્યુની પાર પહોંચી ગયા હતા, અને એક દિવસ, એક ઘડીએ, કુલછોડ ઉપરથી હસતું-ખીલતું ફૂલડું ખરી પડે એમ, હજારો ભાવિકોને રડતાં મૂકી આપ મૃત્યની પુછપશચ્યામાં પોઢી ગયા ! આગમનાં કામ અધૂરાં રહ્યાં, બીજાં પણ જ્ઞાનકાર્યો થંભી ગયાં, –જાણે આપે જીવનલીલા સંકેલતાં સંકેલતાં જગતને સનાતન ધપાઠ આપે ? સંસારમાં કોનાં આદર્યા પૂરાં થયાં છે? કર્યાને આનંદ માણે અધૂરાંને શોચ શો?
For Private And Personal Use Only